PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 28 MAY 2020 6:39PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

Date: 28.5.2020

 

Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

દેશમાં અત્યારે કોવિડ-19ના 86,110 કેસો સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે જ્યારે, કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 67,691 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કુલ 3266 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ, દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 42.75% નોંધાયો છે.

 વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627188

 

કેબિનેટ સચિવે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત 13 શહેરોમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી

કેબિનેટ સચિવે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત 13 શહેરોના મ્યુનિસિપલ કમિશનરો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજીને કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ખૂબ જ મહત્વની હતી કારણ કે, તેમાં સમાવવામાં આવેલા 13 શહેરોમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો આવેલા છે અને દેશમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસોમાંથી અંદાજે 70 ટકા કેસો ત્યાં જ નોંધાયેલા છે. મુંબઇ, ચેન્નઇ, દિલ્હી/ નવી દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાતા/ હાવરા, ઇન્દોર (મધ્યપ્રદેશ), જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર (તામિલનાડુ) 13 શહેરોમાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 13 શહેરોમાં કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627443

 

શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આર્થિક સ્થિરતા અને વિકાસ પરિષદની 22મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે આર્થિક સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની 22મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વર્તમાન વૈશ્વિક અને સ્થાનિક માઇક્રો ઇકોનોમિક પરિસ્થિતિ, આર્થિક સ્થિરતા અને નિઃસહાયતાના પ્રશ્નો, નિયામક અને નીતિ પ્રતિક્રિયા તરીકે બેંકો અને અન્ય આર્થિક સંસ્થાઓને મુખ્યત્વે સામનો કરવો પડશે તેવા મોટા મુદ્દાઓ, પ્રવાહિતા/ NBFC/HFC/MFIની સદ્ધરતા અને અન્ય સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બજારની અસ્થિરતા, સ્થાનિક સંસાધનોની હેરફેર અને મૂડી પ્રવાહના મુદ્દાઓની પણ આ પરિષદમાં વિગતે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદે નોંધ્યું હતું કે, કોવિડ-19 મહામારી કટોકટીના કારણે વૈશ્વિક આર્થિકતંત્ર સામે ઘણું ગંભીર જોખમ ઉભું થયું છે કારણ કે આ મહામારીના કારણે કટોકટીની છેવટની અસર અને રિકવરીના સમય અંગે વર્તમાન તબક્કે સંપૂર્ણ અનિશ્ચિતતા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627456

 

શ્રીમતી નિર્મલા સીતારમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ન્યૂ ડેવલપમેન્ટ બેંકની બોર્ડ ઓફ ગવર્નર્સની વિશેષ બેઠકમાં ભાગ લીધો.

પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં નાણાં મંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ભંડોળમાં NDBના યોગદાનની પ્રશંસા કરી હતી. તેના કારણે ભારત સહિત સભ્ય દેશોના વિકાસના એજન્ડામાં સકારાત્મક અસર જોવા મળી છે. ખૂબ ટુંકા સમયગાળામાં, NDBએ તેના સભ્ય દેશો માટે 16.6 અબજ ડૉલરની 55 પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. શ્રીમતી સીતારમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ બેંકે સફળતાપૂર્વક પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને સાથી MDB સાથે ખભાથી ખભો મિલાવીને ગૌરવભેર ઉભી રહે છે. નાણાં મંત્રીએ બ્રિક્સના નેતાઓ દ્વારા 2014માં દ્વારા જોવામાં આવેલી દૂરંદેશીને ઝડપથી આકાર આપવા માટે હાલમાં પદભાર છોડી રહેલા NDBના અધ્યક્ષ શ્રી. કે.વી.કામથે કરેલી અદભૂત કામગીરીની પ્રશંસા કરી હતી. કોવિડ-19 ઇમરજન્સી કાર્યક્રમ લોન પ્રોડક્ટની શરૂઆત સાથે કોવિડ-19 સામે આપેલી ત્વરિત પ્રતિક્રિયારૂપી તેમનું યોગદાન હંમેશા યાદગાર બની જશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627195

 

ભારતીય રેલવેએ 27 મે 2020 (10:00 કલાક) સુધીમાં સમગ્ર દેશમાં 3543 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું અને માત્ર 26 દિવસમાં શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા 48 લાખથી વધુ મુસાફરોને તેમના વતન રાજ્યોમાં પહોંચાડ્યા

27 મે 2020 સુધીની સ્થિતિ અનુસાર ભારતીય રેલવેએ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં કુલ 3543 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે. 26.05.2020ના રોજ એક જ દિવસમાં 255 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં, શ્રમિક વિશેષ ટ્રેનોની શરૂઆત કર્યા બાદ માત્ર 26 દિવસમાં જ આ ટ્રેનો મારફતે 48 લાખથી વધુ વિસ્થાપિત લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચવા માટે મુસાફરીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 3543 ટ્રેનો વિવિધ રાજ્યોમાંથી રવાના થઇ હતી. જ્યાંથી સૌથી વધુ સંખ્યામાં શ્રમિક વિશેષ ટ્રેનો રવાના કરવામાં આવી હોય તેવા ટોચના પાંચ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત (946 ટ્રેન), મહારાષ્ટ્ર (677 ટ્રેન), પંજાબ (377 ટ્રેન), ઉત્તરપ્રદેશ (243 ટ્રેન) અને બિહાર (215 ટ્રેન) છે. શ્રમિક વિશેષ ટ્રેનો દેશમાં વિવિધ રાજ્યોમાં તેમના ગંતવ્ય સ્થાનોએ પહોંચી છે. સૌથી વધુ ટ્રેનો આવી હોય તેવા ટોચના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ (1392 ટ્રેન), બિહાર (1123 ટ્રેન), ઝારખંડ (156 ટ્રેન), મધ્યપ્રદેશ (119 ટ્રેન), ઓડિશા (123 ટ્રેન) છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627231

 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે વચ્ચે ટેલીફોનિક ચર્ચા થઇ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે સાથે ચર્ચા કરી અને શ્રીલંકાની સંસદમાં એમના પ્રવેશ કર્યા ને 50 વર્ષ પૂર્ણ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રીએ શ્રીલંકાના વિકાસમાં તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં શ્રી રાજપક્ષેના યોગદાનને યાદ કરી તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. બંને નેતાઓ એ વર્તમાન કોવિડ-19 મહામારીથી સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા પર થનારી અસરો વિષયે તેમજ બંને દેશો એની સામે લડત લડવા કરવામાં આવી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ મહામહિમ રાજપક્ષેને કહ્યું કે ભારત આ પડકાર ભરેલા સમયમાં શ્રીલંકાને શક્ય દરેક મદદ કરવા તૈયાર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627398

 

PM-GKY અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 13.4 કરોડ લાભાર્થીઓમાં 1.78 લાખ મેટ્રિક ટન દાળના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PM-GKY) અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદાજે 4.57 લાખ મેટ્રિક ટન દાળનો જથ્થો વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યો છે. આમાંથી વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1340.61 લાખ લાભાર્થીઓમાં 1.78 લાખ મેટ્રિક ટન દાળના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનંમત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 24.3.2020થી આજ દિન સુધીમાં લૉકડાઉનના અમલ દરમિયાન 9.67 કરોડ ખેડૂતોને રૂપિયા 19,350.84 કરોડ ટ્રાન્સફર કરીને તેમને લાભ પહોંચાડવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627218

 

શ્રી પીયૂષ ગોયલે નિકાસકારોને વધુ સ્પર્ધાત્મક બનવા અને દુનિયાને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો પૂરાં પાડવા માટે આહ્વાન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા નિકાસ પર આયોજિત ડિજિટલ સમિટમાં ભાગ લીધો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા અર્થતંત્રમાં વૃદ્ધિ લાવવા માટે મજબૂતી લાવવાના વર્તમાન ક્ષેત્રોને સંકલિત કરવા ઉપરાંત નિકાસમાં વિવિધતા જરૂરી છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આપણે તાકાતની સ્થિતિથી વાત કરવી જોઇએ, સ્પર્ધાત્મક બનો અને દુનિયાને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો પૂરાં પાડો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ભારત એક નિર્ભર ભાગીદાર અને ભરોસાપાત્ર મિત્ર તરીકે દેખાવું જોઇએ, ખાસ કરીને જ્યારે વૈશ્વિક પૂરવઠા સાંકળો ફરીથી બેઠી થઇ રહી છે ત્યારે આ સ્થિતિ થવી જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627432

 

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે ઉદ્યોગો અને વ્યાપારી સંગઠનો સાથે બેઠકનું આયોજન કર્યું; શ્રી ગોયલે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત મતલબ માત્ર પોતાનો વિચાર કરનાર નહીં પરંતુ આત્મવિશ્વાસુ, સ્વનિર્ભર અને સંભાળ લેતું રાષ્ટ્ર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્યોગો અને વ્યાપારી સંગઠનો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત મતલબ માત્ર પોતાનો જ વિચાર કરનારું, સંકુચિત અથવા વિદેશી વિરોધી ભારત નથી. પરંતુ આ પરિકલ્પનાનો સાચો અર્થ, આત્મવિશ્વાસુ, સ્વનિર્ભર અને સંભાળ લેનારું એવું રાષ્ટ્ર છે જ્યાં સમાજના દરેક વર્ગના લોકોની કાળજી લેવામાં આવે અને દેશના તમામ ભાગોનો વિકાસ કરવા માટે ધ્યાન આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતથી 130 કરોડ ભારતીયોમાં એકતાના નવા જુસ્સાનો સંચાર થશે. આનાથી ભારતીય કંપનીઓને સહકાર મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આપણે ફર્નિચર, રમકડાં, સ્પોર્ટ્સ શૂઝ જેવી કેટલીક રોજિંદા ઉપયોગની ચીજોની પણ આપણે આયાત કરીએ છીએ તે બાબત ઘણી પીડાદાયક છે. દેશમાં ટેકનિકલ આવડત અને કૌશલ્યપૂર્ણ લોકો હોવા છતાં પણ આ સ્થિતિ છે. આવી બાબતોમાં હવે પરિવર્તન લાવવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627215

 

શ્રી પાસવાને FCIની ખાદ્યાન્ન વિતરણ અને ખરીદીની કામગીરીની સમીક્ષા કરી

શ્રી રામવિલાસ પાસવાને FCI દ્વારા લૉકડાઉનના સમયમાં કરવામાં આવેલી કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ખાદ્યાન્નની હેરફેર અત્યારે સર્વાધિક ઉચ્ચ સ્તરે છે. તેમણે કહ્યું કે, FCIનું કાર્યદળ વૈશ્વિક મહામારીના સ્થિતિમાં અન્ન યોદ્ધા તરીકે ઉભરી આવ્યું છે અને તેમણે આ પડકારને તકમાં પરિવર્તિત કરી દીધો છે. FCIએ લૉકડાઉનના સમય દરમિયાન વિક્રમી જથ્થામાં ખાદ્યાન્નનું લોડિંગ, અનલોડિંગ અને પરિવહન કર્યું છે. બીજી તરફ, કોઇપણ અવરોધ વગર ખરીદીની પ્રક્રિયા પણ એકધારી ચાલુ રાખવામાં આવી છે અને આ વર્ષે સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી ઘઉંની ખરીદી ગત વર્ષના આંકડા કરતા વધી ગઇ છે. મંત્રીશ્રીએ સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાદ્યાન્નના વિતરણ અંગે પણ માહિતી મેળવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627463

 

પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને નવીનતમ રીતો દ્વારા આગળ વધારવામાં આવશે

પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને નવીનતમ રીતો દ્વારા આગળ વધારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ભાગીદાર મંત્રાલયોના સચિવો દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627461

 

શ્રી સંતોષ ગંગવારે @LabourDG ટ્વીટર હેન્ડલ શરૂ કર્યું; હેન્ડલ મારફતે શ્રમિકોના કલ્યાણ સંબંધિત તાજેતરના આંકડા પૂરા પાડવામાં આવશે

શ્રમિકોના કલ્યાણ સંબંધિત તાજેતરના આંકડા પૂરા પાડવાના પ્રયાસરૂપે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી સંતોષકુમાર ગંગવારે ગઇકાલે શ્રમ બ્યૂરો માટે @LabourDG ટ્વીટર હેન્ડલનો પ્રારંભ કરાવ્યો છે. મંત્રીશ્રીએ ટ્વીટ કરી હતી કે, આ હેન્ડલ ભારતીય શ્રમ બજાર સૂચકોના સ્નેપશોટનો નિયમિત અને અપડેટેડ સ્રોત રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627410

 

કોવિડ-19 ખતમ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલજી વિભાગ વિવિધ ઉકેલો શોધી રહ્યો છે

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સચિવ પ્રોફેસર કે. વિજય રાઘવને આજે મીડિયાને સંબોધતી વખતે, રસી, દવાની શોધ, નિદાન અને પરીક્ષણના ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત કોવિડ-19 અંગે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત માહિતી આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627464

 

કર્નુલ સ્માર્ટ સિટીમાં કોવિડ-19 સામે લડવા માટે મુખ્ય પહેલો હાથ ધરવામાં આવી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1627442

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે 27/05/2020ના રોજ સેક્ટર 38માં અને 28/05/2020ના રોજ સેક્ટર 82માં કન્ટેઇન્મેન્ટ કામગીરીઓએ બંધ કરવાની મંજૂરી આપી દીધી છે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વિસ્તારમાં રહેવાસીઓનું સ્ક્રિનિંગ, દેખરેખ અને આરોગ્ય પર ચુસ્ત દેખરેખની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત, આ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમિત સેનિટાઇઝેશનના પગલાં અને IEC અભિયાન ચાલુ રાખવામાં આવશે. જો કોઇ નવા શંકાસ્પદ કેસો હશે તો અનિશ્ચિત ધોરણે સેમ્પલ લેવામાં આવશે અને વહીવટીતંત્રને તેની જાણ કરવામાં આવશે. આ વિસ્તારોમાં સામાજિક અને જાહેર મેળાવડા પર હજુ પણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર પ્રતિબંધ ચાલુ રહેશે અને સામાજિક અંતર, ફરજિયાત માસ્ક પહેરવું તેમજ સ્વચ્છતા જાળવવી વગેરે પગલાંનો ચુસ્ત અમલ ચાલુ રહેશે.
  • પંજાબ: વધી રહેલી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પંજાબ સરકારે ભારત સરકાર પાસેથી રૂપિયા 51,102 કરોડના આર્થિક પ્રોત્સાહનની માંગણી કરવાનો નિર્ણય લીધો છે જેથી રાજ્યમાં કોવિડ-19 મહામારી અને ખૂબ લાંબા સમય સુધી અમલમાં રહેલા લૉડાઉનના કારણે ઉભી થયેલી આર્થિક કટોકટીના સંકટમાંથી રાજ્ય બહાર આવી શકે. પંજાબ સરકાર 30 મે ના રોજ લૉકડાઉનના સંદર્ભમાં ભાવિ પગલાં લેવા અંગે નિર્ણય લેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 30 મેના રોજ સંબંધિત વિભાગોની બેઠકમાં કોવિડ-19ની રાજ્યમાં એકંદરે કેવી સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ લૉકડાઉનનો અમલ આગળ ચાલુ રાખવો કે પછી તેમાંથી મુક્તિ આપવી તે અંગે રાજ્ય સરકારના નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
  • હરિયાણા: હરિયાણા સરકારે રાજ્યના તમામ નાયબ કમિશનરોને નિર્દેશો આપ્યા છે કે, દેશમાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પહેલા સાત દિવસ સુધી સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું તેમજ પછીના સાત દિવસ હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવાનું સુનિશ્ચિત કરવામાં આવે. જો હોમ ક્વૉરેન્ટાઇન માટે પૂરતી વ્યવસ્થા ના હોય તો, સંબંધિત નાયબ કમિશનર તેમના જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સાથે વિચારવિમર્શ કરીને આવા મુસાફરોને વધુ સાત દિવસ સુધી નિર્ધારિત સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રહેવા માટે વ્યવસ્થા કરે. આ ઉપરાંત, તમામ DCને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHF&W) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને રાજ્યમાં અનુસરવામાં આવે અને શબ્દશ: તેનો અમલ કરવામાં આવે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ નાયબ કમિશનરો, પોલીસ સુપરિન્ટેન્ડેટ્સ અને મુખ્ય આરોગ્ય અધિકારીઓને સંબોધતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં વધુ બહેતર સુવિધાઓ સુનિશ્ચત કરવાની જરૂર છે જેથી લોકોને આવા કેન્દ્રોમાં રહેવામાં આરામદાયકતા રહે. તેમણે જણાવ્યું હતું કે, રેડ ઝોનમાંથી આવી રહેલા તમામ લોકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે અને માત્ર તેમના કોવિડ-19ના ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી ફરજિયાતપણે હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોમાંથી આવી રહેલા હિમાચલવાસીઓ માટે પણ આવી જ પ્રક્રિયા અપનાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યત્વે કોવિડ-19ના પોઝિટીવ દર્દીઓના તમામ સંપર્કોના ટ્રેસિંગ અને સ્ક્રિનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેથી સમયસર સારવાર સુનિશ્ચિત થઇ શકે અને આ વાયરસને વધુ ફેલાતો રોકી શકાય. તેમણે કહ્યું હતું કે, તમામ લોકોને કોરોના મુક્ત એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવું જોઇએ જેથી ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકોની તમામ હિલચાલ પર અસરકારક રીતે દેખરેખ રાખી શકાય.
  • કેરળ: વિસ્થાપિત શ્રમિકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે હાથમાં લીધેલા સુઓમોટો કેસના પ્રતિભાવમાં કેરળની સરકારે સર્વોચ્ચ અદાલતને માહિતી આપી હતી કે, તેમણે 55 ટ્રેનોમાં 70,137 વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન રાજ્યોમાં પહોંચાડ્યા છે; 4,34,280 વિસ્થાપિત શ્રમિકોને 21,556 શિબિરોમાં આશ્રય આપીને ભોજન, પાણી અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાજ્યમાં દારુની દુકાનો આજે સવારથી ફરી શરૂ કરવામાં આવી છે; બેવ-ક્યૂ એપ્લિકેશન અંગે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફરિયાદો નોંધાઇ છે. દારુની દુકાનો પર વર્ચ્યુઅલ કતાર વ્યવસ્થાપન માટે આ એપ્લિકેશન છે. પોલીસે હોમ ક્વૉરેન્ટાઇનનું ઉલ્લંઘન કરનારાઓને શોધી કાઢવા માટે ઓચિંતા તપાસ કરવાનું શરૂ કર્યું છે; ઉલ્લંઘન કરનારાઓને રાજ્ય દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓમાં ખસેડવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19નો પહેલો કેસો નોંધાયા પછી 119માં દિવસે કેરળમાં પુષ્ટિ થયેલા કેસોનો આંકડો ગઇકાલે 1000થી આગળ વધીને 1004 સુધી પહોંચી ગયો છે; અંદાજે 45 ટકા (445) દર્દીઓ છેલ્લા 14 દિવસમાં જ ઉમેરાયા છે. અત્યાર સુધીમાં વિદેશમાંથી અને અન્ય રાજ્યોમાંથી પરત આવવા માટે 6 લાખ કેરળવાસીઓએ નોંધણી કરવાની છે જેમાંથી 1.05 કેરળવાસીઓ 27 મે સુધીમાં રાજ્યમાં પરત આવ્યા છે.
  • તામિલનાડુ: દક્ષિણ રેલવેએ ચેન્નઇમાં તેમના સ્ટાફમાંથી એક સભ્યને કોવિડ-19નો પોઝિટીવ રીપોર્ટ આવ્યા પછી હેડક્વાર્ટર બંધ કરી દીધું છે; સંપૂર્ણ કચેરી અને તેના સંકુલમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કર્યા પછી સોમવારથી કચેરી ફરી શરૂ કરવામાં આવશે. મુદરાઇમાં ફ્લાઇટ દ્વારા આવેલા ત્રણ મુસાફરોએક બેંગલુરુથી અને બે નવી દિલ્હીથીને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં તીડ મામલે ખેડૂતો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે; અધિકારીઓને લાગે છે કે તીડના કારણે તામિલનાડુમાં કોઇ જ જોખમ નથી તેમ છતાં પણ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કોવિડ-19ના 817 નવા કેસ ગઇકાલે નોંધાયા હોવાથી કુલ પુષ્ટિ થયેલા કેસની સંખ્યા વધીને 18,545 થઇ છે. હાલમાં સક્રિય કેસ: 8500, મૃત્યુ: 133, સાજા થઇ જતા રજા આપવામાં આવી: 9909, ચેન્નઇમાં સક્રિય કેસ: 6307 છે.
  • કર્ણાટક: રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોવિડ-19ના નવા 75 કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે; આજે નોંધાયેલા નવા કેસોમાંથી ઉડુપીમાં 27, હસનમાં 13, બેંગલોર શહેરમાં 7, યદાગીરીમાં 7, ચિત્રદુર્ગમાં 6, દક્ષિણ કન્નડમાં 6, કાલબુર્ગી અને ચિક્કમાગુલરમાં ત્રણ-ત્રણ, વિજયપુરામાં 2, રાયચુરમાં 1 કેસ છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2493 થઇ છે. હાલમાં સક્રિય કેસ 1635 છે જ્યારે  809 દર્દીઓ સાજા થઇ ગયા છે અને કુલ 47 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
  • આંધ્રપ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ શૈક્ષણિક વેબ પોર્ટલ www.apsermc.ap.gov.in શરૂ કર્યું છે. રાજ્યમાં શાળાઓ અને કોલેજો પર દેખરેખ રાખવા માટે આ પોર્ટલની શરૂઆત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસ માટે સકારાત્મક માહોલ ઉભો કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9858 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં 54 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 45 દર્દીઓ સાજા થયા છે અને એક વ્યક્તિનું મૃત્યું થયું છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા: 2841. સક્રિય કેસ: 824, સાજા થયા: 1958, મૃત્યુ: 59. અન્ય રાજ્યમાંથી આવેલા લોકોમાં કુલ 293 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી અત્યારે 126 કેસ સક્રિય છે. વિદેશથી આવેલાઓમાંથી કુલ પોઝિટીવ કેસની સંખ્યા 111 નોંધાઇ છે.
  • તેલંગાણા: લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે અને કામદારો તેમજ ભંડોળની અછત હોવા છતાં પણ, તેલંગાણા રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બંગાળી ચણા, સૂર્યમુખી અને જુવાર સહિત વિવિધ ખેત પેદાશોની રૂપિયા 12,000 કરોડમાં ખરીદી કરી છે. તેલંગાણાની ઉચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને તેમના સંબંધિત ડ્રગ કંટ્રોલ વહીવટીતંત્ર વિભાગો પાસેથી જવાબ માંગ્યો છે કે, શું તેમણે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને ફાર્મસી એક્ટ હેઠળની જોગવાઇઓનો યોગ્ય રીતે અમલ કર્યો છે કે નહીં. તેલંગાણામાં 28 મે 2020 સુધીમાં કુલ પોઝિટીવ કેસ 2098 નોંધાયા છે. અત્યાર સુધીમાં 173 વિસ્થાપિત લોકો, 124 વિદેશથી પરત આવેલા/ સાઉદી અરેબિયાથી આવેલા લોકોને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે.
  • અરુણાચલ પ્રદેશ: રાજ્ય સરકારે કોવિડ-19ના મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા માટે આર્થિક પુનરોત્થાન સમિતિનું ગઠન કર્યું છે.
  • આસામ: આસામના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ના નવા 33 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 831 થઇ છે જેમાંથી 737 કેસ સક્રિય છે, 87 દર્દી સાજા થઇ ગયા છે, 4 દર્દીના મરણ નીપજ્યાં છે.
  • મણીપૂર: મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગ, આરોગ્ય મિશન અને ઇમ્ફાલના મેઇટ્રામ ખાતે આવેલી UNACCO સ્કૂલના સત્તાધીશો સાથે બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે આ શાળા ખાતે 100 બેડની ક્ષમતા ધરાવતું કોવિડ સંભાળ કેન્દ્ર હંગામી ધોરણે શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી.
  • મિઝોરમ: ગુજરાત અને મધ્યપ્રદેશમાં ફસાયેલા મિઝોરમના લોકોને લઇને આવેલી ટ્રેન આજે ગુવાહાટીના રેલવે સ્ટેશને પહોંચી હતી.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યમાં બાયો સલામતી સ્તરની લેબોરેટરીની અને વધુ સઘન રીતે સંપર્ક ટ્રેસિંગ કરવાની હવે જરૂર નથી. દીમાપુરમાં લૉકડાઉનની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ 109 વાહનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની પાસેથી રૂપિયા 15,400 દંડ પેટે વસુલવામાં આવ્યા છે.
  • સિક્કિમ: રાજ્ય બહાર ફસાયેલા 8766 સિક્કિમવાસીઓએ પરત આવવા માટે નોંધણી કરાવી હતી જેમાંથી 4415 લોકો પરત આવી ગયા છે. દેશના વિવિધ ભાગોમાંથી 7 વિશેષ ટ્રેનો મારફતે 2063 ફસાયેલા લોકોને તેમના ઘરે લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષિ મંત્રીએ ગંગટોકની RBIના જનરલ મેનેજર સાથે વાત કરીને ખેડૂત ઉત્પાદક સંઘો, સહકારી મંડળીઓને ધિરાણ આપવા માટે કહ્યું હતું તેમજ ખેડૂતો માટે ધિરાણ કેમ્પનું આયોજન કરવા, કિસાન ક્રેડિટકાર્ડ ઇશ્યુ કરવા અને તેમની પડતર સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પણ કહ્યું હતું.

 

 

PIB FACT CHECK

 

 

 



(Release ID: 1627514) Visitor Counter : 304