રસાયણ અને ખાતર મંત્રાલય
શ્રી મનસુખ માંડવિયાએ 5 ખાતર પ્લાન્ટ્સને ફરી બેઠાં કરવાની કામગીરીમાં પ્રગતીની સમીક્ષા કરી
રામગુંદમ પ્લાન્ટમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં ઉત્પાદન પ્રક્રિયા શરૂ થશે તેવી અપેક્ષા, જ્યારે ગોરખપુર, બરૌની અને સિંદરીમાં કોવિડ-19ની સ્થિતિ હોવા છતાં પણ મે 2021 સુધીમાં ઉત્પાદન શરૂ થઇ જશે
શ્રી માંડવિયાએ સંબંધિત પ્રશાસકોને આ પાંચ પ્લાન્ટ્સનું કામ પૂરું કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવા કહ્યું
Posted On:
12 JUN 2020 2:17PM by PIB Ahmedabad
કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ખાતરના પાંચ પ્લાન્ટ ફરી બેઠાં કરવા માટે ચાલી રહેલી કામગીરીમાં પ્રગતીની સમીક્ષા કરી હતી.
આમાં હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડ (HURL): ગોરખપુર, બરૌની અને સિંદરી; રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) અને તાલચેર ખાતર લિમિટેડ (TFL)નો સમાવેશ થાય છે. RFCL, HURL અને TFLના વરિષ્ઠ અધિકારીઓ આ પાંચ ખાતર પ્લાન્ટ્સને ફરી બેઠાં કરવા માટે ધ્યાન આપી રહ્યા છે આ તેમણે બેઠકમાં ભાગ લીધો હતો.
ઉપરોક્ત તમામ ખાતર પ્લાન્ટની ભૌતિક અને આર્થિક પ્રગતીની કામગીરીની સમીક્ષા કરતી વખતે શ્રી માંડવિયાએ નિર્દેશો આપ્યા હતા કે, સંબંધિત પ્રશાસકો આ પરિયોજનાઓ વહેલી તકે પૂરી કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લઇ શકે છે.
શ્રી માંડવિયાને માહિતી આપવામાં આવી હતી કે, રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) દ્વારા અત્યાર સુધીમાં 99.53% ભૌતિક કામગીરીમાં પ્રગતી કરી લેવામાં આવી છે અને કોવિડ-19 મહામારીના કારણે કેટલાક નાના નાના ભૌતિક કાર્યો પૂરાં કરવામાં વિલંબ થયો છે. આ તમામ કાર્યો સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં પૂરાં થઇ જશે તેવી અપેક્ષા છે.
તેવી રીતે, મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતી કે, ગોરખપુર, સિંદરી અને બરૌની ખાતર પ્લાન્ટમાં અત્યાર સુધીમાં અનુક્રમે 77%, 70% અને 69% ભૌતિક કામગીરીઓ સંપન્ન થઇ ગઇ છે. ગોરખપુર, બરૌની અને સિંદરી પ્લાન્ટની કામગીરી મે 2021 પહેલાં પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા છે. તેમને એ પણ માહિતી આપવામાં આવી હતી કે, ઓડિશામાં તાલચેર ખાતર પ્લાન્ટ ખાતે વર્તમાન સમયમાં પ્રિ-પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19ના કારણે કેટલાક પડકારો ઉભા થયા હોવા છતાં આ પરિયોજનાઓનું કામ ખૂબ જ ઝડપભેર ચાલી રહ્યું છે.
ભારત સરકારે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણને આવકારવા માટે અને યુરિયા ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર કરવા માટે નવી રોકાણ નીતિ (NIP), 2012ની જાહેરાત કરી છે. NIP, 2012 અંતર્ગત ભારત સરકાર ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (FCIL) અને હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (HFCL)ના બંધ થઇ ગયેલા પાંચ ખાતર પ્લાન્ટ ફરી કાર્યાન્વિત કરવા માટે કામગીરી કરી રહી છે. ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે તેવા પાંચ જાહેર ક્ષેત્રના એકમો આ મુજબ છે:-
રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL)
તાલચેર ફર્ટિલાઇઝર લિમિટેડ (TFL)
હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (ગોરખપુર, બરૌની, સિંદરી)
(Release ID: 1631136)
Visitor Counter : 365