સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 01 JUL 2020 12:42PM by PIB Ahmedabad

કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ધ્યાનમાં એવી માહિતી આવી છે કે, ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા વેન્ટિલેટર્સમાં બાઇલેવલ પોઝિટીવ એરવે પ્રેશર (BiPAP) મોડ ઉપલબ્ધના હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હીના GNCT સહિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવેલા 'મેક ઇન ઇન્ડિયાવેન્ટિલેટર્સ ICUમાં ઉપયોગના ઉદ્દેશ્યથી છે. કોવિડ વેન્ટિલેટર્સ માટે ટેકનિકલ વિવરણો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મહા નિદેશક હેલ્થ સર્વિસિઝ (DGHS)ની અધ્યક્ષતામાં ડોમેન નોલેજ એક્સપર્ટ્સની એક ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે જેના અનુરૂપ વેન્ટિલેટર્સની ખરીદી કરવામાં આવી છે અને તે પૂરા પાડવામાં આવ્યા છે. વેન્ટિલેટર્સની ખરીદી અને પૂરવઠામાં તમામ વિવરણોનું પાલન કરવામાં આવ્યું છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવેલા વેન્ટિલેટર મોડેલ BEL અને AGVA ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ધારિત વિવરણોને અનુરૂપ જરૂરિયાતોનું પાલન કરે છે. સસ્તા તેમજ ભારતમાં તૈયાર કરવામાં આવેલા વેન્ટિલેટર્સમાં BiPAP  મોડ અને આવા અન્ય મોડ છે જેનો ઉલ્લેખ ટેકનિકલ વિવરણોમાં કરવામાં આવ્યો છે. વેન્ટિલેટર્સ યુઝર મેન્યુઅલ્સ તેમજ ફીડબેક ફોર્મ, જે અનિવાર્યપણે સુસ્પષ્ટતા સાથે રીફર કરવા જોઇએ, તે સાથે પૂરા પાડવામાં આવે છે.

 

 

 

GP/DS



(Release ID: 1635659) Visitor Counter : 280