પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીના હસ્તે ' આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન'નો પ્રારંભ

Posted On: 26 JUN 2020 2:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન' નો પ્રારંભ કર્યો હતો. યોજના હેઠળ સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.

પ્રસંગે વાત કરતાં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને કારણે જે કોઈ તકલીફો ઉભી થઈ છે તે સૌ પાર કરી શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે જ્યાં સુધી રસીની શોધ કરવામાં આવે ત્યાં સુધી બે ગજનુ અંતર જાળવવામાં આવે અને ચહેરાને ઢાંકવામાં આવે તે ઉત્તમ સાવચેતી બની રહે છે.

ઉત્તરપ્રદેશે જે રીતે આફતને અવસરમાં પલટવાનુ કામ કર્યું અને જે રીતે મહામારી દરમ્યાન લોકોને સાંકળવામાં આવ્યા તે અંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોએ પણ 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન ' માંથી ઘણુ બધુ શિખવાનુ છે અને તેમને આમાંથી પ્રેરણા મળી રહેશે.

દુનિયા જ્યારે કોરોના જેવી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશે દાખવેલી હિંમત અને ધૈર્યની  પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે જે રીતે રાજ્યને સફળતા હાંસલ થઈ અને જે રીતે તેમણે પરિસ્થિતિ સાથે કામ પાર પાડયુ તે એક અભૂતપૂર્વ અને પ્રશંસાપાત્ર બાબત છે.

પ્રધાનમંત્રીએ પ્રસંગે ડોકટરો પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન સ્ટાફ, પોલિસ, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, બેંકો અને પોસ્ટ ઓફિસો, પરિવહન સેવાઓ અને ઉત્તરપ્રદેશના કામદારોએ જે પ્રકારે યોગદાન આપ્યુ તેની પ્રશંસા કરી હતી.

ઉત્તર પ્રદેશની સરકારે સેંકડો શ્રમિક એક્સપ્રેસ ટ્રેનની વ્યવસ્થા કરીને રાજ્યના શ્રમિકોને પાછા લાવવામાં જે ઉમદા કામગીરી બજાવી તેની  પ્રધાનમંત્રીએ પ્રસંગે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે છેલ્લાં થોડાં સપ્તાહમાં 30 લાખથી વધુ પ્રવાસી શ્રમિકો ઉત્તર પ્રદેશનાં વિવિધ ગામમાં પાછા ફર્યા છે.

તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી પરિસ્થિતિની ગંભીરતાને સારી રીતે સમજી શકયા છે અને તેમની સરકારે પરિસ્થિતિના સંદર્ભમાં યુધ્ધના દોરણે કામગીરી હાથ ધરી છે.

કોઈ ગરીબ ભૂખ્યો ના રહે તે માટે ઉત્તર પ્રદેશ સરકારે જે અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી તેની  પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશ સરકારે  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબો અને સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોને રેશન પૂરૂ પાડવામાં ખૂબ ઝડપ દાખવી હતી. જે લોકો પોસે રેશન કાર્ડ હતાં તેમને પણ યોજના હેઠળ રેશન પૂરૂ પાડવામાં આવ્યુ હતું. તેમણે કહ્યુ કે કામગીરી ઉપરાંત ઉત્તર પ્રદેશની 75 લાખ ગરીબ મહિલાઓના ખાતાંમાં પાંચ હજાર કરોડ જેટલી રકમની સીધી જમા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ પ્રસંગે કહ્યું કે ભારતને ખૂબ ઝડપથી આત્મનિર્ભરતાને પંથે લઈ જવાની ઝુંબેશમાં તથા આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ ઉત્તર પ્રદેશ મોખરે રહીને કામગીરી કરી રહ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ગામડાંમાં શ્રમિકોની આવકમાં વધારો કરવા માટે ઘણાં કામ હાથ ધરવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે ગ્રામ વિકાસ સંબંધી યોજનાઓમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમો (એમએસએમઈ)ની ગ્રામ વિકાસ સંબંધી યોજનાઓમાં આશરે 60 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે ઉપરાંત હજારો લોકોને સ્વરોજગાર મળી રહે તે માટે મુદ્રા યોજના હેઠળ રૂ. 10,000 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે.

શ્રી મોદીએ જણાવ્યુ હતું કે જ્યારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ સમગ્ર દેશમાં આવાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે ઉદ્યોગોનાં કલસ્ટર ઉભાં કરવામાં આવશે ત્યારે ઉત્તરપ્રદેશને તેનો અપાર લાભ થશે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ખેતી ક્ષેત્રે જે સુધારા જાહેર કરવામાં આવ્યા છે તેની ઉપર પ્રકાશ પાડતાં જણાવ્યુ હતું કે સુધારાથી વિવિધ કાયદા હેઠળ ખેડૂતોને લાગેલી બેડીઓ દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ખેડૂતો હવે તેમની ઉપજ ભારતમાં કોઈ પણ જગાએ વેચવા માટે મુક્ત છે અને ખેડૂતો વાવણી કરતી વખતે પોતાની ઉપજની કીંમત પણ જાતે નક્કી કરી કરશે.

તેમણે કહ્યુંકે આપણા પશુધન વગેરે માટે પણ ઘણાં નવાં કદમ ભરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે રૂ. પંદર હજાર કરોડનુ ખાસ ભંડોળની રચના પશુધન તથા ડેરી ક્ષેત્ર માટે કરવામાં આવી છે,

પ્રધાનમંત્રીએ કુશીનગરને આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો દરજ્જે અપાયો હોવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે અહીં બુધ્ધિસ્ટ સર્કીટ વિકસાવવામાં નિર્ણય ઘણો મહત્વનો બની રહેશે. નિર્ણયથી પૂર્વાંચલમાં એર કનેક્ટિવિટીને મજબૂતી પ્રાપ્ત થશે તથા ભારતમાંથી તથા વિદેશના મહાત્મા બુધ્ધના કરોડો શ્રધ્ધાળુ હવે આસાનીથી ઉત્તર પ્રદેશ સુધી પહોંચી શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે માત્ર ત્રણ વર્ષના ગાળામાં ગરીબો માટે 30 લાખથી વધુ આવાસોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ઉત્તરપ્રદેશ ખુલ્લામાં હાજતે જવામાંથી મુક્ત થયુ છે. ઉત્તરપ્રદેશની સરકારે પારદર્શક પદ્ધતિથી 3 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડી છે.

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં બાળ મૃત્યુનો દર અટકાવવા માટે લેવામાં આવેલાં પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યુ હતું અને તેમણે કેવી રીતે વિતેલાં માત્ર ત્રણ વર્ષના ગાળામાં પૂર્વાંચલ વિસ્તારમાં એન્સેફેલાઈટીસના દર્દીઓની સંખ્યામાં 90 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં વીજળી પાણી અને માર્ગ વિકાસ જેવી પાયાની માળખાગત સુવિધાઓ બાબતે જે અભૂતપૂર્વ સુધારો થયો છે તે અંગે પણ વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ વિવિધ લાભાર્થીઓ અને સહયોગીઓ સાથે પણ સંવાદ કર્યો હતો, જેમાં ગોંડામાં સ્વ સહાય જૂથની નેતાગીરી સંભાળતાં કુ. વિનિતા પાલ, બહરાઈચ જીલ્લાના  પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી શ્રી તિલક રામ, સંત કબીર નગર જીલ્લાના ઉદ્યોગસાહસિક શ્રી અમરેન્દ્ર કુમાર વગેરે સાથે તેમના અનુભવો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે મુંબઈથી પરત આવેલા શ્રી કુરબાન અલી, ગોરખપુર જીલ્લાના શ્રી નગેન્દ્રસિંઘ અને જાલૌન જીલ્લાના શ્રી દીપુ જેવા વિવિધ પ્રવાસી શ્રમિકો સાથે પણ વાતચીત કરી હતી.

 

GP/DS

 



(Release ID: 1634514) Visitor Counter : 338