મંત્રીમંડળ
મંત્રીમંડળે આયુષ મંત્રાલય હેઠળ પેટા કચેરી તરીકે ભારતીય ઔષધી અને હોમિયોપેથી માટે ફાર્માકોપિયા આયોગની સ્થાપનાને મંજૂરી આપી
Posted On:
03 JUN 2020 5:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે આયુષ મંત્રાલય હેઠળ પેટા કચેરી તરીકે ભારતીય ઔષધી અને હોમોપેથી માટે ફાર્માકોપિયા આયોગ તરીકે પુનઃસ્થાપનાને મંજૂરી આપી છે. આ સ્થાપના 1975થી ગાજિયાબાદ ખાતે સ્થપાયેલી બે કેન્દ્રીય લેબોરેટરી ભારતીય ઔષધી માટે ફાર્માકોપિયા લેબોરેટરી (PLIM અને હોમિયોપેથિક ફાર્માકોપિયા લેબોરેટરી (HPL)નો તેનામાં વિલય કરીને કરવામાં આવી છે.
હાલ ભારતીય ઔષધી અને હોમિયોપેથી માટે ફાર્માકોપિયા આયોગની સ્થાપના આયુષ મંત્રાલયની દેખરેખ હેઠળ વર્ષ 2010થી કરવામાં આવી છે. આ વિલયનો હેતુ તેમના અસરકારક વ્યવસ્થાપન અને ગુણવત્તા નિયંત્રણ માટે આર્યુવેદ, સિદ્ધા, ઉનાની અને હોમિયોપેથી ઔષધીઓના પરિણામોનું માનકીકરણ વધારવા માટે ત્રણ સંગઠનોની માળખાકીય સુવિધાઓ, તકનિકી માનવબળ અને નાણાકીય સંશાધનોના ઇષ્ટતમ ઉપયોગનો છે.
આ વિલય આયુષ ઔષધીઓ અને ફાર્માકોપિયા અને નુસખાઓની પ્રસિદ્ધીના માનકોના કેન્દ્રિત અને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધા પુરી પાડશે. આ ઉપરાંત તેનો હેતુ ઔષધી અને પ્રસાધન નિયમો, 1945માં જરૂરી સુધારાઓ અને જોગવાઇઓ કરીને PCIM&H અને તેની લેબોરેટરીના સંયુક્ત માળખાને કાયદેસરતા પુરી પાડવાનો છે. આ સંબંધિત પરામર્શ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક, ડ્રગ્સ કંટ્રોલર જનરલ, આર્યુવેદ, સિદ્ધા અને ઉનાની ઔષધી તકનિકી સલાહકારી મંડળ (ASUDTAB) સાથે કરવામાં આવ્યો છે, જે ઔષધી અને કોસ્મેટિક્સ અધિનિયમ, 1940 અંતર્ગત વૈધાનિક સંસ્થા છે. આ સંસ્થાની રચના ASLT ઔષધીઓના સંદર્ભમાં નિયમનકારી બાબતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપવાનો છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે વિલય કરેલા સંગઠનોના હોદ્દાઓ અને અધિક્રમિક માળખાના પ્રસ્તાવને સંમતિ આપી છે.
PLIM અને HPL બંને ગૌણ કચેરીઓ અને આયુષ મંત્રાલય હેઠળ આવતા PCIM&H સ્વાયત્ત સંગઠનનું વિલિનીકરણ કરીને PCIM&Hની રચના કરવામાં આવશે જે સામાન્ય વહીવટી નિયંત્રણ સાથેની મંત્રાલયની જ ગૌણ કચેરી રહેશે.
વિલિનીકરણ પછી PCIM&H પાસે પૂરતા પ્રમાણમાં મંત્રાલય અંતર્ગત વહીવટી માળખું ઉપલબ્ધ રહેશે જેથી તેઓ ક્ષમતામાં વધારો કરી શકે અને ફાર્માકોપિયા કામગીરીનું પરિણામ વધારી શકે, આયુર્વેદ, સિદ્ધ, ઉનાની અને હોમોયોપેથી દવાઓના ફાર્માકોપિયા માપદંડોનો સુમેળ કરી શકે, નકલ રોકી શકે અને દવાના માનકીકરણની કામગીરીમાં ઓવરલેપિંગ ટાળી શકે અને ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક રીતે મહત્તમ ઉપયોગ કરી શકશે.
GP/DS
(Release ID: 1629071)
Visitor Counter : 286
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam