સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ્સ
દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થયા
દર્દીઓનો સાજા થવાનો દર વધીને 54.13% નોંધાયો
Posted On:
20 JUN 2020 3:35PM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,120 લોકો સાજા થઇ ગયા છે. આ સાથે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 54.13% સુધી પહોંચી ગયો છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,68,269 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.
સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 715 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 259 (કુલ 974 લેબોરેટરી) કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:
- વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 543 (સરકારી: 350 + ખાનગી: 193)
- TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 356 (સરકારી: 338 + ખાનગી: 18)
- CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 75 (સરકારી: 27 + ખાનગી: 48)
છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,89,869 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 66,16,496 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો
ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના
હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1632909)
Visitor Counter : 272
Read this release in:
Punjabi
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam