નાણા મંત્રાલય
ECLGS અંતર્ગત રૂ.1 લાખ કરોડથી પણ વધારે મૂલ્યની લોન મંજૂર કરાઇ
આ યોજના અંતર્ગત MSME અને અન્ય વ્યવસાયોના 30 લાખ કરતાં પણ વધારે એકમોએ મદદ પ્રાપ્ત કરી
Posted On:
30 JUN 2020 5:50PM by PIB Ahmedabad
ભારત સરકાર દ્વારા સમર્થિત 100% ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) હેઠળ, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ 26મી જૂન, 2020 સુધીમાં રૂ.1 લાખ કરોડના મૂલ્યના ધિરાણોને મંજૂરી આપી છે, જેમાંથી રૂ.45,000 કરોડથી વધારે મૂલ્યની લોનનું વિતરણ અત્યાર સુધી કરી દેવામાં આવ્યું છે. આ યોજના MSME અને અન્ય વ્યવસાયોના 30 લાખથી પણ વધારે એકમોને લોકડાઉન બાદ તેમના વ્યવસાયો ફરી શરૂ કરવામાં મદદ કરશે.
ECLGS અંતર્ગત જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 57,525.47 કરોડની લોનને મંજૂરી, જ્યારે ખાનગી ક્ષેત્રની બેન્કોએ રૂ. 55,335.52 કરોડની લોનને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ટોચની ધિરાણકર્તા બેન્કોમાં ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, PNB, કેનેરા બેન્ક અને HDFCનો સમાવેશ થાય છે.
આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે સરકારે MSME અને નાના વ્યવસાયોને વધારાના ઋણ તરીકે રૂ.3 લાખ કરોડની યોજનાઓની જાહેરાત કરી છે. આવા સાહસો વ્યાજની ટોચ મર્યાદા ધરાવતાં દરો સાથે વધારાની લોન તરીકે તેમના વર્તમાન ઋણના 20% સુધીનું ધિરાણ મેળવવા માટે પાત્રતા ધરાવશે.
GP/DS
(Release ID: 1635468)
Visitor Counter : 297
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam