પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એમના બીજા વર્ષની પ્રથમ મંત્રીમંડળ બેઠકની અધ્યક્ષતા કરી


એમએસએમઈ ક્ષેત્ર, લારી ફેરી વાળા અને ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા

14 વર્ષ પછી સૌ પ્રથમ વખત એમએસએમઈની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો

મધ્યમ કદના એકમની વ્યાખ્યામાં રૂ.50 કરોડના મૂડીરોકાણ અને રૂ.250 કરોડના ટર્નઓવરનો વધારો કરાયો

લારી ફેરી વાળા માટે ખાસ સૂક્ષમ ક્રેડીટ પૂરી પાડતી પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી

ખરીફ સિઝન 2020-21માં સરકારે લઘુત્તમ ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા નક્કી કરવાના વચનનું પાલન કર્યું

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે ટૂંકા ગાળાના ધિરાણો ભરપાઈ કરવાની તારીખ લંબાવવામાં આવી

ખેડૂતોને પણ ઝડપી ચૂકવણીમાં વ્યાજ રાહતનો લાભ મળશે

સરકારે સૌથી વધુ ધ્યાન ગરીબોની સંભાળ પર આપ્યું

Posted On: 01 JUN 2020 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ભારત સરકારની મંત્રીમંડળની બેઠક સોમવાર, તા.1 જૂન, 2020ના રોજ મળી હતી. કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યાના બીજા વર્ષની પ્રથમ મંત્રીમંડળની બેઠક હતી.

બેઠક દરમ્યાન કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા, કે જે ભારતના પરિશ્રમી ખેડૂતો, એમએસએમઈ સેક્ટર અને ગલીઓમાં ફરીને વેચાણ કરતા લારી-ફેરી વાળા માટે પરિવર્તનકારી અસરકારક પૂરવાર થશે.

એમએસએમઈ ક્ષેત્ર માટે સહાયનો હાથ લંબાવ્યો

સૂક્ષમ , લઘુ અને મધ્યમ કદના એકમો કે જેમને એમએસએમઈ તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એકમો દેશના વિવિધ ભાગોમાં શાંતિપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. આશરે 6 કરોડ કરતાં વધુ  સૂક્ષમ , લઘુ અને મધ્યમ કદના એકમો ભારતને મજબૂત અને સ્વ-નિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકાનું નિર્માણ કરી રહ્યા છે.

કોરોના વાયરસ મહામારી પછીની સ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં ઝડપભેર એમએસએમઈ ક્ષેત્રની ભૂમિકાને પારખી છે અને આથી ક્ષેત્ર માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

પેકેજ હેઠળ એમએસએમઈ ક્ષેત્ર માટે નોંધપાત્ર ફાળવણી તો કરવામાં આવી છે, પણ સાથે સાથે અર્થંતંત્રને પુનઃ જાગૃત કરવાના પગલાં માટે પણ ક્ષેત્રને નોંધપાત્ર ફાળવણીઓ કરવામાં આવી છે. કેટલીક મહત્વની જાહેરાતોના અમલીકરણની ઘોષણા અગાઉ કરવામાં આવી ચૂકી છે.

આજે ભારત સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પણ કેટલીક મહત્વની યોજનાઓના અસરકારક અમલીકરણનો રોડ મેપ દર્શાવ્યો હતો, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થતો હતોઃ

  • એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યામાં મૂડી રોકાણ અને ટર્ન ઓવર વધે તે રીતે સુધારો કરવામાં આવ્યો છે. બિઝનેસ કરવામાં આસાનીનું વધુ એક કદમ છે. આના કારણે એમએસઈ ક્ષેત્રમાં મૂડી રોકાણોને આકર્ષવામાં અને રોજગાર નિર્માણ કરવામાં સહાય થશે.

 

  • બોજો અનુભવતા એમએસએમઈ ક્ષેત્રના એકમોને ઈક્વિટીનો સહયોગ પૂરો પાડવા માટે રૂ.20,000 કરોડના પેટા ધિરાણો માટે જોગવાઈ કરતી દરખાસ્તોને અગાઉ ઔપચારિક ધોરણે મંજૂર કરવામાં આવી હતી, જેને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. નિર્ણયથી એમએસએમઈ ક્ષેત્રના બોજ અનુભવતા બે લાખ જેટલા એકમોને લાભ થશે.

 

  • કેબિનેટે આજે એમએસએમઈ ક્ષેત્ર માટે ઈક્વિટી પૂરી પાડવાની રૂ.50,000 કરોડની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. આના કારણે એમએસએમઈ ક્ષેત્રને દેવા- શેર મૂડીના ગુણોત્તર જાળવવામાં અને તેમની ક્ષમતા વધારવામાં સહાય થશે. આનાથી ક્ષેત્રના એકમોને શેર બજારોમાં લીસ્ટીંગ કરાવવાની તક પણ પ્રાપ્ત થશે.

 

એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યામાં ફરીથી સુધારો કરવામાં આવ્યો

ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે કે એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યાનું અપવર્ડ રિવીઝન કરવું. જાહેર કરાયેલા પેકેજમાં  સૂક્ષમ  ક્ષેત્રના ઉત્પાદન અને સર્વિસીસના એકમોની મર્યાદા વધારીને રૂ.1 કરોડના મૂડી રોકાણની તથા ટર્ન ઓવરની મર્યાદા રૂ.5 કરોડની કરવામાં આવી છે. લઘુ એકમની મૂડી રોકાણ મર્યાદા વધારીને રૂ.10 કરોડ અને ટર્ન ઓવરની મર્યાદા વધારીને રૂ.50 કરોડ કરવામાં આવી છે. સમાન પ્રકારે મધ્યમ કદના એકમની મૂડી રોકાણ મર્યાદા રૂ.30 કરોડ તથા ટર્ન ઓવરની મર્યાદા રૂ.100 કરોડ કરવામાં આવી છે. અહીં બાબતની નોંધ લેવી જોઈએ કે સુધારો એમએસએમઈ વિકાસ ધારો વર્ષ 2006માં અસ્તિત્વમાં આવ્યો તે પછી 14 વર્ષે કરવામાં આવ્યો છે. તા.13 મે, 2020ના રોજ પેકેજની જાહેરાત કરવામાં આવી તે પછી કેટલીક રજૂઆતો પ્રાપ્ત થઈ હતી કે જે સુધારો કરવામાં આવ્યો છે તે બજાર અને ભાવોની સ્થિતિ સાથે સુસંગત નથી અને તેમાં ઉપરની મર્યાદામાં વધારો કરવો જોઈએ. બાબતને ધ્યાનમાં રાખીને મધ્યમ કદના ઉત્પાદન એકમો અને સર્વિસ એકમોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેમાં મૂડી રોકાણની મર્યાદા રૂ.50 કરોડ અને ટર્ન ઓવરની મર્યાદા રૂ.250 કરોડ સુધીની કરવામાં આવી છે. એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે નિકાસને કારણે જે ટર્ન ઓવર થશે તે  સૂક્ષમ , લઘુ અથવા તો મધ્યમ કદના એમએસએમઈ એકમોની કેટેગરીની મર્યાદાને લાગુ પડશે નહીં.

આપણાં પરિશ્રમી લારી-ફેરીવાળાઓને સહયોગઃ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે વિશેષ  સૂક્ષમ -ક્રેડિટ સુવિધા યોજના પીએમ સ્વ-નિધિની જાહેરાત કરી છે, જેના માધ્યમથી પ્રધાનમંત્રીની સ્ટ્રીટ વેન્ડર્સ માટેની યોજના હેઠળ લારી-ફેરી કરતા સમુદાયને આત્મનિર્ભર નિધિમાંથી પોસાય તેવા ધિરાણો પૂરાં પાડવામાં આવશે. યોજના આવા એકમોને પોતાની કામગીરી શરૂ કરવામાં અને આજીવિકા રળવામાં સહાયરૂપ બનશે.

સમુદાય દ્વારા જે માલસામાન પૂરો પાડવામાં આવે છે તેમાં શાકભાજી, ફળ, તુરત ખાઈ શકાય તેવા સ્ટ્રીટ ફૂડ, ચા, પકોડા, બ્રેડ, ઈંડા, ટેક્સટાઈલ્સ, વસ્ત્રો, પગરખાં, કલાકારીગરીની ચીજો, પુસ્તકો અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે. સર્વિસીસમાં વાળંદની દુકાનો, મોચીની દુકાનો, પાનની દુકાનો, લોન્ડ્રી સર્વિસીસ વગેરેને આવરી લેવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારીને પગલે સમુદાય જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે બાબતે ભારત સરકાર સંવેદનશીલ છે. આવા સમયમાં તેમને પોસાય તેવા ધિરાણો પૂરાં પાડવાની જરૂર છે, જેથી તેમના વેપારને વેગ આપી શકાય.

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ યોજનાના અમલીકરણમાં મહત્વની ભૂમિકા બજાવશે. સંખ્યાબંધ કારણોથી એક વિશેષ યોજના બની રહેશે.

  1. ઈતિહાસમાં સૌ પ્રથમ વખતઃ

 

ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત અર્ધ શહેરી અને ગ્રામ વિસ્તારોના લારી- ફેરીવાળા શહેરી આજીવિકા કાર્યક્રમ હેઠળ લાભાર્થી બની રહેશે.

 

વેન્ડર્સને રૂ.10,000 સુધીનું કાર્યકારી મૂડી માટેનું ધિરાણ મળી રહેશે, જે એક વર્ષના ગાળામાં માસિક હપ્તાથી ચૂકવવાનું રહેશે. ધિરાણ સમયસર અથવા તો વહેલું ચૂકવવામાં આવશે તો વાર્ષિક 7 ટકાના દરથી વ્યાજ સબસીડી ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર તરીકે 6 માસના ધોરણે તેમના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. ધિરાણની વહેલી ચૂકવણી કરવામાં કોઈ દંડ લાગુ પડશે નહીં.

 

યોજના ધિરાણની સમયસર અથવા તો વહેલી ચૂકવણીને વેગ મળે તે માટે જાહેર કરવામાં આવી છે, જે ફેરિયાઓ માટે આર્થિક સીડીમાં ઉપર જવા માટે સહાયરૂપ બનશે.

 

સૌ પ્રથમ વખત પાયાના સ્તરે હાજરીને ધ્યાનમાં લઈને તથા શહેરી ગરીબોમાં સમાવેશ પામતા શહેરોના ફેરિયાઓની નિકટ હોવાના કારણે  સૂક્ષમ  ફાયનાન્સ સંસ્થાઓ અથવા નૉન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ અથવા સ્વ સહાય જૂથો માટે બેંકોને શહેરી ગરીબોની યોજનાઓ અમલમાં મૂકવા માટે છૂટ આપવામાં આવી છે.

 

  1. સશક્તિકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગઃ

અસરકારક અમલ અને પારદર્શકતાની ખાત્રી મળી રહે તે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના સરકારની વિઝન અનુસાર વેબ પોર્ટલ/ મોબાઈલ એપ્લિકેશન ધરાવતું એક ડીજીટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે, જે એકથી બીજા છેડા સુધીની સમસ્યાઓના ઉકેલ માટે સહાયરૂપ બનશે. માહિતી ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ વેન્ડર્સને ઔપચારિક ફાયનાન્સિયલ સિસ્ટમ સાથે સાંકળવામાં સહાયરૂપ બનશે. પ્લેટફોર્મ વેબ પોર્ટલ/ મોબાઈલ એપ્લિકેશન સાથે સીડબીના ઉદ્યમીમીત્ર પોર્ટલનું સંકલન કરશે. ક્રેડિટ મેનેજમેન્ટ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને પૈસા પોર્ટલના વ્યાજ સબસીડીના આપમેળે વ્યવસ્થાપનમાં પણ સહાય કરશે.

  1. ડીજીટલ વ્યવહારોને પ્રોત્સાહનઃ

 

યોજના શેરીના લારી-ફેરીવાળાઓને ડીજીટલ માધ્યમથી વ્યવહારો કરવા માટે માસિક કેશબેક મારફતે સહાયરૂપ બનશે.

 

  1. ક્ષમતા નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશેઃ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે સહયોગથી રાજ્ય સરકારો, દીનદયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઈવલીહુડ મીશન (DAY-NULM), શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ULB), સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (સીડબી), ક્રેડીટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર  સૂક્ષમ  એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ (CGTMSE), નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (NPCI) અને ડીજીટલ પેમેન્ટ એગ્રીગેટર પણ દેશભરમાં તમામ સહયોગીઓ માટે જૂન માસમાં ક્ષમતા નિર્માણ અને નાણાંકિય સાક્ષરતાના કાર્યક્રમો તથા આઈઈસી પ્રવૃત્તિઓ જુલાઈમાં ધિરાણ આપવાની કામગીરી શરૂ કરી શકશે.

 

જયકિસાનની ભાવના સતેજ કરવાનો પ્રયાસઃ

સરકારે ખરીફ સિઝન 2020-21માં પડતર ખર્ચની તુલનામાં લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા થાય તે સ્તરે રાખવાનું પોતાનું વચન પાળ્યું છે. આજે ખરીફ સિઝન 2020-21ના 14 પાકના લઘુતમ ટેકાના ભાવ સીએસીપીની ભલામણોને આધારે જાહેર કરવામાં આવ્યા હતા. 14 પાકમાં વળતર પડતર ખર્ચની તુલનામાં 50 થી 83 ટકાની રેન્જમાં રહેશે.

ભારત સરકારે રૂ.3 લાખ સુધીના બેંકોએ આપેલા ટૂંકા ગાળાના ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેનાં તમામ ધિરાણો ચૂકવવાની આખરી તારીખ 31-08-2020 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ત્વરિત ચૂકવણી કરવામાં આવશે તો ખેડૂતોને વ્યાજ રાહતનો પણ લાભ મળશે.

તા.1 માર્ચ, 2020 અને 31 ઓગષ્ટ, 2020 વચ્ચે લેવાયેલા બેંકોના ટૂંકા ગાળાના ખેત ધિરાણોને 2 ટકા વ્યાજ સહાય (આઈએસ)નો લાભ મળતો રહેશે અને ખેડૂતોને ઝડપી ચૂકવણીમાં 3 ટકા વ્યાજ દરની રાહત મળશે. ભારત સરકારે ખેડૂતોને આવા ધિરાણો બેંકો મારફતે 7 ટકા વ્યાજના દરે આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં વાર્ષિક 2 ટકા વ્યાજની રાહત રહેશે અને ખેડૂતો સમયસર ચૂકવણી કરશે તો વ્યાજનો 3 ટકાનો વધુ લાભ મળશે. રીતે રૂ.3 લાખ સુધીનાં ધિરાણો વાર્ષિક 4 ટકા વ્યાજના દરે ઉપલબ્ધ થશે.

ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઈએસએસ) નો પ્રારંભ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતના પાક ધિરાણો ટૂંકા ગાળાની મુદત માટે પૂરા પાડવાના હેતુથી કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડા અઠવાડિયાઓમાં ખેડૂતો તેમના ટૂંકા ગાળાના બાકી ધિરાણની રકમ ભરવા માટે બેંકો સુધી જઈ શક્યા નહીં હોવાથી કેબિનેટે લીધેલા નિર્ણયથી કરોડો ખેડૂતોને ફાયદો થશે.

ગરીબોને સહાય સરકારની ટોચની અગ્રતા છે

પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ કામ કરતી સરકારમાં ગરીબો અને દયનિય સ્થિતિમાં જીવતા લોકોને ટોચની અગ્રતા આપવામાં આવે છે. કોરોના વાયરસ મહામારીને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનના પ્રથમ દિવસથી સરકાર ગરીબોમાં ગરીબ એવા લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. આનો પૂરાવો લૉકડાઉન જાહેર કર્યાના માત્ર બે દિવસમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તા.26 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલી પેકેજ યોજનામાં જોવા મળ્યો હતો.

આશરે 80 કરોડ લોકોને આહાર સુરક્ષા યોજના હેઠળ રોકડ રકમની સીધી તબદીલી વડે 20 કરોડ મહિલાઓને બેંકના ખાતાઓમાં સીધી રકમ જમા કરાવી લાભ આપવાથી માંડીને સિનિયર સિટીઝન, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોના હાથમાં સીધી રકમ આપવામાં તથા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કરોડો ખેડૂતોને હપ્તાવાર રકમ આપવાની જાહેરતમાં જોવા મળે છે. યોજનાઓ મારફતે લૉકડાઉનને કારણે તાત્કાલિક દરમ્યાનગિરી કરવી પડે તેવા સમાજના દયનિય વર્ગોના વ્યાપક સમુદાયને લાભ થયો છે. ઉપરાંત માત્ર જાહેરાતો હતી. થોડાંક દિવસોમાં કરોડો લોકોને રોકડ કે વસ્ત્રોના સ્વરૂપે સીધો લાભ પહોંચતો થઈ ગયો હતો.

ખેડૂતોને બંધનકર્તા બને તેવી સાંકળોથી મુક્ત કરીને તેમની આવકોની તકો વધારી ખેડૂતોના કલ્યાણ માટે જંગી સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે ખેતી અંગેની માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણો કરવા માટેની જાહેરાતો પણ કરવામાં આવી છે. માછીમારી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓને પણ નાણાંકિય પેકેજ પ્રાપ્ત થયું છે.

દરેક કદમે ભારત સરકારે સમાજના અત્યંત દયનિય વર્ગને સહાય કરવામાં કરૂણા અને તત્પરતા દાખવી છે.

 

 

GP/DS


(Release ID: 1628427) Visitor Counter : 463