PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 28 JUN 2020 6:51PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 28.06.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ તીવ્ર ગતિએ વધી રહી છે; સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત 1 લાખથી વધારે થઇ ગયો; સાજા થવાનો દર વધીને 58.56% નોંધાયો

હાલમાં દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને કોવિડ-19ના સક્રિય કેસો વચ્ચેનો તફાવત ઝડપથી 1 લાખનો આંકડો પાર કરી રહ્યો છે. આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 106,661 વધારે નોંધાઇ છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,09,712 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 58.56% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 13,832 દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,03,051 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1036 થઇ ગઇ છે. આમાં 749 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 287 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે. દેશમાં દરરોજ કોરોના વાયરસના બે લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,31,095 સેમ્પલનું કોવિડ-19 માટે વિવિધ લેબોરેટરીઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને  82,27,802 સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634943

 

તારીખ 28.06.2020ના રોજ મન કી બાત 2.0ના 13માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મારા પ્રિય દેશવાસીઓ, સંકટ ગમે તેટલું મોટું ભલે હોય, ભારતના સંસ્કાર, નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવાની પ્રેરણા આપે છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે, શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ આ દરમિયાન ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે અને તેની સાથે જ, દુનિયાએ પોતાની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતની પ્રતિબદ્ધતાને પણ જોયાં છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવે છે તો આંખમાં આંખ નાખીને જોવાનું અને ઉચિત જવાબ દેવાનું પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ દેખાડી દીધું છે કે તેઓ ક્યારેય મા ભારતીના ગૌરવ પર આંચ નહીં આવવા દે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634930

 

ઉપરાષ્ટ્રપતિ લોકોને અપીલ કરી હતી કે ગભરાટમાં ના આવશો પરંતુ નિવારણઅને સુરક્ષાપર ધ્યાન આપો

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયાનાયડુએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સૌ સાથે મળીને લોકોના જીવન અને આજીવિકા સુરક્ષિત રાખવામાં યોગદાન આપે. પોતાની ફેસબુક પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મોટાભાગના દેશોમાં લૉકડાઉન પૂરું કરી દેવામાં આવ્યું છે અને તેમણે હવે અર્થતંત્ર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આપણા દેશના અર્થતંત્રને વેગ આપવા માટે સતત વિવિધ પગલાં લઇ રહી છે અને દરેક દેશવાસીઓને અપીલ કરી હતી કે, તેઓ જરૂરી સાવચેતી રાખીને અને માર્ગદર્શિકાઓનું પાલન કરીને સરકારને સહકાર આપે. આ અભૂતપૂર્વ આરોગ્ય કટોકટીના સમયમાં સૌને સાથે મળીને લડત આપવાનું આહ્વાન કરતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, આપણા દેશની તાકાત આપણી આધ્યાત્મિકતા અને વિજ્ઞાનમાં આપણા વિશ્વાસમાં રહેલી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે ગભરાટમાં ના આવશો પરંતુ નિવારણઅને સુરક્ષાપર ધ્યાન આપો. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોવિડ-19નો ઉકેલ તકેદારીમાં જ રહેલો છે. ઉપરાષ્ટ્રપતિએ માસ્ક પહેરવો, સલામત અંતર જાળવવું અને વારંવાર હાથ ધોવા વગેરે કેટલાક સરળ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, માત્ર આ જ રીતો એવી છે જેનાથી આપણે સલામત રહી શકીએ છીએ.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634907

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગઇકાલે દિલ્હીમાં 10,000 બેડના સરદાર પટેલ કોવિડ સંભાળ કેન્દ્રની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં રાધાસ્વામી સત્સંગ વ્યાસ ખાતે તૈયાર કરવામાં આવી રહેલા 10,000 બેડના સરદાર પટેલ કોવિડ સંભાળ કેન્દ્રની તૈયારીઓની ગઇકાલે સમીક્ષા કરી. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 10,000 બેડ ઉપલબ્ધ થવાથી દિલ્હીના લોકોને ઘણી મોટી રાહત મળશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણા ઇન્ડો- તેબિટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો અને કર્મચારીઓની હું ખૂબ પ્રશંસા કરું છુ જેઓ કસોટીના સમયમાં આ કોવિડ સંભાળ કેન્દ્રની કામગીરી સંભાળવાના છે. દેશની અને દિલ્હીના લોકોની સેવા કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા અજોડ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634907

 

કેન્દ્રીય HRD મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકેકોવિડની સ્થિતિમાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે લવચિકતા લાવવા માટે ભારતના પ્રયાસોનો G20 સભ્યો સમક્ષ ઉલ્લેખ કર્યો

કેન્દ્રીય HRD મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકેઆજે વર્ચ્યુઅલ માધ્યમથી G20ના શિક્ષણમંત્રીઓની અસધારણ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ વિશેષ સત્ર કોવિડ-19 મહામારીના કારણે શિક્ષણ ક્ષેત્ર પર પડેલી વિપરિત અસરો અને તેનો કેવી રીતે સામનો કરવો તેના વિશે ચર્ચા કરવા માટે અને કેવી રીતે દરેક દેશના સભ્યો મુશ્કેલીના આ સમયમાં ભવિષ્યમાં સૌના હિત માટે એકબીજાને સહકાર આપી શકે છે તે અંગે ચર્ચા કરવા માટે યોજવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતાના નિવેદનમાં કોવિડ-19 મહામારીની અસર ઓછી કરવા માટે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે તમામ સભ્યોને માહિતગાર કર્યા હતા. શ્રી પોખરિયાલે કોવિડ-19 કટોકટીના સમયમાં ડિજિટલ અભ્યાસની પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોની મહેનતથી ઉત્કૃષ્ટ ડિજિટલ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી છે. આ સામગ્રી દિક્ષા, સ્વયં, વર્ચ્યુઅલ લેબોરેટરીઓ, -પીજી પાઠશાલા અને રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય સહિત વિવિધ પ્લેટફોર્મ પર હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634853

 

શ્રી અર્જૂન મુંડાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GeM પર આદિજાતિના ઉત્પાદનોનો આરંભ કર્યો અને TRIFEDની નવી વેબસાઇટની શરૂઆત કરી

દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિના કામે આપણા સમાજના તમામ વર્ગો પર તેની વિપરિત અસર પડી છે. આ સમયમાં ગરીબો અને હાંસિયામાં રહેલા સમુદાયોની આજીવિકા પર ઘણી ગંભીર અસર પડી છે અને આ કસોટીના સમયમાં આદિજાતિ સમૂહો સૌથી કપરાં કાળમાંથી પસાર થતા લોકોમાંથી એક છે. આદિજાતિ કારીગરો પર આવા મુશ્કેલીના સમયમાં આવેલા ભારણને થોડું ઓછુ કરવાના આશય સાથે, આદિજાતિ બાબતોના મંત્રાલયના TRIFED દ્વારા આદિજાતિઓની આજીવિકાના ટકાઉક્ષમ વિકાસ અને તેમની ખાડે જઇ રહેલી આર્થિક પ્રવૃત્તિઓમાં નવા પ્રાણ ફુંકવા માટે તાકીદના ધોરણે કેટલીક પહેલ હાથ ધરવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ટ્રાઇફેડ ડિજિટલ પ્લેટફોર્મ્સના શુભારંભ સમયે આ વીડિયો કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જૂન મુંડાએ જણાવ્યું હતું કે, “ટ્રાઇફેડ યોદ્ધાઓની એક ટીમ આદિજાતિ લોકોના જીવન અને આજીવિકામાં પરિવર્તન લાવવા માટે વન પેદાશો, હાથવણાટ અને હસ્ત બનાવટની ચીજોના આધારે આદિજાતિ વ્યાપારને નવી ઊંચાઇએ લઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, –વ્યાવસાયિક પરિચાલન હોય કે પછી શોપિંગ અને કમ્યુનિકેશન- તમામ ક્ષેત્રે વધુને વધુ લોકો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે હવે ઑનલાઇન માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા હોવાથી, ગામડાં આધારિત આદિજાતિ ઉત્પાદનોનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો બજારો સાથે આલેખન અને લિંક કરવા માટે પોતાના વર્ગમાં શ્રેષ્ઠ ગણાતા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઇ-પ્લેટફોર્મ ઉભા કરીને સર્વસમાવિષ્ટ ડિજિટાઇઝેશન કવાયત માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક વેગ આપવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634811

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળ: રાજ્યના પર્યટનમંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને જણાવ્યું હતું કે, તિરુવનંતપુરમમાં કોવિડની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને તેમણે અહીંના તમામ રહેવાસીઓને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. દરમિયાન, મલપ્પુરમના એડાપ્પલમાં બે ડૉક્ટર, એક નર્સ અને ત્રણ પેરામેડિકલ સ્ટાફ એમ કુલ પાંચ આરોગ્ય સંભાળ કર્મચારીને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે; સામુદાયિક સંક્રમણના ભયના કારણે, ચાર પંચાયતને કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવામાં આવશે કારણ કે ત્યાં શનિવાર સુધી સ્ટાફ ડ્યુટી પર હતો. ગુરુવયુરમાં KSRTCનો બસ ડીપો બંધ કરવામાં આવ્યો છે કારણ કે અહીંના એક બસ કન્ડક્ટરને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. વધુ ચાર કેરળવાસીઓ કોરોના વાયરસ મહામારીના કારણે રાજ્યની બહાર મૃત્યુ પામ્યા છે; આમાંથી ત્રણ વ્યક્તિના અખાતી દેશોમાં જ્યારે એક વ્યક્તિનું મુંબઇમાં મૃત્યુ થયું છે. ગઇકાલે, કેરળમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં ગઇકાલે 195 લોકોને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો જેમાંથી 180 દર્દીઓ બહારથી આવેલા છે. હાલમાં રાજ્યમાં 1,939 દર્દીઓ કોવિડની સારવાર હેઠળ છે અને કુલ 1,67,978 લોકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરીમાં એક નિવૃત્ત પોલીસ જવાનનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયું છે; અહીં નવા 29 કેસ પોઝિટીવ નોંધાયા છે; કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 385 છે જ્યારે 252 દર્દીઓને આજદિન સુધીમાં સાજા થતા રજા આપવામાં આવી છે અને કુલ 11 દર્દી અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 1000થી વધી ગયો છે. ગઇકાલ સુધીના અહેવાલ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,335 દર્દીઓમાં કોવિડ-19ની પુષ્ટિ થઇ છે જેમાંથી 44,094 લોકો સાજા થઇ ગયા છે.
  • કર્ણાટક: તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, સોમવાર સાંજ સુધીમાં 10,000 બેડ સાથેની સુવિધા ઉભી કરવામાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે; ખાનગી હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ 50% બેડ કોવિડ-19ના દર્દીઓ માટે આરક્ષિત રાખે. કર્ણાટકમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઝડપથી અને નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોવાથી 5 જુલાઇથી દર રવિવારે સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યામાં ગઇકાલે કોવિડ-19ના નવા 918 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે જે રાજ્યમાં એકજ દિવસમાં કોવિડના દર્દીઓની સંખ્યામાં સૌથી મોટી વૃદ્ધિ છે. રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 11923, સક્રિય કેસ: 4441, મૃત્યુ થયા: 191, સાજા થયા: 7287.
  • આંધ્રપ્રદેશ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે. નારાયણસ્વામીના પુત્તુર ખાતેના નિવાસસ્થાને નિયુક્ત કરવામાં આવેલા બે સુરક્ષા જવાનોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. NTR યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (NTRUHS)ના કુલપતિ શ્યામ પ્રસાદે જણાવ્યું હતું કે, PG મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે. આંધ્રપ્રદેશમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો 13,000થી આગળ વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 25,778 સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા, નવા 813 કેસ નોંધાયા છે જ્યારે 401 દર્દીને રજા આપવામાં આવી હતી અને 12 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા 813 કેસમાંથી 50 દર્દીઓ અન્ય રાજ્યોમાંથી જ્યારે આઠ દર્દીઓ વિદેશમાંથી આવેલા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ : 13,098, સક્રિય કેસ: 7021, સાજા થયા: 5908, મૃત્યુ પામ્યા: 169.
  • તેલંગાણા: ખાનગી લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19ના પરીક્ષણોમાં રાખવામાં આવતી બેદરકારીઓ અને ખામીની ગંભીરતાથી નોંધ લેતા રાજ્યના આરોગ્યમંત્રી . રાજેન્દરે જણાવ્યું હતું કે, કેટલીક લેબોરેટરીને બાબતે નોટિસ પાઠવવામાં આવી છે જેઓ પરીક્ષણની માર્ગદર્શિકાઓનું પાલન નહોતી કરતી અને તેમના પરીણામોમાં ખામીઓ જોવા મળી હતી. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 13436, સક્રિય કેસ: 8265, મૃત્યુ પામ્યા: 243, સાજા થયા: 4928.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના નવા 5,318 દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે. આથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,59,133 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 67,600 છે જ્યારે કુલ 7,273 લોકો બીમારીથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8.97 લાખથી વધુ લોકોનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં, ત્રણ મહિનાના અંતરાલ પછી જીમ્નેશિયમ, વાળંદની દુકાનો, સલૂન અને બ્યુટી પાર્લર ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
  • ગુજરાત: રાજ્યમાં કોવિડના નવા 615 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. આથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને 30,733 સુધી પહોંચી ગયો છે. હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8,316 છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 1790 લોકો મૃત્યુ પામ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં એક ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલને રૂપિયા 77 લાખનો દંડ ફટકાર્યો છે. 18 જૂનના રોજ કોવિડ-19ના ગંભીર તબક્કા પર પહોંચી ગયેલા એક દર્દીને 45 મિનિટ સુધી વેન્ટિલેટર સાથેનો બેડ ના ફાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. દર્દીને વેન્ટિલેટર સપોર્ટ ના મળવાથી તેનું મૃત્યુ થયું હતું.
  • રાજસ્થાન: રાજ્યમાં કોવિડ-19ના નવા 175 કેસ નોંધાયા છે. આથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 17,119 થઇ છે જેમાંથી 3,297 સક્રિય કેસ સારવાર હેઠળ છે. રાજસ્થાનમાં દર્દીઓ સાજા થવાનો દર 78% છે જે દેશમાં સૌથી વધારે છે. મોટાભાગના ચેપગ્રસ્ત દર્દીઓ બિકાનેરમાં (44 કેસ) નોંધાયા છે જ્યારે ત્યારપછી જયપુર (26 કેસ) અને જુંજુનૂં (23 કેસ) જિલ્લો આવે છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડના નવા 203 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના કેસનો આંકડો 12,965 થઇ ગયો છે. હાલમાં રાજ્યમાં 2,444 સક્રિય કેસ સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 550 દર્દીઓ કોવિડથી મૃત્યુ પામ્યા છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 44 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,006 દર્દીઓને કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 696 છે.
  • ગોવા: ગોવામાં કોવિડ-19ના નવા 89 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 1,128 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 706 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • આસામ: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્યના આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વ શર્મા સાથે આજે ચર્ચા કરી હતી અને રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીમાં વધતી ચેતવણીજનક સ્થિતિ અને ગુવાહાટી નજીક ભેખડ ધસી પડવાની દુર્ઘટના અંગે સ્થિતિ જાણી હતી; રાજ્યના લોકોને શક્ય હોય તેવી તમામ મદદ કરવા માટે તેમણે ખાતરી આપી હતી.
  • મણિપુર: મણિપુરના તામેંગલોંગની જિલ્લા હોસ્પિટલમાં ટ્રુનેટ પરીક્ષણ મશીન લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડના સૌથી વધુ કેસો જિલ્લામાં નોંધાયા છે. વિવિધ સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવેલા લોકો તેમના સાથી રહેવાસોના કારણે લાગતા કોવિડ-19ના સંક્રમણને રોકાવા માટે મણિપુરના સામાજિક કલ્યાણ અને સહકારિતા મંત્રી નેમચા કિપજેનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
  • મિઝોરમ: મિઝોરમમાં આસામ રાઇફલ્સે સામાજિક અંતરના માપદંડોનું પાલન કરવા માટે છત્રીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે જે કોવિડ-19 સામે અસરકારક સુરક્ષાત્મક માપદંડ સાબિત થઇ રહ્યો છે. ન્ગોપા, મિમબુંગ, કૉલબેન, ન્યૂ વૈખાવતાંગ અને નેહલાન ગામમાં આર્થિક રીતે પછાત, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોમાં છત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
  • નાગાલેન્ડ: રાજ્યમાં કોવિડ-19ના નવા 25 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 412 થઇ ગઇ છે જેમાંથી હાલમાં 248 સક્રિય કેસ છે જ્યારે 164 દર્દીઓ સાજા થઇ ગયા છે.

 

 

 

 

 

 

 


(Release ID: 1635047) Visitor Counter : 342