પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત 2.0’ના 12 એપિસોડમાં સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોના સામેની લડાઇ આપણા દેશોમાં સહિયારા પ્રયાસોથી લડવામાં આવી રહી છે

લોકોએ પૂરવાર કરી બતાવ્યું છે કે, સેવા અને બલિદાનના વિચારો માત્ર આપણા આદર્શો નથી; તે જીવન જીવવાની રીત છે: પ્રધાનમંત્રી

કમ્યુનિટી, ઇમ્યુનિટી અને યુનિટી માટે યોગ ઉત્તમ છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ દેશને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું

Posted On: 31 MAY 2020 4:04PM by PIB Ahmedabad

મન કી બાત 2.0’ના 12મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ દેશમાં તમામ લોકોના સહિયારા પ્રયાસોથી આક્રમકતાપૂર્વક લડવામાં આવી રહી છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, હવે અર્થતંત્રમાં મોટાભાગના વિભાગો ખુલ્લા કરવામાં આવ્યા હોવાથી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સૌએ વધુ સતર્ક અને સાવચેત રહેવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિક વિશેષ ટ્રેનો અને અન્ય વિશેષ ટ્રેનો સાથે પૂરતા પ્રમાણમાં સાવચેતીના પગલાંઓનું પાલન કરીને ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થઇ ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવાઇ સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે અને ઉદ્યોગો પણ ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યા છે. તેમણે આગળ વાત વધારતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની બેદરકારી રાખવી જોઇએ અને દરેક લોકોને સૂચન આપ્યું હતું કે તેઓદો ગજ કી દૂરી’ (બે ગજનું અંતર જાળવે), ચહેરા પર માસ્ક પહેરવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે રહેવું વગેરે માપદંડોનું પાલન કરે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઘણી બધી મુશ્કેલીઓ વેઠ્યા પછી, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેના દેશના કૌશલ્યપૂર્ણ પ્રયાસો એળે જવા જોઇએ.

પ્રધાનમંત્રીએ આપણા દેશવાસીઓ સેવાનો જે જુસ્સો બતાવ્યો તેની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આપણી સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે, આપણે- સેવા પરમો ધર્મ ઉક્તિથી પરિચિત છીએ; સેવાથી આનંદ મળે છે... સેવા સંતોષ છે. સમગ્ર દેશમાં તબીબી સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ પ્રત્યે ઘેરા આદરની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં કાર્યરત ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઇ કામદારો, પોલીસ જવાનો અને મીડિયા કર્મચારીઓની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે કટોકટીના સમયમાં સ્વ-સહાય સમૂહોની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કામની પણ પ્રશંસા કરી હતી.

તેમણે તામિલનાડુના કે.સી. મોહન, અગરતલાના ગૌતમ દાસ, પઢાણકોટના દિવ્યાંગ રાજુના દૃશ્ટાંતોનો ઉલ્લેખ કર્યો હતો જેમણે મર્યાદિત માધ્યમો વચ્ચે પણ આગળ આવીને કટોકટીના સમયમાં બીજા લોકોને મદદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ખૂણે ખૂણામાંથી સ્વ સહાય સમૂહોની મહિલાઓના ખંતની સંખ્યાબંધ ગાથાઓ અહીં રજૂ થઇ શકે તેમ છે.

મહામારીના સમયનો સામનો કરવા માટે સક્રિયતાપૂર્વક કામ કરનારી દરેક વ્યક્તિના પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે નાસિકના રાજેન્દ્ર યાદવનું ઉદાહરણ આપ્યું હતું જેમણે પોતાના ટ્રેક્ટર સાથે લગાવેલું સેનિટાઇઝેશન મશીન તૈયાર કર્યું હતું. સંખ્યાબંધ દુકાનદારોએદો ગજ કી દૂરીનું પાલન કરવા માટે તેમની દુકાનો આગળ મોટી પાઇપલાઇનો લગાવીને આડશ ઉભી કરી છે.

મહામારીના સમયના કારણે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેમણે પીડાવું પડ્યું તે બદલ ખૂબ દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમાજના તમામ વર્ગોને અસર પડી છે પરંતુ વંચિત શ્રમિકો અને કામદાર વર્ગોને સૌથી વધુ ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો, દરેકે દરેક વિભાગો અને સંસ્થાઓ તેમને રાહત આપવા માટે એકબીજા સાથે હાથ મિલાવીને સંપૂર્ણ ઝડપ સાથે કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ સમજે છે અને તેને લાગે છે કે, તેઓ કેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને કેન્દ્ર, રાજ્યો તેમજ સ્થાનિક વહીવટીતંત્રની સંસ્થાઓમાંથી તમામ લોકો અવિરત કામ કરી રહ્યા છે. તેમણે એવા તમામ લોકોની પ્રશંસા કરી હતી જેઓ ટ્રેનો, બસો દ્વારા લાખો મુસાફરોને સલામતીપૂર્વક તેમના વતન રાજ્યોમાં પહોંડવા માટે, તેમને ભોજન આપવા માટે અને દરેક જિલ્લામાં તેમના ક્વૉરેન્ટાઇન્ટ માટે સુવિધા ઉભી કરવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, પરિસ્થિતિ માટે નવા ઉકેલની કલ્પના કરવીએ વર્તમાન સમયની માંગ છે. તેમણે કહ્યું કે, સરકારે દિશામાં કેટલાક પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી ગ્રામ્ય રોજગારી, સ્વરોજગારી અને નાના કદના ઉદ્યોગો માટે ખૂબ મોટાપાયે સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આત્મનિર્ભર ભારતથી દાયકામાં દેશ નવી ઊંચાઇઓએ પહોંચવા માટે સમર્થ બનશે.

પ્રધાનમંત્રીએ વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, દરેક જગ્યાએ લોકોયોગઅનેઆયુર્વેદવિશે અને તેને જીવનની રીત તરીકે અપનાવવા વિશે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક છે. તેમણેકમ્યુનિટી, ઇમ્યુનિટી અને યુનિટી” (સમુદાય, પ્રતિકારકતા અને એકતા) માટે યોગની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીના સમય દરમિયાન, યોગનું મહત્વ વધી ગયું છે કારણ કે, વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે. યોગમાં એવા સંખ્યાબંધ પ્રકારના પ્રાણાયામ છે જે શ્વસનતંત્રને મજબૂત કરે છે અને તેમની લાભદાયી અસરો લાંબા સમય સુધી ટકી રહે છે.

વધુમાં, પ્રધાનમંત્રીએ તમામ લોકોને અપીલ કરી હતી કે તેઓ આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ સંપર્ધામાય લાઇફ, માય યોગમાટે વીડિયો શેર કરે. સ્પર્ધાનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ દરેક લોકોને વિનંતી કરી હતી કે, તેઓ સ્પર્ધામાં ભાગ લે અને આગામી આતંરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ મહામારીને ખતમ કરવાના સરકારના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા અનેઆયુષમાન ભારતયોજના અંતર્ગત એક કરોડથી વધુ લોકોને લાભા મળ્યો છે તે બાબત જણાવતા ગૌરવ અનુભવ્યું હતું. તેમણેઆયુષમાન ભારતના લાભર્થીઓને તેમજ મહામારીના સમયમાં દર્દીઓની સારવાર કરનારા તમામ ડૉક્ટરો, નર્સો અને તમામ તબીબી સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અત્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સાથે સાથે અમ્ફાન ચક્રાવાત જેવી મોટી કુદરતી આપત્તીનો પણ સામનો કરી રહ્યા છીએ. તેમણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોની હિંમત અને સાહસને બિરદાવ્યા હતા તેમણે મુશ્કેલીના સમયમાં અમ્ફાન ચક્રાવાતની સ્થિતિ સામે પણ લડત આપી હતી. તેમણે રાજ્યોમાં અગ્નિપરીક્ષાના સમયમાં મુશ્કેલીઓ વેઠનારા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને જેઓ જે પ્રકારે હિંમત અને દૃઢતાપૂર્વક પરિસ્થિતિ સામે લડ્યા તે પ્રશંસનીય હોવાનું પણ તેમણે કહ્યું હતું.

શ્રી મોદીએ કહ્યું હતું કે, ચક્રાવાતી આપત્તી ઉપરાંત દેશના ઘણા ભાગો તીડના આક્રમણથી પણ અસરગ્રસ્ત છે. તેમણે બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, કટોકટીના સમયમાં સરકાર અવિરત કામ કરી રહી છે જેથી સામગ્ર દેશમાં સામાન્ય નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો ના કરવો પડે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, કૃષિ વિભાગો અથવા વહીવટીતંત્રો દ્વારા તમામ પ્રકારે પ્રયાસો ચાલી રહ્યા છે, દરેક વ્યક્તિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને મદદ કરવા માટે પ્રયાસ કરી રહી છે અને કટોકટીના સમયમાં પાકનું નુકસાન ઘટાડવા માટે પ્રયાસરત છે.

પ્રધાનમંત્રીએ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન પેઢીને પાણી બચાવવા માટે તેમની જવાબદારી સમજાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે વરસાદી પાણીને બચાવવાની જરૂર છે અને કહ્યું કે, દરેક વ્યક્તિ જળ સંવર્ધન માટે અચૂકપણે તત્પર હોવી જોઇએ. તેમણે દરેક દેશવાસીઓને એવી પણ વિનંતી કરી હતી કે, પર્યાવરણ દિવસનિમિત્તે તેઓ કેટલાક વૃક્ષો રોપીને તેમજ પ્રકૃતિ સાથે દૈનિક સંબંધો આગળ વધારવા માટે કેટલાક સંકલ્પો કરીને પ્રકૃતિની સેવામાં સહભાગી બને. તેમણે કહ્યું કે, લૉકડાઉનના કારણે જીવનની ગતિ ધીમી પડી ગઇ છે પરંતુ તેણે પ્રકૃતિ અને પ્રત્યે વધુ સારી રીતે ધ્યાન આપવાની તક આપી છે અને વન્ય પશુઓ હવે વધુ બહાર આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, બેદરકાર અથવા ઉદસીન બનવું કોઇ વિકલ્પ નથી. કોરોના સામેની લડાઇ હજુ પણ એટલી ગંભીર છે!

 

GP/DS



(Release ID: 1628157) Visitor Counter : 315