પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 JUN 2020 4:28PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર,

કોરોના વૈશ્વિક મહામારી સામે લડતાં લડતાં આપણે અનલૉક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ તથા આપણે મોસમમાં પણ પ્રવેશ કરી રહયા જ્યારે શરદી-સળેખમ, ખાંસી- તાવ જેવી જાણે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને આવી બિમારીઓ વધતી જાય છે. આવા સમયમાં હું મારા તમામ દેશવાસીઓને વિનંતી કરૂં છું કે તમે સૌ તમારૂં ધ્યાન રાખો.

સાથીઓ,

વાત પણ સાચી છે કે જો કોરોનાથી થતા મૃત્યુ દરને જોવામાં આવે તો દુનિયાના અનેક દેશોની તુલનામાં ભારત હાલ સારી સ્થિતિમાં છે. યોગ્ય સમયે કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય નિર્ણયોને કારણે ભારતમાં લાખો લોકોના જીવ બચાવી શકાયા છે. પરંતુ, આપણે પણ જોઈ રહ્યા છીએ કે જ્યારથી દેશમાં અનલૉક-1 શરૂ થયુ છે ત્યારથી વ્યક્તિગત અને સામાજીક વ્યવહારોમાં બેદરકારી વધતી જાય છે. અગાઉ આપણે માસ્કની બાબતે, બે ગજ અંતર રાખવાની બાબતે, દિવસમાં અનેક વખત 20 સેકન્ડ સુધી હાથ ધોવા બાબતે ખૂબ સાવચેત હતા, પરંતુ આજે જ્યારે આપણને વધુ સાવચેત રહેવાની જરૂર છે ત્યારે અંગે બેદરકારી વધે તે ખૂબ ચિંતાનું કારણ બને છે.

સાથીઓ,

લૉકડાઉન દરમ્યાન ખૂબ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવતું હતું. હવે સરકારોએ સ્થાનિક સંસ્થાઓએ, દેશના નાગરિકોએ ફરીથી અગાઉ દર્શાવી હતી તેવી સતર્કતા દર્શાવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેઈન્મેન્ટ ઝોન ઉપર આપણે ખૂબ ધ્યાન આપવાનું છે. જે પણ લોકો નિયમોનું પાલન કરતા નથી તેમને આપણે ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પણ પડશે. તમે હમણાં સમાચારોમાં વાંચ્યુ હશે કે દેશના એક પ્રધાનમંત્રીને રૂ.13,000નો દંડ એટલા માટે કરવામાં આવ્યો કે તે જાહેર જગ્યાએ માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક વહિવટી તંત્રએ પ્રકારની કડકાઈ સાથે કામ કરવું જોઈએ. 130 કરોડ દેશવાસીઓના જીવનનું રક્ષણ કરવાનું અભિયાન છે. ભારતમાં ગામનો સરપંચ હોય કે દેશનો પ્રધાનમંત્રી. કોઈપણ વ્યક્તિ નિયમથી બાકાત નથી.

સાથીઓ,

લૉકડાઉન દરમ્યાન દેશમાં વાતને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી કે કોઈપણ ગરીબનો ચૂલો સળગે નહીં તેવી સ્થિતિ ઉભી થાય નહીં. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે નાગરિક સમાજના લોકો હોય. તમામે પૂરતા પ્રયાસો કરીને આપણાં આટલા મોટા દેશમાં આપણો કોઈ ગરીબ ભાઈ- બહેન ભૂખ્યા ના રહે તે બાબતે ધ્યાન આપ્યું હતું. દેશ હોય કે વ્યક્તિ, યોગ્ય સમયે નિર્ણય લેવાથી, સંવેદનશીલતા સાથે નિર્ણય લેવાથી કોઈપણ આફતનો મુકાબલો કરવાની આપણી તાકાત વધી જતી હોય છે. અને કારણે લૉકડાઉન શરૂ થતાં સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી હતી. યોજના હેઠળ ગરીબો માટે પોણા બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું.

સાથીઓ,

લૉકડાઉન દરમ્યાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે કે એવી સ્થિતિ ના આવે કે કોઈ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. રાજ્ય સરકાર હોય, નાગરિક સમાજ હોય તમામે પૂરતા પ્રયાસો કર્યા છે. વિતેલા ત્રણ માસ દરમ્યાન 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા રૂ.31,000 કરોડ જમા કરવામાં આવ્યા છે. ગાળા દરમ્યાન 9 કરોડ કરતાં વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂ.18 હજાર કરોડ જમા કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે ગામડાંના શ્રમિકોને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો ઝડપભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોજનામાં સરકાર રૂ.50 હજાર કરોડનો ખર્ચ કરી રહી છે.

સાથીઓ,

પરંતુ એક મોટી બાબત છે કે જેણે સમગ્ર દુનિયાને અચરજમાં મૂકી દીધી છે, હેરાન કરી મૂકી છે. આશ્ચર્યમાં ડૂબાડી દીધી છે. અને તે બાબત છે કે કોરોના સાથે લડતાં લડતાં ભારતમાં 80 કરોડ કરતાં વધુ લોકોને ત્રણ માસનું રેશન એટલે કે પરિવારની દરેક વ્યક્તિ દીઠ 5 કીલો ઘઉં અથવા ચોખા મફત આપવામાં આવ્યા હતા. ઉપરાંત દરેક પરિવાર દીઠ દર મહિને 1 કીલો દાળ પણ મફત આપવામાં આવી હતી. એક રીતે જોઈએ તો આનો અર્થ થાય કે અમેરિકાની કુલ વસતિના અઢી ગણા કરતાં વધુ લોકોને, બ્રિટનની વસતિના 12 ગણા કરતાં વધુ લોકોને અને યુરોપિયન યુનિયનની વસતિના લગભગ બે ગણા કરતાં વધુ લોકોને આપણી સરકારે મફત અનાજ આપ્યું છે.

સાથીઓ,

આજે હું યોજના સાથે જોડાયેલી એક મહત્વની જાહેરાત કરી રહ્યો છું.

સાથીઓ,

આપણે ત્યાં વર્ષા ઋતુ દરમ્યાન અને તે પછી પણ ખાસ કરીને ખેતી ક્ષેત્રે ઘણું કામ રહેતું હોય છે. અન્ય બીજા ક્ષેત્રોમાં થોડીક સુસ્તી વર્તાતી હોય છે. જુલાઈથી ધીમે ધીમે તહેવારોનું વાતાવરણ પણ જામવા લાગે છે. હમણાં 5 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમા છે, પછી શ્રાવણ માસ શરૂ થશે, પછી 15મી ઓગષ્ટ આવશે, રક્ષા બંધન આવશે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આવશે, ગણેશ ચતુર્થી આવશે, ઓણમ આવશે અને તેના કરતાં પણ આગળ જઈએ તો કાટી બીહુ આવશે, નવરાત્રિ આવશે, દુર્ગાપૂજા આવશે, દશેરા આવશે, દિવાળી આવશે, છઠ્ઠી મૈયાની પૂજા આવશે. તહેવારોનો સમય આપણી જરૂરિયાતોમાં પણ વધારો કરતો રહે છે. ખર્ચા પણ વધે છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ હવે દિવાળી અને છઠ પૂજા સહિત એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી ચાલુ રાખવામાં આવે. આનો અર્થ થાય કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના હવે જુલાઈ- ઓગષ્ટ- સપ્ટેમ્બર- ઓક્ટોબર અને નવેમ્બરમા પણ ચાલુ રહેશે. સરકાર દ્વારા પાંચ મહિના માટે 80 કરોડ કરતાં વધુ ગરીબ ભાઈ- બહેનોને દર મહિને, પરિવારના દરેક સભ્યને 5 કીલો ઘઉં કે ચોખા મફત આપવામાં આવશે અને તેની સાથે જે દરેક પરિવારને દર મહિને 1 કીલો ચણા પણ મફત આપવામાં આવશે.

સાથીઓ,

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું રીતે વિસ્તરણ કરવાથી રૂ.90 હજાર કરોડ કરતાં વધુ ખર્ચ થશે. જુઓ તેમાં પાછલા ત્રણ માસમાં થયેલો ખર્ચ પણ ઉમેરવામાં આવે તો ગરીબો માટે આશરે દોઢ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હવે સમગ્ર ભારત માટે અમે એક સપનું જોયું છે. કેટલાક રાજ્યોએ તો ઘણું સારૂ કામ કર્યું છે. બાકીના રાજ્યોને પણ અમારો એવો આગ્રહ છે કે કામગીરીને આગળ ધપાવવામાં આવે. કામગીરી શું છે ? હવે સમગ્ર ભારતમાં ચાલે તેવા એક રેશનકાર્ડની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આનો અર્થ કે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ, વન નેશન વન રેશન કાર્ડ. આનો સૌથી મોટો લાભ એવા ગરીબ સાથીદારોને મળવાનો છે કે જે રોજગારી અથવા તો બીજી જરૂરિયાતો માટે પોતાનું ગામ છોડીને અન્ય કોઈ જગાએ જાય છે, અન્ય કોઈ રાજ્યમાં જાય છે.

સાથીઓ,

આજે ગરીબ કે જરૂરિયાત ધરાવતી વ્યક્તિને સરકાર મફત અનાજ આપી શકે છે તો તેનો શ્રેય બે વર્ગોને જાય છે. પહેલો છે- આપણાં દેશનો મહેનતુ ખેડૂત, આપણો અન્નદાતા અને બીજો વર્ગ છે આપણાં દેશનો પ્રમાણિક કરદાતા. તમારો પરિશ્રમ, તમારા સમર્પણને કારણે દેશ ગરીબ લોકોને મદદ કરી શકે છે. તમે દેશનો અન્ન ભંડાર ભર્યો હોવાના કારણે આજે ગરીબના ઘરે, શ્રમિકના ઘરે ચૂલો સળગી શકે છે. તમે પ્રમાણિકતાની કર ભર્યો છે, પોતાની જવાબદારી નિભાવી હોવાના કારણે આજે દેશનો ગરીબ આટલા મોટા સંકટનો સામનો કરી શકે છે. હું આજે ગરીબોની સાથે સાથે દેશના દરેક ખેડૂત, દરેક કર દાતાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમને નમન કરૂં છું.

સાથીઓ,

હવે પછી આવનારા સમયમાં આપણે આપણાં પ્રયાસોને ઝડપી બનાવીશું. આપણે ગરીબ, પીડિત, શોષિત, વંચિત તમામને સશક્ત બનાવવા માટે નિરંતર કામ કરતાં રહીશું. આપણે સમગ્ર સાવચેતી સાથે આર્થિક પ્રવૃત્તિઓને આગળ વધારતાં રહીશું. આપણે આત્મનિર્ભર ભારત માટે દિવસ- રાત કામ કરતાં રહીશું. આપણે સૌ લોકલ માટે વૉકલ બનીશું (સ્થાનિક ચીજોના ઉપયોગ માટે આગ્રહ રાખીશું). સંકલ્પ સાથે આપણે 130 કરોડ દેશવાસીઓએ હળીમળીને સંકલ્પ સાથે કામ કરવાનું રહેશે અને આગળ પણ ધપવાનું રહેશે.

ફરી એક વખત હું આપને વિનંતી કરૂં છું કે તમારા માટે પ્રાર્થના કરૂં છું કે, તમને આગ્રહ પણ કરૂં છું કે તમે સૌ સ્વસ્થ રહો, બે ગજના અંતરનું પાલન કરતાં રહો, ખેસ, ફેસ કવર, માસ્ક વગેરેનો હંમેશા ઉપયોગ કરતાં રહો. કોઈપણ પ્રકારે બેદરકારી ના દાખવો તેવા આગ્રહ સાથે અને તેવી ઈચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું !

 

ધન્યવાદ !

 

 

 

GP/DS

 


(Release ID: 1635486) Visitor Counter : 297