સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ 96,000 કરતાં વધારે નોંધાઇ
કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 58.24% નોંધાયો
Posted On:
26 JUN 2020 3:08PM by PIB Ahmedabad
ભારત સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા તબક્કાવાર, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાંના પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે.
હાલમાં દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસની સરખામણીએ 96,173 વધુ નોંધાઇ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 13,940 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,85,636 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ કારણે, કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર વધીને 58.24% નોંધાયો છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,89,463 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે લેબોરેટરીઓની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને ICMR દ્વારા છેલ્લા 24 કલાકમાં 11 નવી પરીક્ષણ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના પરીક્ષણની સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1016 થઇ ગઇ છે. આમાં 737 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 279 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.
તેની વર્તમાન સ્થિતિ નીચે દર્શાવ્યા અનુસાર છે:
- વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 560 (સરકારી: 359 + ખાનગી: 201)
- TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 369 (સરકારી: 346 + ખાનગી: 23)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 87 (સરકારી: 32 + ખાનગી: 55)
દેશમાં દરરોજ કોરોના વાયરસના પરીક્ષણ માટે વધુને વધુ સંખ્યામાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,15,446 સેમ્પલનું કોવિડ-19 માટે વિવિધ લેબોરેટરીઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 77,76,228 સુધી પહોંચી ગયો છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1634519)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam