સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દેશમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 52.47% નોંધાયો

MoHFWએ કોવિડ-19 સંબંધિત ભેદભાવની ભાવના દૂર કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી

Posted On: 16 JUN 2020 2:15PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19થી પીડાતા 10,215 દર્દીઓ બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,80,012 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.47% નોંધાયો છે જે તથ્ય સૂચિત કરે છે કે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ દર્દીઓમાંથી અડધાથી વધુ દર્દીઓ બીમારીમાં સાજા થઇ ગયા છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,53,178 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19થી અસરગ્રસ્ત લોકોને જે ભેદભાવની ભાવનાનો સામનો કરવો પડે છે તે દૂર કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ, અગ્ર હરોળમાં રહીને કામ કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ, તેમના પરિવારો વગેરેને સમાવી લેવામાં આવ્યા છે માર્ગદર્શિકા અહીં આપેલી લિંક પરથી ઉપલબ્ધ છે.

 

https://www.mohfw.gov.in/pdf/GuidetoaddressstigmaassociatedwithCOVID19.pdf

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS


(Release ID: 1631925) Visitor Counter : 242