નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ - અત્યાર સુધીની પ્રગતિ


પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધુ ગરીબ લોકોએ રૂ. 65,454 કરોડની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી છે

Posted On: 20 JUN 2020 2:17PM by PIB Ahmedabad

રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ ચૂકવણીની જાહેરાત કરી છે. પેકજની જોગવાઇઓના ઝડપી અમલીકરણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધારે ગરીબ લોકોએ રૂ.65,454 કરોડની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી છે.

PMGKPની વિવિધ જોગવાઇઓ અંતર્ગત અત્યાર સુધી પ્રાપ્ત કરવામાં આવેલી પ્રગતિ નીચે મુજબ છેઃ

 

  • 8.94 કરોડ લાભાર્થીઓને PM-KISANના પ્રથમ હપ્તાની ચૂકવણી પેટે રૂ. 17,891 કરોડની આગોતરી ચૂકવણી.
  • પ્રથમ હપ્તા તરીકે 20.65 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,325 કરોડ જમા કરવામાં આવ્યાં. બીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,315 કરોડ જમા કરવામાં આવ્યાં. ત્રીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ.10,312 કરોડ જમા કરવામાં આવ્યાં.
  • બે હપ્તાઓમાં 2.81 કરોડ વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ અને દિવ્યાંગોને કુલ રૂ. 2814.5 કરોડનું વિતરણ કરવામાં આવ્યું. તમામ 2.81 કરોડ લાભાર્થીઓને બે હપ્તાઓમાં લાભોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું.
  • ભવન નિર્માણ અને બાંધકામ ક્ષેત્રના 2.3 કરોડ શ્રમિકોએ રૂ. 4312.82 કરોડ જેટલી રકમની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી.
  • એપ્રિલ મહિના માટે અત્યાર સુધી 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 113 લાખ મેટ્રિક ટ્રન અનાજનો જથ્થો ઉપાડવામાં આવ્યો છે. એપ્રિલ 2020 માટે 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 74.03 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 37.01 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. મે 2020 માટે 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 72.83 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 36.42 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જૂન 2020 માટે 29 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 27.18 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 13.59 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્રણ મહિના માટે ફાળવવામાં આવેલા 5.8 લાખ મેટ્રિક ટન કઠોળમાંથી વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 5.68 લાખ મેટ્રિક ટન કઠોળનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે. અત્યાર સુધી 19.4 કરોડ આવા લાભાર્થીઓમાંથી 16.3 કરોડ ઘરેલું લાભાર્થીઓને કુલ 3.35 લાખ મેટ્રિક ટન કઠોળના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ એપ્રિલ મહિના માટે 100% કઠોળના જથ્થાનું વિતરણ કર્યુ છે, 20 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ મે મહિના માટે 100% વિતરણ પૂર્ણ કર્યુ છે, જૂન મહિના માટે 7 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ 100% વિતરણ પૂર્ણ કર્યુ છે.
  • આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત, સરકારે 2 મહિના માટે વિસ્થાપિત શ્રમિકો વિનામૂલ્યે ખાદ્ય પૂરવઠો અને ચણાના વિતરણની જાહેરાત કરી છે. 19 જૂન, 2020 સુધીમાં, 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 6.3 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન જથ્થો ઉપાડવામાં આવ્યો છે. વધુમાં યોજના માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને 34,074 મેટ્રિક ટન ચણાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
  • યોજના અંતર્ગત અત્યાર સુધી એપ્રિલ અને મે 2020 માટે કુલ 8.52 કરોડ PMUY સિલિન્ડર નોંધાવવામાં આવ્યાં છે અને તેની આપૂર્તિ કરવામાં આવી છે. અને જૂન 2020 માટે 2.1 કરોડ PMUY સિલિન્ડર નોંધાવવામાં આવ્યાં છે અને જૂન 2020 માટે લાભાર્થીઓને 1.87 કરોડ PMUY વિનામૂલ્યે સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યાં છે.
  • EPFOના 20.22 લાખ સભ્યોએ EPFO ખાતાંમાંથી રૂ. 5,767 કરોડ રકમ નોન-રિફંડેબલ એડવાન્સ પેટે ઑનલાઇન ઉપાડવાનો લાભ મેળવ્યો છે.
  • 01-04-2020થી અમલી બને તે રીતે વધેલા દરો અધિસૂચિત કરવામાં આવ્યાં છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 88.73 કરોડ વ્યક્તિના માનવ-દિનની કામગીરીનું સર્જન કરવામાં આવ્યું છે. વધુમાં પડતર પગાર અને સામગ્રીની બાકી રકમ માટે સુવિધા પૂરી પાડવા રાજ્યોને રૂ. 36,379 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • 65.74 લાખ કર્મચારીઓના ખાતાંમાં રૂ. 996.46 કરોડ જેટલી રકમનું 24% EPF યોગદાન હસ્તાંતરિત કરવામાં આવ્યું છે.
  • જિલ્લા ખાણ ભંડોળ (DMF) અંતર્ગત, રાજ્યોને ફંડમાંથી 30% રકમનો ખર્ચ કરવા કહેવામાં આવ્યું છે, જેની રકમ રૂ. 3,787 કરોડ છે અને અત્યાર સુધી રૂ. 183.65 કરોડ ખર્ચ કરવામાં આવ્યાં છે.
  • સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં આરોગ્ય કામદારો માટે 30 માર્ચ, 2020થી અમલી બને તે રીતે વીમા યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. યોજનાનું અમલીકરણ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ સ્કિમ કરી રહી છે. યોજનાની મુદત સપ્ટેમ્બર મહિના સુધી વધારવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

19/06/2020 સુધીમાં કુલ સીધો લાભ હસ્તાંતર

 

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રકમ

PMJDY મહિલા ખાતાંધારકોને સહાયતા

1લો હપ્તો - 20.65 કરોડ(100%)

2જો હપ્તો –20.63 કરોડ

3જો હપ્તો  - 20.62 કરોડ (100%)

1લો હપ્તો –10,325 કરોડ

2જો હપ્તો – 10,315 કરોડ

3જો હપ્તો –10,312 કરોડ

NSAP (વૃદ્ધ વિધવાઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો)ને સહાયતા

2.81 કરોડ (100%)

2814 કરોડ

PM-KISAN અંતર્ગત ખેડૂતોને આગોતરી ચૂકવણી

8.94 કરોડ

17891 કરોડ

ભવન નિર્માણ અને અન્ય બાંધકામ કામદારોને સહાયતા

2.3 કરોડ

4313 કરોડ

EPFOમાં 24% ફાળો

.66 કરોડ

996 કરોડ

ઉજ્જવલા

1લો હપ્તો – 7.48

2જો હપ્તો – 4.48

8488 કરોડ

કુલ

42.84 કરોડ

65,454 કરોડ

 

 

GP/DS



(Release ID: 1632903) Visitor Counter : 340