પર્યાવરણ અને વન મંત્રાલય
‘શહેરી વનીકરણ’ને કેન્દ્રમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી
Posted On:
04 JUN 2020 5:15PM by PIB Ahmedabad
દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ (WED)ની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય UNEP દ્વારા જાહેર કરવામાં આવેલી થીમને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાનમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘જૈવ વિવિધતા’ છે. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવશે જેમાં નગર વન (શહેરી જંગલો)ની થીમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિનું પદ શોભાવશે. આ કાર્યક્રમ 5 જૂનના રોજ સવારે 9 વાગ્યે https://www.youtube.com/watch?v=IzMQuhmheoo પર લાઇવ ઉપલબ્ધ થશે.
ભારતમાં ઓછી જમીન અને વધુ વસ્તી તેમજ પશુધનની ગીચતા હોવા છતાં જૈવ વિવિધતાનો અંદાજે 8 ટકા હિસ્સો ધરાવે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ દેશ ખૂબ જ સમૃદ્ધ છે અને સંખ્યાબંધ પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ ભારતમાં મળી આવે છે. કુલ 35 વૈશ્વિક જૈવ વિવિધતા હોટસ્પોટમાંથી 4 તો ભારતમાં જ છે જ્યાં કેટલીક લુપ્તપ્રાય: પ્રજાતિઓ પણ વસવાટ કરી રહી છે. જૈવ વિવિધતા સંરક્ષણને પરંપરાગત રીતે માત્ર અંતરિયાળ જંગલ વિસ્તાર સુધી જ સિમિત માનવામાં આવતી હતી પરંતુ વધતા શહેરીકરણની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ જૈવ વિવિધતાની સલામત કરવાની અને તેને બચાવવાની જરૂરિયાત ઉભી થઇ. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 200 કોર્પોરેશન અને શહેરોમાં નગર વનનું નિર્માણ કરવા માટે ફરીથી યોજના શરૂ કરવામાં આવી છે કારણ કે આ બધા જ શહેરોમાં બગીચા છે પરંતુ વન પ્રદેશો નથી. નગર વનની મદદથી શહેરીમાં શુદ્ધ વાયુના સર્જન અને વૃદ્ધિની ક્ષમતામાં વધારો થશે.
પૂણે શહેરમાં 40 એકરનો જંગલ વિસ્તાર વિકસાવવામાં આવ્યો. આ જગ્યાએ 65000થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે તેમજ 5 તળાવો, 2 વોચ ટાવર પણ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં સંખ્યાબંધ વૃક્ષો 25 થી 30 ફુટ ઊંચા થઇ ગયા છે. આ વર્ષે અહીં હજુ વધુ વૃક્ષો રોપવામાં આવશે. આજે, આ જંગલ 23 પ્રકારની વનસ્પતિની વિવિધતા, 29 પ્રજાતિના પક્ષીઓ, 15 પ્રજાતિના પતંગીયા, 10 પ્રજાતિના સરીસૃપો, 3 પ્રજાતિના સસ્તન પ્રાણીઓની વિવિધતા ધરાવે છે. આટલું જ નહીં, નગર વન પરિયોજનાથી પરિસ્થિતિકીય સંતુલન જાળવવામાં મદદ મળે છે અને તેનાથી પૂણેવાસીઓને ચાલવા માટે ખૂબ જ હરિયાળા રસ્તા મળ્યા છે જ્યાં તેઓ મોર્નિંગ અને ઇવનિંગ વોકનો આનંદ ઉઠાવી શકે છે. વાજરે નગર વન હવે દેશના બાકીના હિસ્સા માટે મોડેલરૂપ બની ગયું છે.
આ કાર્યક્રમમાં પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રીયો, મહારાષ્ટ્ર સરકારના વન મંત્રી શ્રી સંજય રાઠે, પર્યાવરણ મંત્રાલયના નવા સચિવ શ્રી આર.પી. ગુપ્તા, પર્યાવરણ મંત્રાલયના વિશેષ સચિવ અને જંગલોના મહાનિદેશક શ્રી સંજયકુમાર, રણપ્રદેશની વૃદ્ધિ રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર કોન્વેન્શન (UNCCD) શ્રી ઇબ્રાહીમ થાઇવાન્ડ, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)ના કાર્યકારી નિદેશક સુશ્રી ઇંગર એન્ડર એન્ડર્સન પણ સહભાગી બનશે. આ મહાનુભવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને આ લિંક પરથી તે લાઇવ નિહાળી શકાશે https://www.youtube.com/watch?v=IzMQuhmheoo.
GP/DS
(Release ID: 1629442)
Visitor Counter : 458
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam