PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 26 JUN 2020 6:29PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 26.06.2020

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ 96,000 કરતાં વધારે નોંધાઇ

હાલમાં દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસની સરખામણીએ 96,173 વધુ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 13,940 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,85,636 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ કારણે, કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર વધીને 58.24% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,89,463 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને ICMR દ્વારા છેલ્લા 24 કલાકમાં 11 નવી પરીક્ષણ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના પરીક્ષણની સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1016 થઇ ગઇ છે. આમાં 737 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 279 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છેદેશમાં દરરોજ કોરોના વાયરસના પરીક્ષણ માટે વધુને વધુ સંખ્યામાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,15,446 સેમ્પલનું કોવિડ-19 માટે વિવિધ લેબોરેટરીઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને  77,76,228 સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634519

 

કોવિડ-19 સામે લડવા માટે કેન્દ્રએ પૂર્વોત્તરના રાજ્યો તરફ મદદનો હાથ લંબાવ્યો

સમગ્ર દેશમાં કોવિડ-19 મહામારી સામેની લડાઇ વધુ સઘન કરવામાં આવી છે અને આ દિશામાં સહિયારા પ્રયાસો શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ-સક્રિય અને મજબૂત રીતે કોવિડ-19 સામે લડવા માટે પૂર્વોત્તરના રાજ્યોમાં તબીબી સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવામાં નોંધપાત્ર મદદ કરવામાં આવી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ કોવિડ-19ના કેસોની સંખ્યા ઓછી નોંધાઇ છે. આ રાજ્યમાં કુલ 3731 કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 5715 છે. આ ઉપરાંત, મૃત્યદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં કોઇ દર્દીના મૃત્યુ નોંધાયા નથી. કોવિડ-19 મહામારી સામે લડવા માટે પૂર્વોત્તરના રાજ્યોને ખૂબ જ નડતરરૂપ થયો હોય તેવો મહત્વનો અવરોધ સ્તંભ અહીં પરીક્ષણની સુવિધાઓનો અભાવ છે. પરંતુ આજે, કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પૂર્વોત્તરના રાજ્યો માટે કેન્દ્રિત પ્રયાસોના પરિણામે, અહીં જાહેરક્ષેત્રમાં 39 અને ખાનગી ક્ષેત્રમાં ત્રણ લેબોરેટરી પરીક્ષણ માટે છે. કેન્દ્ર દ્વારા પૂર્વોત્તરમાના ર્જ્યોમાં ICU બેડ, આઇસોલેશન બેડ, ઓક્સિજન સપોર્ટેડ બેડ અને વેન્ટિલેટરની સંખ્યા વધારવામાં પણ મદદ કરવામાં આવી છે. તેમજ N95 માસ્ક, PPE કીટ્સ અને HCQ ટેબલેટની ઉપલબ્ધતા માટે પણ મદદ કરવામાં આવી છે. આ તમામ પ્રકારની સહાયથી પૂર્વોત્તરના રાજ્યોમાં કોવિડ-19ના કેસોના અસરકારક તબીબી વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ મદદ મળી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634434

 

પ્રધાનમંત્રીના હસ્તે ' આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન'નો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન' નો પ્રારંભ કર્યો હતો. આ યોજના હેઠળ સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે વાત કરતાં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને કારણે જે કોઈ તકલીફો ઉભી થઈ છે તે સૌ પાર કરી શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે જ્યાં સુધી રસીની શોધ કરવામાં આવે ત્યાં સુધી બે ગજનુ અંતર જાળવવામાં આવે અને ચહેરાને ઢાંકવામાં આવે તે ઉત્તમ સાવચેતી બની રહે છે. ઉત્તરપ્રદેશે જે રીતે આફતને અવસરમાં પલટવાનુ કામ કર્યું અને જે રીતે મહામારી દરમ્યાન લોકોને સાંકળવામાં આવ્યા તે અંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોએ પણ 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન ' માંથી ઘણુ બધુ શિખવાનુ છે અને તેમને આમાંથી પ્રેરણા મળી રહેશે. દુનિયા જ્યારે કોરોના જેવી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશે દાખવેલી હિંમત અને ધૈર્યની  પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે જે રીતે રાજ્યને સફળતા હાંસલ થઈ અને જે રીતે તેમણે પરિસ્થિતિ સાથે કામ પાર પાડયુ તે એક અભૂતપૂર્વ અને પ્રશંસાપાત્ર બાબત છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ડોકટરો પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન સ્ટાફ, પોલિસ, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, બેંકો અને પોસ્ટ ઓફિસો, પરિવહન સેવાઓ અને ઉત્તરપ્રદેશના કામદારોએ જે પ્રકારે યોગદાન આપ્યુ તેની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634514

 

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634502

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન વેબપોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો વ્યાપક રોજગારી સર્જન અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્રચર સર્જન કાર્યક્રમ છે જેનો પ્રારંભ 20 જૂન 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ કોવિડ-19 મહામારીના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકોને આગામી ચાર મહિના સુધી રોજગારી પૂરી પાડવાનો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634566

 

કેન્દ્રીય ગૃહ સચિવે 21 જૂને દિલ્હીમાં કોવિડ-19 બાબતે લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા માટે બેઠક યોજી

આ બેઠકમાં, સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા નિર્ણયોનું સરળતાથી અને સમયસર અમલીકરણ થઇ રહ્યું છે. કોવિડ-19 સંબંધિત કાર્યો માટે જિલ્લા સ્તરની ટીમો પણ રચવામાં આવી છે. બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીમાં કોવિડ-19 મહામારીના તમામ ક્લસ્ટર્સ સહિત કન્ટેઇન્મેન્ટ ઝોનના ફરી સીમાંકનની કામગારી પણ 26 જૂન સુધીમાં પૂર્ણ થઇ જશે, જે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સમયમર્યાદા અનુસાર છે. 30 જૂન સુધીમાં ઘરે ઘરે આરોગ્ય સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634499

 

CBSE કોવિડ-19ના કારણે પેદા થયેલા પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને 1 જૂલાઇથી 15 જૂલાઇ, 2020 દરમિયાન આયોજિત થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી

વિવિધ રાજ્ય સરકારો તરફથી કરવામાં આવેલી વિનંતીઓ અને આજદિન સુધી કોવિડ-19ના કારણે પ્રવર્તિ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSE1 જુલાઇથી 15 જુલાઇ, 2020 દરમિયાન આયોજિત કરાયેલી ધોરણે 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે આજે પરીક્ષાઓ રદ કરવા અને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના છેલ્લા પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની યોજના અંગે CBSEએ રજૂ કરેલા પ્રસ્તાવ પ્રત્યે સંમતિ દર્શાવી હતી. માનવ સંશાધન મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' જણાવ્યું હતું કે, CBSEની સક્ષમ સમિતિ દ્વારા અપાયેલા સૂચનો અનુસાર મૂલ્યાંકન યોજના મુજબ રદ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ, 2020ની વચ્ચે યોજાવવાની હતી તે પરીક્ષાના વિષયો માટે જ્યારે પરિસ્થિતિ પરીક્ષા યોજવા લાયક બનશે ત્યારે CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન હાથ ધરશે. મૂલ્યાંકન યોજનાના આધારે જે ઉમેદવારોના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હોય તે ઉમેદવારો જો તેઓ ઇચ્છતા હશે તો તેમની ક્ષમતા પુરવાર કરવા માટે આ વૈકલ્પિક પરીક્ષાઓમાં ઉપસ્થિત થવા માટે મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 12ના ઉમેદવારો માટે આ સિવાય કોઇ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે નહીં. ઉપરોક્ત મૂલ્યાંકન યોજનાના આધારે પરિણામોને 15 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારો ઊચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અરજી કરી શકે અને પ્રવેશ મેળવી શકે..

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634520

 

ભારતમાં ઉત્પાદનક્ષેત્રના વિકાસ માટે જ્ઞાનનું સમૃદ્ધિમાં રૂપાંતરણ ખૂબ મહત્વપૂર્ણ છે - શ્રી નીતિન ગડકરી

કેન્દ્રીય MSME અને માર્ગપરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ એન્જિનિયરિંગ નિકાસ પ્રોત્સાહન પરિષદ (EEPC)ના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને મહામારી પછીની સ્થિતિમાં વિકાસ અંગે ચર્ચા કરી હતી. લૉકડાઉનના સમયમાં અર્થતંત્રના દરેક ક્ષેત્રને ટુંકાગાળાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં, “સકારાત્મકતા અને આત્મવિશ્વાસઆપણને આ મુશ્કેલીમાંથી તાત્કાલિક બહાર આવવામાં મદદરૂપ થઇ શકે છે તેવું સૂચન કરીને તેમણે આ પેનલને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, MSME ક્ષેત્ર હાલમાં દેશની નિકાસમાં અંદાજે 48 ટકા યોગદાન આપે છે અને ટેકનોલોજીમાં સુધારો તેમજ ઉત્પાદનમાં વિકાસ દ્વારા આ યોગદાન હજુ પણ વધારી શકાય તેમ છે. તેમણે જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સ, પરિવહન અને મજૂરી ખર્ચમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરવાથી ભારતમાં ઉત્પાદન ઉદ્યોગને ઘણી મદદ મળી રહેશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં જ્યાં વિકાસની જરૂર છે તેવું અન્ય મહત્વપૂર્ણ પરિબળ પેકેજિંગ અને પ્રમાણીકરણ સુવિધાઓ છે જેથી દેશમાંથી નિકાસને સમર્થન મળી શકે કારણ કે દુનિયા હવે તબક્કાવાર કોવિડ મહામારીમાંથી બહાર આવી રહી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634438

 

નીતિ આયોગે વર્તણૂક પરિવર્તન ઝૂંબેશ 'નેવિગેટિંગ ન્યૂ નોર્મલ' અને વેબસાઇટ, (તમામ દ્વારા માસ્ક પહેરવા ઉપર આવશ્યક ધ્યાન) શરૂ કરી

નીતિ આયોગે ગઇકાલે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), સામાજિક અને વર્તણૂક પરિવર્તન કેન્દ્ર (CSBC), અશોક યુનિવર્સિટી અને HFW અને WCD મંત્રાલયોની સહભાગિતામાં 'નેવિગેટિંગ ધ ન્યૂ નોર્મલ' તરીકે ઓળખાતી વર્તણૂક પરિવર્તન ઝૂંબેશ અને તેની વેબસાઇટ પ્રારંભ કરી છે. ચાલી રહેલી મહામારીના 'અનલૉક' તબક્કા દરમિયાન કોવિડ-સલામત વર્તણૂકો, ખાસ કરીને માસ્ક પહેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી આ ઝૂંબેશના વર્ચ્યુઅલ પ્રારંભમાં લગભગ 92,000 જેટલા NGO અને નાગરિક સામાજિક સંગઠનોએ ભાગ લીધો હતો. ભારત સરકાર દ્વારા નિર્માણ કરાયેલા અધિકાર પ્રાપ્ત સમૂહ 6ના માર્ગદર્શન હેઠળ વિકસાવેલી અને નીતિ આયોગના CEOની અધ્યક્ષતા ધરાવતી આ ઝૂંબેશ બે ભાગો ધરાવે છે. આ પ્રથમ વખત શરૂ થયેલું એવું વેબપોર્ટલ http://www.covidthenewnormal.com/, જેમાં વર્તણૂક વિજ્ઞાનના માહિતીપ્રદ સ્રોતો તથા સામાજિક નિયમોના સિદ્ધાંતના ઉપયોગ અને ચાલી રહેલા અનલોકના તબક્કા દરમિયાન કોવિડ-સલામત સંબંધિત વર્તણૂક નિયમોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ભાગમાં માસ્ક પહેરવા ઉપર કેન્દ્રિત કરાયેલા મીડિયા અભિયાનનો સમાવેશ થાય છે. આ પોર્ટલમાં અનલૉક તબક્કામાં ચાર મહત્ત્વપૂર્ણ વર્તણૂકોના સરળ અમલીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છેઃ માસ્ક પહેરવું, સામાજિક અંતર, હાથની સ્વચ્છતા અને જાહેરમાં ન થૂંકવું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634328

 

FPI મંત્રીએ ભારતમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં પડકારોને તકોમાં રૂપાંતરિત કરવા માટે તમામ રાજ્યો અને રોકાણકારોને આમંત્રણ આપ્યું

કેન્દ્રીય FPI મંત્રીની શ્રીમતી હરસીમરતકૌર બાદલની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટીવ રોકાણ મંચના ખાદ્ય પ્રસંસ્કરણ એડિશનની બીજી શ્રેણી યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લૉકડાઉનના અમલની શરૂઆત થઇ ત્યારથી જ આવશ્યક ચીજો અને ખાસ કરીને ખાદ્ય ચીજો દેશના દરેક ખૂણા સુધી ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના કારણે લૉકડાઉન દરમિયાનની કામગીરી સફળતાપૂર્વક થઇ શકી છે. મંત્રીશ્રીએ 29 જૂન 2020ના રોજ માઇક્રો ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોના ઔપચારિકરણ માટે શરૂ થનારી મંત્રાલયની નવી યોજના અંગે માહિતી આપી હતી જે તેમને અદ્યતન પ્રક્રિયાઓની જાણકારી, પરવડે તેવા દરે ધિરાણ તેમજ નવા બજારોના ઍક્સેસ માટે સહકાર આપશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં કુલ રોજગારીમાંથી 74% લોકો બિનસંગઠિત વિભાગમાં કામ કરે છે. અમારી જાણમાં છે તેવા 25 લાખ એકમોમાંથી 60 ટકા એકમો ગ્રામીણ વિસ્તારોમાં છે અને તેમાંથી 80% એકમો પરિવારોની માલિકી હેઠળના છે. આ વિભાગ જ આત્મનિર્ભર ભારતનું ભાવિ બની શકેછે અને આ પહેલને સફળ બનાવી શકે છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634533

 

ઓપરેશન સમુદ્ર સેતુ - ઇરાનના અબ્બાસ બંદરે INS જલશ્વ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પહોંચ્યું

ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને દરિયાઇ માર્ગે પરત લાવવા માટે વધુ એક કામગીરીના ભાગરૂપે 24 જૂન 2020ના રોજ સાંજે INS જલશ્વનું ઇરાનના અબ્બાસ બંદર ખાતે આગમન થયું હતું. ફરજિયાત તબીબી અને માલસામાનના સ્ક્રિનિંગની પ્રક્રિયા પછી 687 ભારતીયોને આ જહાજમાં બેસાડવામાં આવ્યા હતા. આ જહાજે ભારતીય નૌસેના દ્વારા તૈયાર કરવામાં આવેલા બે સ્વદેશી બનાવટના એર એવેક્યૂશન પોડ પણ ઇરાનના અધિકારીઓને સોંપ્યા હતા.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634421

 

પૂર્વ રેલવેનું માલવહન લોડિંગ 12.304 મિલિટન ટન સુધી પહોંચી ગયું

સમગ્ર દેશમાં કોવિડ-19 મહામારીના કારણે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હોવા છતાં, પૂર્વ રેલવે (ER) દ્વારા તેની માલવહન સેવાઓ એકધારી ચોવીસ કલાકના ધોરણે ચાલુ રાખવામાં આવી હતી જેથી આવશ્યક ચીજોના પૂરવઠાની સાંકળ વિના અવરોધે ચાલુ રહે તેમજ અલગ અલગ વિસ્તારોમાંથી ઇનપુટ્સ પ્રાપ્ત થતા રહે. પૂર્વ રેલવેએ 1 એપ્રિલ 2020થી 24 જૂન 2020 સુધીના સમયમાં 12.304 મિલિયન ટન માલવહનનું લોડિંગ કર્યું છે જે તેના નિર્ધારિત લક્ષ્ય 11.612 મિલિયન ટનની સરખામણીએ વધારે છે. માત્ર કોલસાના લોડિંગમાં જ માલવહનનો મોટો હિસ્સો છે અને કુલ 7.963 મિલિયન ટન કોલસાનું માલવહન કરવામાં આવ્યું છે તેમજ 4.341 મિલિયન ટનના અન્ય માલસામાનનું આ સમયગાળા દરમિયાન પરિવહન કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634270

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે તમામ અધિકારીઓને નિયમોના ઉલ્લંઘન ઉપર દેખરેખ વધારી દેવા માટે નિર્દેશો આપ્યાં છે અને શહેરના જુદા-જુદા ભાગોમાં એક વિશેષ ટીમ બનાવીને ખાસ ઝૂંબેશ હાથ ધરીને સામાજિક અંતરની માર્ગદર્શિકા અને અન્ય સ્વચ્છતા સંબંધિત સૂચનાઓનોનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને દંડ ફટકારવા માટે આદેશો આપ્યાં છે.
 • પંજાબઃ પંજાબના સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી બાબતોના મંત્રીએ કોવિડ સામે લડાઇ જીતવા માટે લોકોના સહકારને અત્યંત આવશ્યક ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે લોકોના સહકાર દ્વારા જ આ અશક્ય કામગીરી શક્ય બનાવી શકાશે. તેમણે લોકોને કોઇપણ શંકાસ્પદ વસ્તુને સ્પર્શ કર્યા બાદ નિયમિત રીતે સાબુ વડે હાથ ધોવા અથવા હાથને સેનિટાઇઝરથી સાફ કરવા સહિત તમામ આરોગ્ય સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. તેમણે કોવિડ સામે લડવા માટે સામાજિક અંતર જાળવવા ઉપરાંત ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા પણ અપીલ કરી છે.
 • હિમાચલ પ્રદેશઃ આશરે 71 જેટલા દેશો/શહેરોમાંથી વંદે ભારત મિશન અંતર્ગત આજ દિન સુધી હિમાચલ પ્રદેશમાં લગભગ 444 જેટલા લોકોને પરત લાવવામાં આવ્યાં છે. આ તમામ વ્યક્તિઓનું સંબંધિત હવાઇ મથકો પર રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમને રાજ્યમાં પરત ફરવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જ્યાં તેમને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યાં હતાં.
 • કેરળઃ વિદેશ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વી. મુરલીધરને જણાવ્યું હતું કે, વિદેશમાંથી લોકોને પાછા લાવવા માટે કેરળે રજૂ કરેલા ચોક્કસ રાજ્ય સંબંધિત નિયમોનો અમલ કરવો શક્ય નથી. આ દરમિયાન, રાજ્યમાં વિદેશમાંથી પરત ફરી રહેલા લોકો ઉપર એન્ટિબોડી ટેસ્ટ હાથ ધરવા માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. આજે કોચી ખાતે કુલ 21 ઉડાનો આવી રહી છે. તેમાંથી 20 ઉડાનો અખાતી દેશોમાંથી અને એક જ્યોર્જિયામાંથી આવશે. વધુમાં તે બાબત સ્પષ્ટ થઇ હતી કે વિદેશમાંથી પરત ફર્યા પછી કોટ્ટાયમમાં હોમ ક્વૉરેન્ટાઇનમાં રહેલા એક વ્યક્તિનું મૃત્યુ કોવિડ-19ના કારણે થયું નથી. કેરળમાં ગત મહિને કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં હતી પરંતુ હવે લૉકડાઉનના નિયંત્રણો હળવા થવાના કારણે બિન-કેરળવાસીઓએ રાજ્યમાં પરત ફરી રહ્યાં હોવાથી નવા નોંધાતા કેસોમાં નિયમિત ધોરણે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઇકાલે, રાજ્યમાં 123 કોવિડ-19ના કેસો નોંધાતા ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,726 થઇ છે. રાજ્યમાં અત્યારે 1,761 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
 • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના 30 નવા દર્દીઓ નોંધાયા હતા, હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને IGMCRIમાંથી સંભાળ કેન્દ્રો ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આજે 16 વ્યક્તિઓ સહિત અત્યાર સુધી કુલ 203 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે કોવિડના કારણે નવ વ્યક્તિઓના મરણ નીપજ્યાં છે. ગઇકાલે નવા 3,509 કેસોની સાથે તામિલનાડુમાં કોવિડ-19નો સૌથી મોટો ઉઠાળો નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19ની કુલ સંખ્યા 70,977 ઉપર પહોંચી ગઇ છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 18,969 છે અને ગઇકાલ સુધી રાજ્યમાં કોવિડના કારણે કુલ 911 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
 • કર્ણાટકઃ બેંગલોર શહેરમાં દરરોજ કોવિડના કેસો વધી રહ્યાં હોવા છતાં રાજ્ય સરકારે ફરી લૉકડાઉન લાગુ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બેંગલુરુમાં બેડની સંખ્યા વધારીને 10,000 કરવામાં આવશે અને પ્રવર્તમાન લૉકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. કર્ણાટકની ઉચ્ચ અદાલતે BBMPને તમામ 400 ચેપગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજ-વસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રાજ્ય બાળ અધિકાર આયોગે ધોરણ પાંચ સુધી ઑનલાઇન વર્ગો ઉપર પ્રતિબંધ મુકતા રાજ્ય સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. આ દરમિયાન તબીબી શિક્ષણ વિભાગે કોવિડની સારવાર માટે 11 ખાનગી અને એક સરકારી તબીબી કોલેજમાં 2,304 પથારીઓ આરક્ષિત રાખવા અધિસૂચના બહાર પાડી છે. આરોગ્ય કમિશનરે ILIs અને SARI કેસોની તપાસ માટે તમામ સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં ફિવર ક્લિનિક ખુલ્લુ રાખવા આદેશો બહાર પાડ્યાં છે. ગઇકાલે રાજ્યમાં 442 નવા કેસો નોંધાયા છે અને વધુ 6 વ્યક્તિઓના મૃત્યુ નીપજતાં કુલ કેસોની સંખ્યા 10,560 અને કુલ મૃત્યુસંખ્યા 170 પર પહોંચી ગઇ છે.
 • આંધ્રપ્રદેશ: YSR કોંગ્રેસ પાર્ટી કોડુમુરુ (કુર્નૂલ)ના ધારાસભ્ય સુધાકરનો 25 જૂનના રોજ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો. એક જ અઠવાડિયામાં કોરોનાની ઝપેટમાં આવનારા તેઓ બીજા ધારાસભ્ય છે. યુકેના નાયબ હાઇ કમિશનર એન્ડ્રૂ ફ્લેમિંગે શુક્રવારે ટ્વીટ કરીને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા અને બીમારીને નિયંત્રિત કરવા માટે અપનાવવામાં આવેલી વ્યૂહનીતિની પ્રશંસા કરી હતી. કુર્નૂલ મેડિકલ કોલેજને પ્લાઝ્મા થેરાપી માટે ICMRની મંજૂરી મળી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 22,305 સેમ્પલનું કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 605 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 191 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, વધુ 10 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. નવા નોંધાયેલા 605 કેસમાંથી 34 દર્દીઓ આંતરરાજ્ય મુસાફરી કરનારા છે જ્યારે એક વ્યક્તિ વિદેશથી આવેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 11,489, સક્રિય કેસ: 6147, રજા આપવામાં આવી: 5196, મૃત્યુ થયા: 146.
 • તેલંગાણા: કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની પરિસ્થિતિમાં દોહમાં ફસાઇ ગયેલા તેલંગાણાના 153 વિસ્થાપિતો કતારથી હૈદરાબાદની ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પાછા આવ્યા છે. એક જ દિવસમાં 920 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા હોવાથી તેલંગાણાની સરકારે પરીક્ષણની ચોક્કસાઇ સામે સવાલ કર્યો છે. રાજ્યને ICMR દ્વારા માન્યતા પ્રાપ્ત સાત લેબોરેટરીમાંથી થતા કોવિડના પરીક્ષણોની ચોક્કસાઇમાં ગંભીર શંકા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 11364, સક્રિય કેસ:  6446, સાજા થયા: 4688.
 • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોવિડ-19ના સર્વાધિક કેસો નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં આ મહામારીના કારણે નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1.4 લાખનો આંકડો વટાવી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,47,741 દર્દીને કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી 4841 કેસના પોઝિટીવ રિપોર્ટ છેલ્લા 24 કલાકમાં જ આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 192 દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 6931 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં મૃત્યુદર 4.69% છે જ્યારે હાલમાં સક્રિય કેસની સંક્યા 63,342 છે. અત્યાર સુધીમાં 77,453 દર્દીઓ આ વાયરસની બીમારીથી સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
 • ગુજરાત: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 577 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 29,578 સુધી પહોંચી ગઇ છે. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 225 દર્દીઓ માત્ર અમદાવાદના જ છે. આ ઉપરાંત, 152 નવા કેસ સુરતમાં નોંધાયા હતા જ્યારે 44 કેસ વડોદરામાં નોંધાયા હતા. ગુરુવારે વધુ 410 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 બીમારીમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 21.506 થઇ ગઇ છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 3.45 લાખથી વધુ સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે.
 • રાજસ્થાન: રાજ્યમાં આજે સવારે કોવિડ-19ના નવા 91 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 16,387 થઇ છે. હાલમાં રાજસ્થાનમાં સક્રિય કેસની સંખ્યા 3,072 છે જ્યારે આજદિન સુધીમાં 380 દર્દીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા છે. સમગ્ર રાજ્યમાં કોટામાં સૌથી વધુ પોઝિટીવ કેસ એટલે કે 23 દર્દી નોંધાયા છે જ્યારે તે પછી ભરતપુરમાં 17 કેસ અને જયપુરમાં 15 નવા કેસ નોંધાયા છે.
 • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના નવા 147 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 12,595 થઇ છે. આમાંથી 2434 કેસ હાલમાં સક્રિય છે અને 9619 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કોરોના વાયરસથી કુલ 542 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની વૃદ્ધિનો દર 1.46% છે જે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછો છે. સમગ્ર દેશમાં દર્દી સાજા થવાના સૌથી વધુ દરમાં રાજસ્થાન પછી બીજા ક્રમે મધ્યપ્રદેશ છે. અહીં દર્દીઓ સાજા થવાનો દર 76.4% છે.
 • છત્તીસગઢ: રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 33 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાથી કોવિડ-19ના કુલ નોંધાયેલા દર્દીની સંખ્યા 2,456 થઇ છે. તેમાંથી હાલમાં 715 સક્રિય કેસ સારવાર હેઠળ છે. રાજ્યમાં આજદિન સુધીમાં 1729 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થયા છે. છત્તીસગઢ સરકારે ક્લબો, શોપિંગ મૉલ અને રેસ્ટોરન્ટ્સ તેમજ હોટેલો ફરી ખોલવાની મંજૂરી આપી છે.
 • ગોવા: ગોવામાં કોવિડ-19ના વધુ 44 પોઝિટીવ દર્દીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસની સંખ્યા 995 સુધી પહોંચી ગઇ છે જેમાંથી 658 સક્રિય કેસ હાલમાં સારવાર હેઠળ છે.
 • આસામ: કોવિડ-19ના સતત વધી રહેલા કેસોના કારણે આસામ રાજ્ય સરકારે 28 જૂનને રવિવારે સાંજે 7 વાગ્યાથી 12 જુલાઇ 2020 સુધી ગુવાહાટીમાં લૉકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
 • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 21,274 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 129 છે જ્યારે 42 દર્દીઓ સાજા થઇ ગયા છે. 1441 સેમ્પલના પરીક્ષણની રાહ જોવાઇ રહી છે.
 • મણિપુર: મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં કોવિડ-19ના પોઝિટીવ કેસની સૌથી વધુ સંખ્યા 162 દર્દી છે જ્યારે તે પછી 116 દર્દી સાથે ચુરાચંદપુર અને 111 કેસ સાથે ઉખરુલ આવે છે. અત્યાર સુધીમાં અહીં કુલ 702 કેસ કોવિડ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 354 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે.
 • મિઝોરમ: મિઝોરમમાં, 17 દર્દીઓ કોરોનાની બીમારીમાંથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના 147 કેસમાંથી 100 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે 47 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
 • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 371 છે જ્યારે સક્રિય કેસ 211 અને સાજા થયેલાની સંખ્યા 160 છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 (Release ID: 1634642) Visitor Counter : 46