રસાયણ અને ખાતર મંત્રાલય

એનપીપીએએ ઇશ્યૂ કરેલી એડવાઇઝરી પછી એન-95ના આયાતકારો/ઉત્પાદકો/સપ્લાયર્સ દ્વારા એન-95 માસ્કની કિંમતમાં ઘટાડો કરાયો

Posted On: 25 MAY 2020 5:28PM by PIB Ahmedabad

સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ધારા, 1955માં સુધારો કરીને એન-95 માસ્કને આવશ્યક ચીજવસ્તુઓ તરીકે અધિસૂચિત કરી છે. માટે સરકારે 13 માર્ચ, 2020ની તારીખની અધિસૂચના જાહેર કરી છે. એટલે કાયદા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, કાળા બજાર દંડને પાત્ર છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળા બજારીને નિયંત્રણમાં રાખવા રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત સુપરત કરવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારને સૂચના આપવામાં આવી છે, જેથી સર્જિકલ અને પ્રોટેક્ટિવ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ અને ગ્લોવ્સની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય, જેની કિંમત 13 માર્ચ, 2020ના રોજ જાહેર કરેલા આદેશ મુજબ, પેક સાઇઝ પર પ્રિન્ટેડ મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)થી વધારે હોય.

દેશમાં એન-95 માસ્કની સંગ્રહખોરી, કાળા બજાર અને કિંમતમાં મોટો ફરક સાથે સંબંધિત ફરિયાદો મળી છે. સંદર્ભમાં એનપીપીએએ તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર્સ (એસડીસી)/ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સ (એફડીએ)ને ઉચિત કામગીરી કરવા સૂચના આપી છે. રિપોર્ટ મુજબ, થોડા એસડીસી/એફડીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે તથા આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી અને કાળાં બજાર કરતાં લોકો સામે ઉચિત પગલાં લેવામાં આવ્યાં છે. આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ પીઆઇએલ પણ ફાઇલ થઈ છે, જેમાં સરકાર દ્વારા એન-95 પર ટોચમર્યાદા લાદવાની માંગણી થઈ છે.

સરકાર દેશમાં એન-95ના પર્યાપ્ત પુરવઠાને સતત સુનિશ્ચિત કરવા આતુર છે. માટે સરકારે ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સ પાસેથી બલ્ક રેટ પર મોટી સંખ્યામાં એન-95ની ખરીદી કરી છે. એન-95 માસ્કની ઊંચી કિંમતની સમસ્યાઓનું સમાધાન કરવા એનપીપીએએ એની કિંમતમાં ઘટાડો કરવા હસ્તક્ષેપ કર્યો છે. સંબંધમાં દેશમાં વાજબી કિંમતે એન-95 માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા એનપીપીપીએએ 21 મે, 2020ના રોજ એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં એન-95ના તમામ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયરોને બિનસરકારી ખરીદી માટે કિંમતમાં સમાનતા જાળવવા અને વાજબી કિંમતે એને ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આદરણીય બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ સબમિટ થયેલી એનપીપીપીએની અરજીમાં એન-95 માસ્ક પર ટોચમર્યાદા લાદવાની અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને દેશમાં એન-95ના માસ્કની પુરવઠા-માગમાં રહેલા ફરકને ધ્યાનમાં રાખીને. એનપીપીએએ ઉત્પાદકો/આયાતકારો/સપ્લાયર્સને સ્વૈચ્છિક રીતે કિંમતો ઘટાડવા સલાહ આપી હતી.

દરમિયાન એનપીપીએએ આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા એક સમાચારનું ખંડન કર્યું છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, એનપીપીપીએએ ટાંકેલા કિંમતને મંજૂરી આપી છે, જે માસ્ક માટે સરકારી ખરીદીના દરથી ત્રણ ગણાથી વધારે છે. સમાચારમાં સરકારની ખરીદીના દર ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

પ્રકારની એડવાઇઝરી ઇશ્યૂ કર્યા પછી એન-95ના મોટા ઉત્પાદકો/આયાતકારોએ તેમની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્ય છે, જેથી દેશમાં એન-95 માસ્કની કિંમત 47 ટકા ઘટીને વાજબી થઈ છે. એન-95ના અન્ય ઉત્પાદકો/આયાતકારોએ જણાવ્યા મુજબ, અન્ય ઉત્પાદકો/આયાતકારો સરકારની સલાહને અનુસરશે અને જાહેર જનહિતમાં કિંમતમાં ઘટાડો કરશે એવી અપેક્ષા છે.

*********

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ), ફાર્માસ્યુટિકલ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત  સરકાર    

 

 

 

GP/DS



(Release ID: 1626747) Visitor Counter : 281