ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી


“રથયાત્રાના પાવન અવસરે હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાછવું છુ” - કેન્દ્રીય ગૃહમંત્રી

“મહાપ્રભુ જગન્નાથજી સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ આપે તેવી અભ્યર્થના” - શ્રી અમિત શાહ

“ભગવાન જગન્નાથજી સૌના પર તેમની કૃપા વરસાવે અને બહુ ઝડપથી દેશને કોરોના મહામારીમાંથી મુક્ત કરે તેવી શુભેચ્છા. જગ જગન્નાથ!” - શ્રી અમિત શાહ

Posted On: 23 JUN 2020 11:26AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે લોકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાછવી છે. શ્રી અમિત શાહે ટ્વીટ કરીને લોકોને સંદેશો પાઠવ્યો હતો કે, “રથયાત્રાના પાવન અવસર પર હું સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છુ. મહાપ્રભુ જગન્નાથજી સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ આપે તેવી અભ્યર્થના. ભગવાન જગન્નાથજી સૌના પર તેમની કૃપા વરસાવે અને ઝડપથી દેશને કોરોનાની મહામારીમાંથી મુક્તિ અપાવે તેવી શુભેચ્છા. જય જગન્નાથ!”

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કાલે પુરીની રથયાત્રાને મંજૂરી આપવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો હતો. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રથયાત્રાને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી હોવાથી સમગ્ર દેશમા ઉત્સાહ અને આનંદનો માહોલ વ્યાપી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમની સાથે સાથે દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે ખૂબ હર્ષની વાત છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓની ભાવના સમજવા ઉપરાંત મામલે સકારાત્મક ઉકેલો પણ કાઢ્યા અને તેના માટે તુરંત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેના કારણે આપણી મહાન પરંપરા જળવાઇ રહી છે.

 

 

 

GP/DS



(Release ID: 1633648) Visitor Counter : 168