પ્રધાનમંત્રીનું કાર્યાલય

ચક્રાવાતની સ્થિતિના પગલે પ્રધાનમંત્રીએ તમામ પરિસ્થિતિની માહિતી મેળવી; લોકોને શક્ય હોય તેવી દરેક સાવચેતી રાખવા અને સલામતીના પગલાંઓનું પાલન કરવા વિનંતી કરી

પોસ્ટેડ ઓન: 02 JUN 2020 5:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પશ્ચિમી દરિયાકાંઠે તોળાઇ રહેલા ચક્રાવાતના જોખમને ધ્યાનમાં રાખીને વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને લોકોને શક્ય હોય તેમ દરેક પ્રકારે સાવચેતી રાખવા તેમજ સલામતીના પગલાંઓનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતના પશ્ચિમી દરિયાંકાઠા પર તોળાઇ રહેલા ચક્રાવાતના જોખમને ધ્યાનમાં રાખીને મેં પરિસ્થિતિની માહિતી મેળવી છે. હું દરેક લોકોની સુખાકારી માટે પ્રાર્થન કરું છું. તેમજ, દરેક લોકોને અપીલ કરું છું કે, શક્ય હોય તેવી તમામ સાવચેતી રાખજો અને સલામતીના પગલાંઓનું પાલન કરજો.”

 

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1628756) મુલાકાતી સંખ્યા : 222