પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 સામે લડવા માટે PM CARES ભંડોળ હેઠળ 50,000 મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર્સ અપાશે

Posted On: 23 JUN 2020 11:15AM by PIB Ahmedabad

PM CARES ભંડોળ ટ્રસ્ટ દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોવિડ હોસ્પિટલો માટે 50,000 'મેડ ઇન ઇન્ડિયા' વેન્ટિલેટર્સનો જથ્થો પૂરો પાડવા માટે રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં, રૂ. 1000 કરોડ વિસ્થાપિત શ્રમિકો માટે કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ કરવા માટે ફાળવવામાં આવ્યા છે.

 

50,000 વેન્ટિલેટર્સમાંથી 30,000 વેન્ટિલેટર્સનું ઉત્પાદન મેસર્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા, 20,000 વેન્ટિલેટર્સનું ઉત્પાદન AgVa હેલ્થકેર (10000), AMTZ બેઝિક (5650), AMTZ હાઇ એન્ડ (4000) અને સંબંધિત મેડિકલ (350) દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2923 વેન્ટિલેટરનું ઉત્પાદન થઇ ગયું છે જેમાંથી 1340 વેન્ટિલેટર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી દેવામાં આવ્યા છે. વેન્ટિલેટરનો જથ્થો પ્રાપ્ત કરનારા અગ્રણી રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (275), દિલ્હી (275), ગુજરાત (175), બિહાર (100), કર્ણાટક (90), રાજસ્થાન (75) છે. વર્ષ 2020ના અંત સુધીમાં, વધારાના 14,000 વેન્ટિલેટરની ડિલિવરી અલગ અલગ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરી દેવામાં આવશે.

 

વધુમાં, રૂપિયા 10,000 કરોડની રકમ પહેલાંથી રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વિસ્તાપિત શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ કરવા માટે ફાળવી દેવામાં આવ્યા છે. ભંડોળનું વિતરણ વર્ષ 2011ના વસ્તી ગણતરીના આંકડાના આધારે 50% હિસ્સો વસ્તી આધારિત, 40% હિસ્સો કોવિડ-19ના કેસોની સંખ્યા આધારિત અને 10% હિસ્સો તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમાન પ્રકારે વિતરિત કરવામાં આવ્યો છે. સહાયનો ઉપયોગ વિસ્થાપિત શ્રમિકો માટે આશ્રય, ભોજન, તબીબી સારવાર અને પરિવહનની કામગીરીઓ માટે ખર્ચવામાં આવશે. અનુદાન પ્રાપ્ત કરનારા મુખ્ય રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (181 કરોડ), ઉત્તરપ્રદેશ (103 કરોડ), તામિલનાડુ (83 કરોડ), ગુજરાત (66 કરોડ), દિલ્હી (55 કરોડ), પશ્ચિમ બંગાળ (53 કરોડ), બિહાર (51 કરોડ), મધ્યપ્રદેશ (50 કરોડ), રાજસ્થાન (50 કરોડ) કર્ણાટક (34 કરોડ) છે.

 

 

GP/DS


(Release ID: 1633645) Visitor Counter : 333