સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ;


મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણ માટેના પગલાંઓની સમીક્ષા કરી

Posted On: 09 JUN 2020 4:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 મામલે રચાયેલા મંત્રીઓના સમૂહ (GoM)ની આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 16મી બેઠક યોજાઇ હતી. મંત્રીઓના સમૂહને દેશમાં કોવિડ-19ની તાજેતરની સ્થિતિ, નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે માહિતી આપવામાં આવી હતી. મંત્રીઓના સમૂહે દેશમાં વધતા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ પ્રશંસા કરી હતી.

 

 9 જૂન 2020ની સ્થિતિ અનુસાર, કોવિડ સંબંધિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવીને 1,67,883 આઇસોલેશન બેડ, 21,614 ICU બેડ અને 73,469 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે દેશમાં 958 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1,33,037 આઇસોલેશન બેડ; 10,748 ICU બેડ અને 46,635 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે કુલ 2,313 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો પણ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.

 

વધુમાં, દેશમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે 7,525 કોવિડ સંભાળ કેન્દ્રોમાં કુલ 7,10,642 બેડની સુવિધા હાલમાં ઉભી કરવામાં આવી છે. કોવિડ-19 બેડ માટે હાલમાં 21,494 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે વધુ 60,848 વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે. 553 સરકારી લેબોરેટરી અને 231 ખાનગી લેબોરેટરી (કુલ 784 લેબોરેટરી)ની મદદથી ICMRની પરીક્ષણની ક્ષમતા વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશમાં 49 લાખથી વધુ સેમ્પલના કોવિડ-19ના પરીક્ષણ કરવાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,41,682 સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે.

 

અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,29,214 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,785 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.47% નોંધાયો છે. હાલમા દેશમાં કુલ 1,29,917 સક્રિય કેસો તબીબી દેખરેખ હેઠળ છે.

 

 

GP/DS

 

 



(Release ID: 1630530) Visitor Counter : 262