PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 29 MAY 2020 6:31PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 29.5.2020

 

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે. દેશમાં અત્યારે કુલ 89,987 દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ જ્યારે અત્યાર સુધીમાં કુલ 71,105 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,414 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં અત્યાર દર્દીઓના સાજા થવાનો દર 42.89% નોંધાયો છે.

 વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627188

 

રેલ્વે મંત્રાલયની યાત્રીઓને અપીલ

ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકોને  તેમના વતન મોકલી શકાય. એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલેથી જ એવી બીમારીથી પીડિત છે જેનાથી કોવિડ-19 મહામારીના દરમિયાન તેમના સ્વાસ્થ્યને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પહેલેથી જ બીમાર લોકોની મૃત્યુના કિસ્સા પણ જોવા મળ્યા છે. આવા કેટલાક લોકોની સલામતી માટે, રેલ્વે મંત્રાલય, અપીલ કરે છે કે પૂર્વ ગ્રસિત બિમારી(જેવી ઉચ્ચ રક્તચાપ, મધુમેહ, હદય રોગ, કર્કરોગ, ઓછી પ્રતિરક્ષા)વાળા વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રીઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી રેલવે મુસાફરી કરવાનું ટાળે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627605

 

ભારતીય રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા 50 લાખથી વધુ વિસ્થાપિત શ્રમિકોમાં 85 લાખ ભોજનના પેકેટ અને 1.25 કરોડ પાણીની બોટલનું વિનામૂલ્યે વિતરણ કર્યું

ભારતીય રેલવે દ્વારા 1 મે 2020ના રોજથી શરૂ કરવામાં આવેલી શ્રમિક વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા વિસ્થાપિત શ્રમિકોમાં અત્યાર સુધીમાં 85 લાખથી વધુ ભોજનના પેકેટ અને 1.25 કરોડથી વધુ પાણીની બોટલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ભોજન અને પાણીની બોટલો તમામ શ્રમિક વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા શ્રમિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. IRCTC દ્વારા પુરીશાક- અથાણું, રોટી-શાક- અથાણું, કેળા, બિસ્કિટ, કેક, બિસ્કિટ નમકીન, કેક, વેજીટેબલ પુલાવ, પુલાવભાજી, લેમન રાઇસ- અથાણું, ઉપમા, પૌવા- અથાણું વગેરે વિવિધ પ્રકારના ભોજનના પેકેટ તેમજ રેલ નીર પાણીની બોટલો તમામ શ્રમિક મુસાફરોને આપવામાં આવે છે. 28 મે 2020 સુધીમાં ભારતીય રેલવે દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી દેશના વિવિધ ભાગોમાં કુલ 3736 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું હતું જ્યારે 67 ટ્રેનો ગંતવ્ય સ્થળે જઇ રહી હતી. 27.05.2020ના રોજ એક દિવસમાં 172 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 27 દિવસમાં અંદાજે 50 લાખ લોકોને શ્રમિક વિશેષ ટ્રેન મારફતે તેમના વતન રાજ્યોમાં પહોંચાડવા માટે મુસાફરીની સુવિધા કરી આપવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, આજે કોઇપણ પ્રકારના ટ્રાફિક જામની સમસ્યા વગર ટ્રેનો જઇ રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627493

 

ભારતીય રેલવેએ રાજધાની પ્રકારની 30 વિશેષ ટ્રેનો અને 200 વિશેષ મેલ એક્સપ્રેસ ટ્રેનો માટે સૂચનાઓમાં સુધારો કર્યો

ભારતીય રેલવેએ 12.05.2020થી શરૂ કરવામાં આવેલી રાજધાની પ્રકારની 30 વિશેષ ટ્રેનો માટે અને 01.06.2020થી શરૂ થઇ રહેલી 200 વિશેષ મેલ એક્સપ્રેસ ટ્રેનો માટે સૂચનાઓમાં સુધારો કર્યો છે (કુલ 230 ટ્રેનો માટે સુધારો કર્યો છે). રેલવે મંત્રાલયે તમામ વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશનનો સમય (ARP) વધારવાનો નિર્ણય કર્યો છે જે 30 દિવસથી વધારીને 120 દિવસ કરવામાં આવશે. પાર્સલ અને લગેજની આ તમામ 230 ટ્રેનોમાં મંજૂરી આપવામાં આવશે. ઉપરોક્ત ફેરફારો ટ્રેન બુકિંગ તારીખ 31 મે 2020ના રોજ સવારે 08:00 કલાક અને તે પછીથી અમલમાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627516

 

શ્રી પીયૂષ ગોયલે વેપાર સંઘોના પ્રતિનિધીઓ સાથે મુલાકાત કરી

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે વેપાર સંઘના પ્રતિનિધીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉનના સમયગાળા દરમિયાન, રાષ્ટ્રએ પોતાની રીતે કોવિડ-19 મહામારી સામે લડવા માટે તૈયારીઓ કરી લીધી છે અને માટે ક્ષમતાનું નિર્માણ કર્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેટલાક સૂચકાંકો દર્શાવે છે કે, આર્થિક સુધારાની પ્રક્રિયા હવે પાટે ચડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રીએ કોવિડ-19 મહામારી સામે લડવા માટે જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજમાં MSME માટે રૂપિયા 3 લાખની ધિરાણ ગેરેન્ટીની જોગવાઇ કરવામાં આવી છે જેમાં વેપારીઓને પણ સમાવી લેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ઘણી પરિવર્તનકારી પહેલ હાથ ધરી છે જેનાથી ભારતને વધુ મજબૂત રાષ્ટ્ર બનવામાં મદદ મળી શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627566

 

આદિજાતિ બાબતોના મંત્રાલયે લઘુતમ ટેકાના ભાવની યાદીમાં વધુ 23 ગૌણ વન પેદાશો ઉમેરવાની જાહેરાત કરી

આદિજાતિ બાબતેના મંત્રાલયે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત લઘુતમ ટેકાના ભાવ (MSP) દ્વારા ગૌણ વન પેદાશો (MFP)ના માર્કેટિંગ માટે વ્યવસ્થાતંત્ર અને MFPની મૂલ્ય સાંકળનો વિકાસ શીર્ષક હેઠળની યોજના અંતર્ગત લઘુતમ ટેકાના ભાવ (MSP)ની યાદીમાં વધુ 23 ગૌણ વન પેદાશો ઉમેરવાની અને તેના MSP નિયત કરવાની જાહેરાત કરી છે. કોવિડ-19 મહામારીના કારણે દેશમાં ઉભી થયેલી પ્રવર્તમાન સ્થિતિ જેવા અપવાદરૂપ અને અત્યંત મુશ્કેલ સંજોગોને ધ્યાનમાં રાખતા હવે 50ના બદલે 73 ચીજોને આ યાદીમાં સમાવી લેવા માટે અને ગૌણ વન પેદાશો એકત્ર કરનારા લોકોને ખૂબ જ જરૂરી એવો સહકાર આપવા માટે આદિજાતિ બાબતોના મંત્રાલયની યોજનાની સંભાવનામાં પણ વધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627631

 

2019-20 માટે વાર્ષિક રાષ્ટ્રીય આવકના હંગામી અંદાજિત આંકડા અને વર્ષ 2019-20ના ત્રિમાસિક ગાળા (ચોથા)ના કુલ ઘરેલુ ઉત્પાદનના આંકડા જાહેર

અચલ (2011-12) કિંમતે વર્ષ 2019-20માં વાસ્તવિક GDP અથવા કુલ ઘરેલું ઉત્પાદન (GDP) રૂ. 145.66 લાખ કરોડના સ્તરે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યારે તેની સરખામણીએ 31 જાન્યુઆરી 2020ના રોજ બહાર પાડવામાં આવેલા 2018-19ના વર્ષ માટે રૂ. 139.81 લાખ કરોડનું પ્રથમ સુધારેલા GDPનું અનુમાન આંકવામાં આવ્યું હતું. વર્ષ 2018-19માં GDPમાં 6.1 ટકાની સરખામણીએ વર્ષ 2019-20માં GDPમાં 4.2 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન છે. વર્ષ 2019-20માં વર્તમાન કિંમતે GDPનું અનુમાન રૂ. 203.40 લાખ કરોડના સ્તરે આંકવામાં આવ્યું છે જ્યારે તેની સરખામણીએ વર્ષ 2018-19માં પ્રથમ સુધારેલું અનુમાન રૂ. 189.71 લાખ કરોડનું હતું જે વર્ષ 2018-19માં 11.0 ટકાની સરખામણીએ 7.2 ટકાનો વૃદ્ધિદર બતાવે છે. 2019-20ના ચોથા ત્રિમાસિકગાળામાં અચલ (2011-12) કિંમતે GDPનું અનુમાન રૂ. 38.04 લાખ કરોડ આંકવામાં આવ્યું છે જ્યારે તેની સરખામણીએ વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 36.90 લાખ કરોડ હતું જે 3.1 ટકાની વૃદ્ધિ બતાવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627671

 

એપ્રિલ 2020 માટે આઠ પાયાના ઉદ્યોગોનો સૂચકાંક (બેઝ: 2011-12= 100)

એપ્રિલ મહિના માટે આઠ પાયાના ઉદ્યોગોના સૂચકાંકમાં વૃદ્ધિદર 38.1% (હંગામી) ઘટ્યો છે જ્યારે અગાઉના માર્ચ 2020 મહિનામાં તેમાં 9 ટકા (હંગામી) ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખતા, વિવિધ ઉદ્યોગો એટલે કે, કોલસો, સીમેન્ટ, સ્ટીલ, કુદરતી ગેસ, રિફાઇનરી, ક્રૂડ ઓઇલ વગેરેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627656

 

રાષ્ટ્રીય કારકિર્દી પર વિનામૂલ્યે ઑનલાઇન કૌશલ્ય તાલીમનો પ્રારંભ કરાયો

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તેમની રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) પરિયોજના અંતર્ગત હવે TCS ION સાથે ભાગીદારીમાં તેમના નોંધાયેલા નોકરી ઇચ્છુક ઉમેરવારો માટે વિનામૂલ્યે ઑનલાઇન કારકિર્દી કૌશલ્ય તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સોફ્ટ સ્કિલ્સ પર આધારિત અભ્યાસક્રમોથી શીખનારા ઉમેદવારોને કોર્પોરેટ શિષ્ટાચાર, આંતરિક વ્યક્તિગત કૌશલ્યમાં સુધારો, પ્રભાવશાળી પ્રેઝન્ટેશન તૈયાર કરવું તેમજ વર્તમાન સમયમાં ઉદ્યોગજગતમાં જેની માંગ હોય તેવા જરૂરી સોફ્ટ સ્કિલ્સ સહિતના મોડ્યૂલની મદદથી તેમના વ્યક્તિત્વ વિકાસમાં વધારો કરવામાં મદદ મળશે. તાલીમ મોડ્યૂલ NCSના પોર્ટલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષમાં ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627652

 

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને 11 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવેલા 56 GNG સ્ટેશનો દેશને સમર્પિત કર્યા

લોકોમાં પર્યાવરણને અનુકૂળ કોમ્પ્રેસ્ડ કુદરતી ગેસની ઉપલબ્ધતાનું નેટવર્ક વધુ વિસ્તારવાના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તેમજ પોલાદ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઑનલાઇન કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રને 48 CNG સ્ટેશનો સમર્પિત કર્યા હતા જ્યારે દેશમાં અન્ય 8 CNG સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. 56 CNG સ્ટેશનો 11 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે. કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રતિબંધોના કારણે સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો. જોકે, ગત મહિને થોડી છુટછાટ આપવામાં આવ્યા પછી, તેના કામકાજની ગતિ વધી હતી અને તમામ સલામતીના માપદંડો તેમજ સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને સ્ટેશનોનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આના કારણે સ્ટેશનોના પૂર્વનિર્ધારિત શિડ્યૂલમાં ઓછામાં ઓછા વિલંબ સાથે તેને કાર્યરત કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627635

 

શ્રી રામવિલાસ પાસવાને એક વર્ષમાં તેમના મંત્રાલયની સિદ્ધિઓ અંગે મીડિયાને સંબોધન કર્યું

શ્રી પાસવાને જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના સમયમાં મંત્રાલયે મુખ્યત્વે તમામ PDS અને નોન-PDS કાર્ડ ધારકો, વિસ્થાપિત શ્રમિકો અને એવા લોકો કે જેઓ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઇપણ પ્રકારની ખાદ્યાન્ન યોજનામાં નથી આવતા તેમને પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન અને દાળનો જથ્થો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે, મંત્રાલય દ્વારા નિયમિત ધોરણે રાજ્યોના અન્ન મંત્રીઓ અને સચિવો સાથે સંકલન કરવામાં આવે છે જેથી, કોઇપણ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાદ્યન્નનો જથ્થો ઉપાડવામાં સહેજપણ મુશ્કેલી કે અવરોધો ના આવે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન બફર સ્ટોકમાં સંગ્રહિત છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627669

 

INS કેસરી મડાગાસ્કરના એન્ટીસિરાના બંદર પર પહોંચ્યું

મિશન સાગરના ભાગરૂપે, ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 27 મે 2020ના રોજ મડાગાસ્કરના એન્ટીસિરાના બંદરમાં પ્રવેશ્યું હતું. મુશ્કેલીના આ સમયમાં ભારત સરકાર તેમના મિત્ર રાષ્ટ્રોને કોવિડ-19 મહામારી સામે લડવા માટે મદદ પહોંચી રહી છે અને તેના ભાગરૂપે INS કેસરીમાં કોવિડ-19 સંબંધિત આવશ્યક દવાઓ અને અન્ય જથ્થો માડાગાસ્કરના લોકો માટે લઇને આ જહાજને રવાના કરવામાં આવ્યું છે..

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627668

 

સૈન્યના કમાન્ડર્સની કોન્ફરન્સ : 27- 29 મે 2020

સૈન્યમાં સર્વોચ્ચ દ્વિવાર્ષિક કાર્યક્રમ સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સ એપ્રિલ 2020માં યોજવાની હતી પરંતુ કોવિડ-19 મહામારીના કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. એવો કાર્યક્રમ છે જેમાં પરિકલ્પના સ્તરે ચર્ચાવિચારણા બાદ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવે છે. હવે કાર્યક્રમ બે તબક્કામાં યોજાઇ રહ્યો છે. તેમાંથી પહેલા તબક્કાનું આયોજન 27થી 29 મે 2020 દરમિયાન નવી દિલ્હીમાં સાઉથ બ્લૉક ખાતે કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627654

 

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ વેબિનારના માધ્યમથી 45,000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે વેબિનારના માધ્યમથી સમગ્ર દેશની 45,000થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI)ના વડાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર દેશના કુલપતિઓ/ રજિસ્ટ્રારો/ પ્રોફેસરો/ IQAC વડાઓ/ આચાર્યો/ ફેકલ્ટીઓ સહિત શિક્ષણવિદોના મહાસમૂહને સંબોધન કર્યું હતું અને તેમની સાથે વિવિધ મુદ્દે વાર્તાલાપ કર્યો હતો. શ્રી પોખરિયાલે દેશના HEIને આહ્વાન કર્યું હતું કે, તેઓ સિસ્ટમની મર્યાદામાંથી બહાર આવીને વર્તમાન પરિસ્થિતિને નવી તક તરીકે જુએ. તેમણે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, માતા-પિતાને ઑનલાઇન પદ્ધતિ અપનાવવા અને વર્તમાન સ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે આહ્વાન કર્યું હતું જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર અને HEIની કામગીરી વિના અવરોધે ચાલુ રહે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ઑનલાઇન ઇકોસિસ્ટમમાં તાકીદના ધોરણે સુધારો કરવાની અને તેને આગળના સ્તરે લઇ જવાની જરૂર છે અને શિક્ષકોએ તેની પહોંચ વધારવામાં યોગદાન આપવું જોઇએ જેથી ઑનલાઇન શિક્ષણ ગ્રામીણ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627487

 

પશ્ચિમી નૌસેના કમાન્ડ ખાતે અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શન સુવિધા ઉભી કરવામાં આવી

વર્તમાન પરિસ્થિતિમાં ઉભી થઇ રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવલ ડોકયાર્ડ (મુંબઇ) દ્વારા અલ્ટ્રાવાયોલેટ (UV) સેનિટાઇઝેશન બૅ તૈયાર કરવામાં આવી છે. આ UV બૅનો ઉપયોગ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સાધનો, વસ્ત્રો અને અન્ય પરચૂરણ ચીજોને જીવાણું મુક્ત કરવા માટે થાય છે. આ પડકારજનક કામગીરીમાં એક સામાન્ય મોટા ઓરડાને કૌશલ્યપૂર્ણ રીતે UV બૅમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેમાં UV-C લાઇટિંગ માટે એલ્યુનિમિયમની શીટ્સ અને ઇલેક્ટ્રિકલ ગોઠવણ કરવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627501

 

સંશોધકોએ કોરોના વાયરસનું સંવર્ધન કર્યું, દવાના પરીક્ષણ અને રસી વિકસાવવામાં મદદરૂપ થઇ શકે છે

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CCMB)એ દર્દીઓમાંથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલમાંથી કોરોના વાયરસ (SARS-CoV-2)નું સ્થિર સંવર્ધન સ્થાપિત કર્યું છે. CCMB ખાતે વાયરોલોજિસ્ટ્સે ચેપી વાયરસોને વિવિધ આઇસોલેટ્સથી આઇસોલેટ કર્યા છે. લેબોરેટરીમાં વાયરસનું સંવર્ધન કરવાના સામર્થ્યના કારણે CCMB હવે કોવિડ-19 સામે લડવા માટે રસી વિકસાવવા માટે સંશોધન અને સંભવિત દવાઓનું પરીક્ષણ કરી શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627590

 

સુરત સ્માર્ટ સિટીએ કોવિડ-19 વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે મુખ્ય IT પહેલ હાથ ધરી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 મહામારી સામે લડવા માટે વિવિધ IT પહેલ હાથ ધરવામાં આવી છે. SMC દ્વારા SMC કોવિડ-19 ટ્રેકર સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેમાં એક વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન સમાવેલી છે. તેનું નામ ‘SMC કોવિડ-19 ટ્રેકર રાખવામાં આવ્યું છે. તેની મદદથી જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા અન્ય રાજ્યોમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોય અને કોવિડ-19 પોઝિટીવ રિપોર્ટ ધરાવતા લોકોના સીધા સંપર્કમાં આવ્યા હોય તેમને ટ્રેક કરી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627638

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ પંજાબ સરકારે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકો માટે (રાજ્યમાં આવતાં/બહાર જતાં) વધારાની માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ મુસાફરોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને સામાજિક અંતર જાળવવાનું રહેશે. બિનજરૂરી લોકોના ટોળાંને ભેગા થતાં અટકાવવા માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતાં મુસાફરોને રેલવે પ્લેટફોર્મ ઉપર પ્રવેશ આપવામાં આવશે. (મુસાફરોને મુકવા આવતાં લોકોને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી મળશે નહીં). ઉપરાંત પ્લેટફોર્મ પર પ્રવેશ કરતાં તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમામ મુસાફરોએ પ્રસ્થાન સમયથી 45 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જવાનું રહેશે.
  • હરિયાણાઃ ગૃહમંત્રીએ જણાવ્યું છે કે, કોવિડ-19 ફેલાવો અટકાવવો તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ માર્ગદર્શિકાના ચુસ્ત પાલનને સુનિશ્ચિત કરવા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ચેપના ફેલાવો અટકાવવા માટે જાહેર સ્થાનો ઉપર માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે હવે ફરજિયાત રહેશે. આજ રીતે જાહેર સ્થાનો ઉપર થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે. બન્ને જોગવાઇઓનું ઉલ્લંઘન કરનારા લોકોને રૂ. 500નો દંડ ભરવો પડશે. ઉલ્લંઘન કરનારા વ્યક્તિએ દંડની રકમ કોર્ટમાં નહીં પરંતુ રોકડમાં ચૂકવવાની રહેશે.
  • હિમાચલ પ્રદેશઃ રાજ્ય સરકાર દ્વારા હિમાચાલ પ્રદેશમાં સ્થાનિક ફ્લાઇટ અને ટ્રેનો મારફતે મુસાફરી કરતાં લોકો માટે માનક કાર્યવાહી પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે. ફ્લાઇટ/ ટ્રેનની મુસાફરી પહેલા અને રાજ્યમાં પ્રવેશતાં તમામ એન્ડ્રોઇડ અને iOS ફોન ધરાવતાં મુસાફરોએ ફરજિયાત આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તેમજ મુસાફરી દરમિયાન સામાજિક અંતર અને ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં 2,598 નવા કેસો નોંધાતાં કોવિડ-19 પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 59,546 પર પહોંચી ગઇ છે. કોવિડ-19થી સંક્રમિત 85 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા, જેમાં મુંબઇના 38 લોકોનો સમાવેશ થાય છે. સાથે મહામારીના કારણે કુલ મૃત્યુઆંક 1,982 પર પહોંચી ગયો છે. અનેક નાગરિકો પોતાના વતનમાં પરત ફરતાં હોવાથી મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રોજ-બરોજ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. અહેમદનગર, સિંધુદુર્ગ અને નાંદેડ જિલ્લાઓમાંથી નવા કેસો નોંધાયાં છે.
  • ગુજરાતઃ 21 જિલ્લાઓમાંથી 367 નવા કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 15,572 પર પહોંચી ગઇ છે. વધુમાં ગુરુવારે કોરોના વાયરસથી મુક્ત થયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ 8,000ને પાર કરી ગઇ છે. એક તરફ જ્યારે અમદાવાદમાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે હોસ્પિટલમાંથી રજા મેળવતાં દર્દીઓની સંખ્યા પણ વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર 381 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં કોવિડ-19ના નવા 91 કેસો સામે આવતાં રાજ્યમાં પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા 8,158 પર પહોંચી ગઇ છે, જેમાંથી અત્યાર સુધી 4,855 લોકો સાજા થયા છે. ઝાલાવાડ જિલ્લામાં ચેપના નવા 42 કેસો નોંધાયાં હતા. અત્યાર સુધી રાજ્યમાં 3.65 લાખથી વધુ લોકો ઉપર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
  • મધ્યપ્રદેશઃ 192 નવા કેસો નોંધાતાની સાથે રાજ્યમાં કોવિડ-19 પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 7,453 પર પહોંચી ગઇ છે. હોટસ્પોટ ઇન્દોરમાં કોવિડના સૌથી વધારે 78 નવા કેસો નોંધાયાં હતા. એક તરફ જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 4,050 દર્દીઓ સાજા થયા છે ત્યારે હજુ પણ 3,082 સક્રિય કેસો છે.
  • છત્તીસગઢઃ આજે કોવિડ-19ના 5 નવા કેસો સામે આવતાં રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 321 થઇ ગઇ છે. નવા દર્દીઓ બિલાસપુર (2 વ્યક્તિઓ), દુર્ગ, મહાસમુંદ અને જગદલપુરમાંથી નોંધાયાં છે. એક પોઝિટીવ કેસ ગુરુવારે રાત્રે મુંગેલી જિલ્લામાંથી નોંધાયો છે.
  • કેરળ: રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે મૃત્યુઆંક વધીને 8 પર પહોંચી ગયો છે. એક 68 વર્ષીય પુરુષનું ડાયાબિટિસ, મેદસ્વીતા અને સાથે કોવિડ-19 બીમારીના કારણે કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોવિડ-19ના કોઇ કમ્યુનિટી ફેલાવો નથી તેવો આરોગ્ય મંત્રીએ આજે પુનરોચ્ચાર કર્યો હતો. સતત ભૂલો અને પરિચાલનમાં વિસંગતતા હોવા છતાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્યમાં દારુની દુકાનો પર વર્ચ્યુઅલ કતાર વ્યવસ્થાપન માટે BevQ એપ્લિકેશનનો ઉપયોગ ચાલુ રાખવામાં આવશે; અધિકારીઓને આમાં રહેલી ખામીઓ વહેલી તકે દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. દરમિયાન, વધુ બે કેરળવાસીઓ જેદ્દાહમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગઇકાલે ચોર્યાસી લોકોના પોઝિટીવ ટેસ્ટ આવ્યા હતા જેથી રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 526 થઇ છે.
  • તામિલનાડુ: કોઇમ્બતુર હવાઇમથકે નવ મુસાફરોમાં કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે; જેમાંથી તિરુચીની પાંચ વ્યક્તિઓ, બે નમક્કાલથી અને કોઇમ્બતૂર તેમજ ઇરોડમાંથી એક એક વ્યક્તિ છે. રેલવેના અધિકારીઓને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી ચેન્નઇમાં આવેલા દક્ષિણ રેલવેના વડામથક અને ICFની બે કચેરીને બંધ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ નોય્યાલ રીનોવેશન પરિયોજના માટે શીલાન્યાસ કર્યો હતો; રૂપિયા 230 કરોડની પરિયોજનાથી અંદાજે 7,000 એકર ખેતીલાયક જમીનને ફાયદો થશે. 827 નવા કોવિડ-19ના કેસ ગઇકાલે નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા: 19372, સક્રિય કેસ: 8676, મૃત્યુ: 145, સાજા થતા રજા આપવામાં આવી: 10548, ચેન્નઇમાં સક્રિય કેસ: 6351 છે.
  • કર્ણાટક: રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 178 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 35 દર્દીઓને રજા આપવામાં આવી છે; આજે નવા નોંધાયેલા કેસોમાંથી 62 રાયચુરમાં, 60 યદાગીરીમાં, 16 ઉડુપીમાં, 15 કાલબુર્ગીમાં, 10 બેંગલુરુ સિટીમાં, 4 દેવનાગેરેમાં તેમજ માંડ્યા અને મૈસૂરમાં બે-બે કેસ, જ્યારે બેંગલુરુ ગ્રામીણ, શિમોગા, ચિત્રદુર્ગ અને ધારવાડમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 2711 થઇ છે. સક્રિય કેસ: 1763, સાજા થયા: 869, મૃત્યુ: 47.
  • આંધ્રપ્રદેશ: રાજ્ય ચૂંટણી કમિશનર (SEC)નો કાર્યકાળ ઘટાડવા, યોગ્યતા અને અને નિયુક્તિની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે પંચાયતી રાજ અધિનિયમ 1994માં સુધારો કરવાના આશયથી રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને ઉચ્ચ અદાલતે રદબાતલ ગણાવ્યો છે; અદાલતે રાજ્યને નિર્દેશો આપ્યા છે કે SEC તરીકે હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા એન. રમેશકુમારને ફરી નિયુક્ત કરવામાં આવે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખવાના એકપક્ષી નિર્ણયના કારણે તેમને હોદ્દા પરથી હટાવવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 33 કોવિડ-19ના પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 79 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસ: 2874, સક્રિય કેસ: 777, સાજા થયા: 2037, મૃત્યુ થયા: 60. અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોમાં કુલ 345 પોઝિટીવ કેસ મળી આવ્યા છે જેમાંથી અત્યારે 156 કેસ સક્રિય છે. વિદેશથી આવેલા લોકોમાં કુલ 111 વ્યક્તિને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે.
  • તેલંગાણા: શોપિંગ સેન્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અન્ય દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી તેવી રીતે તાત્કાલિક ધોરણે મોલ અને શોપિંગ સેન્ટરો ફરી ખોલવાની મંજૂરી આપવા માટે વિનંતી કરી છે. હૈદરાબાદના એક વતનીનું સાઉદી અરેબિયામાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું છે પરંતુ તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્યાંજ તેમની અંત્યેષ્ઠિ કરવા માટે તેમણે સંમતી આપી હોવા છતાં, અત્યાર સુધી આ વિધિ પૂરી કરવામાં આવી નથી. કોવિડ-19ના સંક્રમણની પેર્ટન પર દેખરેખ રાખવા માટે અને લક્ષણો વગરના તેમજ અત્યંત ઓછો ચેપ ધરાવતા લોકોની સંક્રમણમાં ભૂમિકાના પૂરવા તૈયાર કરવા માટે સેમ્પલિંગ માટે પસંદ કરવામાં આવેલા 14 હોટસ્પોટ મેટ્રો શહેરોમાં હૈદરાબાદ પણ સામેલ છે. તેલંગાણામાં 29 મેના રોજ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2256 થઇ હતી. આજ દિન સુધીમાં 175 વિસ્થાપિત લોકો અને 173 વિદેશથી પરત આવેલા લોકોમાં કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે.
  • અરુણાચલ પ્રદેશ: ઇટાનગરના DC જણાવ્યું હતું કે, દરેક લોકોની સલામતી માટે તમામ હોટેલ અને અન્ય ક્વૉરેન્ટાઇન કેન્દ્રોનું નિયમિત ધોરણે સેનિટાઇઝેશન કરવામાં આવે છે અને તમામ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં નાફેડ દ્વારા અત્યાર સુધીમાં એપ્રિલથી જૂન મહિના માટે 491 મેટ્રિક ટનથી વધુ દાળનો જથ્થો તેમના ગોડાઉનમાં પહોંચાડી દેવામાં આવ્યો છે.
  • આસામ: આજે આસામમાં GMCHમાંથી 6 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કોવિડ-19ના તેમના બે વખત નેગેટીવ રિપોર્ટ આવ્યા હતા.
  • મણીપૂર: મણીપૂર યુનિવર્સિટી કોવિડ-19 ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક આજે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં રાજ્યમાં આગામી શૈક્ષણિક કેલેન્ડર હાથ ધરવાની રીતો અંગે ચર્ચા થઇ હતી.
  • મિઝોરમ: મધ્યપ્રદેશ અને ગુજરાતથી મિઝોરમના લોકોને લઇને આવેલી વિશેષ ટ્રેન આજે બપોર પછી મિઝોરમના કોલાસિબ જિલ્લામાં બૈરાબી રેલવે સ્ટેશને પહોંચી હતી. અગાઉ, કર્ણાટકથી મિઝો લોકોને લઇને આવેલી એક વિશેષ ટ્રેન આજે સવારે મિઝોરમના બૈરાબી ખાતે પહોંચી હતી. ટ્રેનોમાં 77 સહ મુસાફરોમાં બીમારીના લક્ષણો દેખાતા તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા; તમામમાં RT-PCR અને RAT કરવામાં આવશે તેમ કોલાસિબ ખાતે CMO દ્વારા જણાવવામાં આવ્યું હતું.
  • નાગાલેન્ડ: નાયબ મુખ્યમંત્રીએ આસામના કોવિડ-19 હોટબેડ મેરાપા વિસ્તારની બાજુએ આવેલી રાજ્યની વોખા જિલ્લાની ભાંડારી ચેકપોસ્ટ સહિત આસામ સાથેની સરહદો ધરાવતા તમામ વિસ્તારો સીલ કરવાનો આદેશ આપ્યો હતો. દીમાપુર ખાતે આવેલું ગણેશનગર ક્વૉરેન્ટાઇન કેન્દ્ર 1070 લોકોને રહેવાની વ્યવસ્થા માટે તૈયાર છે; મુખ્યમંત્રી નેઇફીઉ રીઓએ સુવિધા ઉભી કરવામાં રાજ્ય પોલીસે કરેલી મદદ બદલ તેમની પ્રશંસા કરી હતી.
  • ત્રિપૂરા: આજે પ્રથમ મુસાફર ફ્લાઇટ અગરતલાના MBB હવાઇમથકે આવી હતી. કોલકતાથી આવેલી ફ્લાઇટમાં 170 મુસાફરો હતા અને 170 મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું.

 

PIB FACT CHECK

 

 

 

 

 

 



(Release ID: 1627736) Visitor Counter : 330