સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 51.08% સુધી પહોંચ્યો

ભારતમાં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ કરવા માટે 900થી વધુ સમર્પિત લેબોરેટરી કામ કરી રહી છે

Posted On: 15 JUN 2020 5:38PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં 7419 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,69,797 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર વધીને 51.08% થઇ ગયો છે જે સૂચક તથ્ય બતાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી અડધા દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,53,106 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

 

ICMR દ્વારા નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા માટે સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સતત વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં 653 સરકારી લેબોરેટરી અને 248 ખાનગી લેબોરેટરી (કુલ 901 લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,15,519 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 57,74,133 સેમ્પલનું કોરોના વાયરસના નિદાન માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

 

GP/DS



(Release ID: 1631774) Visitor Counter : 200