ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી


બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી અનિલ બૈજલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના નિદેશક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

દેશની રાજધાની દિલ્હીને સુરક્ષિત રાખવા અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ - કેન્દ્રીય ગૃહમંત્રી

મોદી સરકારે તાત્કાલિક 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો જેથી દિલ્હીમાં કોરોનાના દર્દીઓને રાખવા માટે 8000 બેડ વધશે- શ્રી અમિત શાહ

ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું – દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના પરીક્ષણની સંખ્યા વધારીને બમણી કરવામાં આવશે અને 6 દિવસ પછી ત્રણ ગણી કરવામાં આવશે

દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણના ઇલાજ માટે ખાનગી હોસ્પિટલોના કોરોના બેડમાંથી 60% બેડ ઓછા દરમાં ઉપલબ્ધ કરાવવા, કોરોનાની સારવાર અને કોરોનાના પરીક્ષણનો દર નિર્ધારિત કરવા માટે સમિતિની રચના કરવામાં આવી - શ્રી અમિત શાહ

Posted On: 14 JUN 2020 4:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની રાજધાની દિલ્હીને સુરક્ષિત રાખવા માટે અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ છે. રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીની જનતાની સુરક્ષા અને કોરોના સંક્રમણને રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.

શ્રી શાહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે બેડની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્રી મોદી સરકારે તાત્કાલિક 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે જેથી રાજધાનીમાં 8000 બેડની સંખ્યા વધી જશે. કોચ કોરોના સંક્રમણ સામે લડવા માટે તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ (કોન્ટેક્ટ મેપિંગ) સારી રીતે થઇ શકે તે માટે ઘરે ઘરે જઇને દરેક વ્યક્તિનો વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. તેનો અહેવાલ એક અઠવાડિયામાં આવી જશે. શ્રી શાહે એવું પણ કહ્યું હતું કે, સાથે સારી રીતે મોનિટરિંગ થઇ શકે તે માટે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં દરેક વ્યક્તિના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવશે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના પરીક્ષણની સંખ્યા બમણી કરવામાં આવશે અને આગામી 6 દિવસમાં ત્રણ ગણી કરી દેવામાં આવશે. સાથે , થોડા દિવસ પછી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર પરીક્ષણની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

દિલ્હીની નાની હોસ્પિટલો સુધી કોરોના માટે સાચી માહિતી અને દિશાનિર્દેશ આપવા માટે મોદી સરકારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં ફોન પર માર્ગદર્શન (ટેલીફોનિક ગાઇડન્સ) પૂરું પાડવા માટે વરિષ્ઠ ડૉક્ટરોની એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. તેનાથી પાયાના સ્તર સુધી કોરોના સામે લડવા માટે સર્વશ્રેષ્ઠ પ્રણાલીઓનો સંચાર કરી શકાશે. ફોન પર માર્ગદર્શનનો હેલ્પલાઇન નંબર બહાર આવતીકાલે પાડવામાં આવશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણના ઇલાજ માટે નિર્ધારિત કોરોના બેડમાંથી 60 ટકા બેડ ઓછા દરમાં ઉપલબ્ધ કરાવવા, કોરોનાના ઉપચાર અને કોરોનાના પરીક્ષણના દર નિર્ધારિત કરવા માટે નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૌલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે આવતીકાલે પોતાનો અહેવાલ સુપરત કરશે.

ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સંપૂર્ણ મજબુતી સાથે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. તેમણે કહ્યું કે, સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સરકાર ખૂબ દુઃખ વ્યક્ત કરે છે અને તેના પરિવારજનો પ્રત્યે સંવેદનશીલ છે. શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે અંતિમ સરકાર માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય લીધો છે જેથી મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર ઝડપથી થઇ શકે અને દિવંગત વ્યક્તિના પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે ઓછી રાહ જોવી પડે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મોદીજીની સમર્થ નેતૃત્વમાં દેશ વૈશ્વિક મહામારી સામે પૂરી સતર્કતા અને સહભાગીતા સાથે એકજૂથ થઇને લડી રહ્યો છે. સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ ખૂબ ઉત્કૃષ્ટ કામ કરીને સમાજને મદદરૂપ થઇ રહી છે જેનો સમગ્ર દેશ હૃદયની આભાર માનીને તેમને અભિનંદન પાઠવે છે. ક્રમમાં સરકારે સ્કાઉટ એન્ડ ગાઇડ્સ, NCC, NSS અને અન્ય સ્વયંસેવક સંસ્થાઓને મહામારીમાં આરોગ્ય સેવાઓમાં સ્વયંસેવકો તરીકે જોડવાનો નિર્ણય લીધો છે. સાથે જકેન્દ્ર સરકારે દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તેમજ તેની સામે મજબૂતી સાથે લડવા માટે દિલ્હી સરકારને વધુ પાંચ વરિષ્ઠ અધિકારીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત બેઠકમાં અન્ય સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

ભારત સરકારના આરોગ્ય વિભાગ, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ, AIIMS અને દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનના ડૉક્ટરોની એક સંયુક્ત ટીમ દિલ્હીની તમામ કોરોના હોસ્પિટલોમાં જઇને ત્યાંની આરોગ્ય વ્યવસ્થાઓ અને કોરોના સામે લડવા માટે તૈયારીઓનું નિરીક્ષણ કરીને એક અહેવાલ તૈયાર કરશે.

શ્રી શાહે કેન્દ્ર અને દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ, તમામ સંબંદિત વિભાગો અને વિશષજ્ઞોને આજની બેઠકમાં લેવામાં આવેલા તમામ નિર્ણયોની પાયાના સ્તર સુધી સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે નિર્દેશો આપ્યા હતા.

ભારત સરકારે દિલ્હી સરકારને મહામારી સામે લડવા માટે આવશ્યક સંસાધનો જેમ કે, ઓક્સિજન સિલિન્ડરો, વેન્ટિલેટર, પલ્સ ઓક્સિમીટર અને અન્ય તમામ આવશ્યકતાઓ પૂરી કરવા માટે સંપૂર્ણપણે સહયોગની ખાતરી આપી હતી. બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી અનિત બેજલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના નિદેશક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

GP/DS



(Release ID: 1631528) Visitor Counter : 324