પ્રધાનમંત્રીનું કાર્યાલય

આ અભિયાનમાં ટકાઉક્ષમ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગામડાંઓમાં ઇન્ટરનેટ જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગારીને વેગવાન બનાવવા અને કોવિડ-19 મહામારીના પગલે, 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કર્યો

ગ્રામીણ વિસ્થાપિત શ્રમિકોને તેમના ઘરની નજીકમાં કામ મેળવવામાં મદદરૂપ થવા માટે તેમના કૌશલ્યના મેપિંગની કામગીરી થઇ ગઇ છે: પ્રધાનમંત્રી

મિશન મોડ અભિયાન અંતર્ગત 6 રાજ્યોના 116 જિલ્લામાં 125 દિવસમાં રૂ. 50,000 કરોડના મૂલ્યની પરિયોજનાઓ અમલ મૂકવામાં આવશે

Posted On: 20 JUN 2020 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારીના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્થાપિત શ્રમિકો દેશના જે વિસ્તારો/ ગામડાંઓમાં ખૂબ મોટી સંખ્યામાં પરત ફર્યા છે ત્યાં તેમને આજીવિકાની તકો પૂરી પાડવા અને તેમને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજેગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનામથી મોટાપાયે રોજગારી અને ગ્રામીણ જાહેર કાર્યોના અભિયાનનો આરંભ કરાવ્યો છે. 20 જૂન 2020 (શનિવાર)ના રોજ પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારના ખગરિયા જિલ્લામાં આવેલા બેલદૌર બ્લોકના તેલીહર ગામથી અભિયાનનો પ્રારંભ કર્યો છે જેમાં 6 સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધિઓ તેમજ વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની ઔપચારિક શરૂઆત કરી બિહારના ખગરિયા જિલ્લાના તેલીહર ગામના લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કેટલાક વિસ્થાપિતોને તેમની વર્તમાન રોજગારીની સ્થિતિ અંગે પ્રશ્નો કર્યા હતા અને લૉકડાઉનના સમય દરમિયાન શરૂ કરવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમને ઉપલબ્ધ થઇ છે કે નહીં તેની પણ માહિતી મેળવી હતી.

શ્રી મોદીએ તેમના વાર્તાલાપ પછી સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, કેવી રીતે કોવિડ-19 સામેની લડાઇમાં ગ્રામીણ ભારત અડગ રીતે ઉભું છે અને કેવી રીતે, તેઓ કટોકટીની ક્ષણોમાં સમગ્ર દેશ અને આખી દુનિયાને પ્રેરણા આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને, ગરીબો અને વિસ્થાપિત શ્રમિકોના કલ્યાણ માટે ચિંતિત છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.75 લાખ કરોડના પેકેજ સાથે શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, પોતાના વતન પરત ફરવા માંગતા વિસ્થાપિત શ્રમિકોને મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ દિવસને એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો કારણ કે, અભિયાન સાથે ગરીબોના કલ્યાણ માટે, તેમની રોજગારી માટે એક મહા અભિયાનનો પ્રારંભ થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, અભિયાન ગામડાંઓમાં રહેલા આપણા શ્રમિક ભાઇઓ અને બહેનો, યુવાનો, બહેનો અને દીકરીઓને સમર્પિત છે. અભિયાન દ્વારા કામદારોને તેમના ઘરની નજીકમાં કામ મળી રહે તેવો અમારો પ્રયાસ છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત રૂ. 50,000 કરોડ જેટલી માતબર રકમ ટકાઉક્ષમ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ખર્ચવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, ગામડાંઓમાં રોજગારી માટે 25 કાર્યક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યા છે જે વિવિધ કાર્યોના વિકાસ માટે છે. 25 કાર્યો અથવા પરિયોજનાઓમાં ગામડાંઓની જરૂરિયાતો જેમકે, ગરીબો માટે ગ્રામીણ આવાસ, વૃક્ષારોપણ, જળ જીવન મિશન અંતર્ગત પીવાનું પાણી ઉપલબ્ધ કરવાની જોગવાઇ, પંચાયત ભવનો, સામુદાયિક શૌચાલયો, ગ્રામીણ મંડી, ગ્રામીણ રસ્તાઓ, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે, પશુધન માટેના શેડ, આંગણવાડી ભવનો વગેરે સામેલ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડશે. તેમણે કહ્યું હતું કે, દરેક ગામડાંમાં યુવાનો અને બાળકોને મદદરૂપ થવા માટે દરેક ગ્રામીણ પરિવારોમાં હાઇસ્પીડ અને ચીપ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે તેની ખૂબ મોટી જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલી વખત એવું બન્યું છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ઇન્ટરનેટનો ઉપયોગ થઇ રહ્યો છે. આથી, ફાઇબર કેલબ નાખવા અને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવી તે પણ અભિયાનનો ભાગ છે.

લોકો તેમના પોતાના ગામમાં રહેશે અને પોતાના પરિવાર સાથે રહેશે અને સાથે સાથે કાર્યો પણ થઇ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર ખેડૂતો પણ એટલા પ્રમાણમાં મહત્વના છે. તેમણે કહ્યું કે, સરકારે અનિચ્છિત કાયદાઓ અને નિયમનો નાબૂદ કરીને તેના કારણે ઉભા થતા સંખ્યાબંધ અવરોધો દૂર કર્યા છે જેથી ખેડૂતો મુક્ત રીતે સમગ્ર દેશમાં કોઇપણ જગ્યાએ તેમની ઉપજનું વેચારણ કરી શકે અને તેમની ઉપજનો સારો ભાવ આપતા વેપારીઓ સાથે તેઓ સીધા જોડાઇ શકે.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને સીધા બજાર સાથે સાંકળવામાં આવી રહ્યા છે અને સરકારે કોલ્ડ સ્ટોરેજ વગેરે લિંક કરવા માટે રૂપિયા 1,00,000 કરોડનું રોકાણ પૂરું પાડ્યું છે.

125 દિવસ સુધી ચાલનારા અભિયાનમાં, મિશન મોડ ધોરણે ગ્રામીણ કાર્યો હાથ ધરવામાં આવશે. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો પરત ફર્યા છે તેવા રાજ્યો એટલે કે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશાના 116 જિલ્લામાં 25 કાર્યો/પ્રવૃત્તિઓની શ્રેણીમાં અભિયાનનો અમલ કરવામાં આવશે. અભિયાન દરમિયાન હાથ ધરવામાં આવનારા જાહેર કાર્યો રૂપિયા 50,000 કરોડના મૂલ્યના છે.

અભિયાન અલગ અલગ 12 મંત્રાલયો/ વિભાગોના સંકલનથી અમલમાં આવશે જેમાં ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો, ખાણકામ, પીવાલાયક પાણી અને સફાઇકામ, પર્યાવરણ, રેલવે, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, નવી અને અક્ષય ઉર્જા, સરહદી માર્ગો, ટેલિકોમ અને કૃષિ સામેલ છે. 25 જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો અને આજીવિકાની તકોમાં વૃદ્ધિ કરનારા કાર્યોના ઝડપી અમલ માટે તમામ વચ્ચે સંકલન કરવામાં આવશે. અભિયાનના મુખ્ય હેતુઓ નીચે ઉલ્લેખ કર્યા પ્રમાણે છે:

  • પરત ફરેલા વિસ્થાપિતો અને તેવી રીતે અસરગ્રસ્ત ગ્રામીણ લોકોને આજીવિકાની તક પૂરી પાડવી.
  • ગામડાઓને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પરિપૂર્ણ કરવા અને રોજગારીની તકોનું સર્જન કરવું જેમાં માર્ગો, આવાસ, આંગણવાડી, પંચાયત ભવનો, વિવિધ આજીવિકાની મિલકતો અને સામુદાયિક ભવનનોનું નિર્માણ તેમજ અન્ય કાર્યો સામેલ છે.
  • સંખ્યાબંધ પ્રકારના વિવિધતાપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા હોવાથી, આગામી 125 દિવસમાં દરેક વિસ્થાપિત શ્રમિકને તેમના કૌશલ્ય પ્રમાણે રોજગારીની તક પૂરી પાડવાનું સુનિશ્ચિત થઇ શકશે. કાર્યક્રમ લાંબાગાળા માટે રોજગારીનું વિસ્તરણ અને સર્જન પણ કરશે.

 

ગ્રામીણ વિકાસ મંત્રાલય અભિયાન માટે નોડલ મંત્રાલય છે અને અભિયાનનો અમલ રાજ્ય સરકારો સાથે ખૂબ નીકટતાપૂર્વક સંકલન સાથે કરવામાં આવશે. સંયુક્ત સચિવ અને તેનાથી ઉપલા સ્તરના કેન્દ્રીય નોડલ અધિકારીઓને વિવિધ જિલ્લામાં અલગ અલગ યોજનાઓના અસરકારક અને સમયસર અમલીકરણ પર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરવામાં આવશે.

જે રાજ્યોમાં GKRAનો અમલ કરવાનો છે તેની યાદી નીચે પ્રમાણે છે

અનુક્રમ નંબર

રાજ્યનું નામ

જિલ્લાની સંખ્યા

મહત્વાકાંક્ષી જિલ્લા

1

બિહાર

32

12

2

ઉત્તરપ્રદેશ

31

5

3

મધ્યપ્રદેશ

24

4

4

રાજસ્થાન

22

2

5

ઓડિશા

4

1

6

ઝારખંડ

3

3

કુલ જિલ્લા

116

27

 

જે 25 કાર્યો અને પ્રવૃત્તિઓને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા માટે લક્ષ્યમાં રાખવામાં આવી છે તેની યાદી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે:

 

અનુક્રમ નંબર

કાર્ય/ પ્રવૃત્તિ

અનુક્રમ નંબર

કાર્ય/ પ્રવૃત્તિ

1

સામુદાયિક સેનિટેશન કેન્દ્ર (CSC)નું નિર્માણ

14

પશુધનને રાખવા માટે શેડના બાંધકામના કાર્યો

2

ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ

15

પોલ્ટ્રી શેડના બાંધકામના કાર્યો

3

14મા FC ફંડ્સના કાર્યો

16

બકરીઓને રાખવાના શેડના બાંધકામના કાર્યો

4

રાષ્ટ્રીય ધોરીમાર્ગોના બાંધકામના કાર્યો

17

વર્મી-કોમ્પોસ્ટ માળખાઓના બાંધકામના કાર્યો

 

5

જળ સંરક્ષણ અને સંચયના કાર્યો

18

રેલવે

6

કુવાઓનું નિર્માણ

19

RURBAN

7

વાવેતરના કાર્યો

20

PM કુસુમ

8

બાગાયત

21

ભારત નેટ

9

આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ

22

CAMPA વાવેતર

10

ગ્રામીણ આવાસના બાંધકામના કાર્યો

23

PM ઉર્જા ગંગા પરિયોજના

11

ગ્રામીણ કનેક્ટિવિટીના કાર્યો

24

આજીવિકા માટે KVK તાલીમ

12

ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનના કાર્યો

25

જિલ્લા ખનીજ ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT)ના કાર્યો

13

ખેતરોમાં તળાવોના બાંધકામના કાર્યો

 

 

 

GP/DS

 (Release ID: 1632920) Visitor Counter : 351