PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
24 MAY 2020 6:28PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 24.5.2020

Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ
અત્યાર સુધીમાં દેશમાં કુલ 54,5440 દર્દીઓ કોવિડ-19ની બીમારીથી સાજા થયા છે. 2657 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં જ સાજા થયા છે. આ સાથે દેશમાં દર્દીઓના સાજા થવાનો દર 41.28% નોંધાયો છે. ગઇકાલથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના નવા 6767 કેસો પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,31,868 સુધી પહોંચી ગઇ છે. હાલમાં કુલ 73,560 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે દિલ્હીમાં ચૌધરી બ્રહ્મપ્રકાશ આયુર્વેદિક સંસ્થાનની મુલાકાત લીધી હતી જે સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર (DCHC) તરીકે કામ કરે છે. તમણે અહીં કોવિડ-19ના કેસોનું સંચાલન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વિવિધ સુવિધાઓ અને વૉર્ડની મુલાકાત લીધી હતી તેમજ આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર સર્વગ્રાહી અભિગમ સાથે કોવિડ-19ના દર્દીઓને આપવામાં આવતી સારવારની પણ ચકાસણી કરી હતી. સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર એવી હોસ્પિટલ છે જ્યાં તબીબી રીતે સામાન્ય ગણવામાં આવતા હોય તેવા તમામ કેસોની સંભાળ અને સારવાર કરવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરોના આગમન બાબતે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા આ લિંક પરથી મેળવી શકાય છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626578
ભારતીય રેલવેએ 2813 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી, 24.05.2020ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં 37 લાખ લોકોએ મુસાફરી કરી
ભારતીય રેલવેએ અત્યાર સુધીમા 2813થી વધુ શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી છે અને 24.05.2020ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં આ ટ્રેનોમાં 37 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. અંદાજે 60 ટકા ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબથી રવાના થઇ છે અને મોટાભાગની ટ્રેનોના ગંતવ્ય સ્થળો ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં છે. 80 શ્રમિક વિશેષ ટ્રેનો ઉત્તરપ્રદેશ તેમજ બિહાર (ઉત્તરપ્રદેશમાં 1301 અને બિહારમાં 973)ના વિવિધ ગંતવ્ય સ્થળોએ જાય છે. ઉત્તરપ્રદેશમાં મુખત્વે લખનઉ અને ગોરખપુર ક્ષેત્રની આસપાસના ગંતવ્ય સ્થળોએ જ્યારે બિહારમાં મુખ્યત્વે પટણાની આસપાસના ગંતવ્ય સ્થળોએ આ ટ્રેનો પહોંચી છે. ગઇકાલથી રવાના થયેલી 565 ટ્રેનોમાંથી 266 ટ્રેનો બિહાર અને 172 ટ્રેનો ઉત્તરપ્રદેશ જવા રવાના થઇ હતી. આ ગંતવ્ય સ્થળેઓ એકસાથે ટ્રેનો એકત્ર થઇ જવાથી ટ્રેનોના નેટવર્કમાં જામની સ્થિતિ સર્જાઇ હતી. વધુમાં, સ્ટેશનો પર વિવિધ આરોગ્ય તપાસ અને સામાજિક અંતરના પ્રોટોકોલના કારણે મુસાફરોના બોર્ડિંગમાં વધુ પડતો સમય લાગવાથી ટર્મિનલ પર ભીડ થઇ જેના કારણે નેટવર્ક જામ પર વધુ અસર જોવા મળી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626576
કેન્દ્રીય મોટર વાહન કાયદા 1989 અંતર્ગત નિયમ 32 અને 81માં આપવામાં આવેલા આદેશાનુસર ફી ચુકવવાની માન્યતા અને ફી ચુકવવા માટેના સમયગાળાની મુદત લંબાવવા અંગે અધિસૂચના
સરકારના ધ્યાનમાં એવું પણ આવ્યું હતું કે, દેશમાં લૉકડાઉનના અમલ અને આ સમય દરમિયાન સરકારી પરિવહન કચેરીઓ બંધ હોવાથી લોકોને કેન્દ્રીય મોટર વાહન કાયદા 1989ના નિયમ 32 અને 81 અંતર્ગત આપવામાં આવેલા આદેશાનુસર વિવિધ ફી/ વિલંબ ફીના સંદર્ભમાં મુશ્કેલીઓ પડી રહી છે. એવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેમાં સેવા અથવા રીન્યુઅલ માટે પહેલાંથી જ ફી ભરી દેવામાં આવી હતી પરંતુ લૉકડાઉનના કારણે તેની પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નહોતી. વધુમાં, RTO કચેરીઓ બંધ હોવાથી લોકોને ફી જમા કરાવવામાં પણ અનેક મુશ્કેલીઓ પડી રહી હતી. કોવિડ-19 દરમિયાન નાગરિકોની અસુવિધા દૂર કરવા માટે, MoRTH દ્વારા કાનૂની આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં સૂચવવામાં આવ્યું છે કે, રીન્યુઅલ સહિતની પ્રવૃત્તિ(પ્રવૃત્તિઓ) માટે 1 ફેબ્રુઆરી 2020ના રોજ અથવા તે પછી ચુકવી દેવામાં આવી હોય અને જો કોવિડ-19 મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે ઉભી થયેલી સ્થિતિમાં આવી પ્રવૃત્તિ(પ્રવૃત્તિઓ) પૂર્ણ ન થઇ શકી હોય તો, ફી હજુ પણ માન્ય ગણવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626579
મિશન સાગર – NS કેસરી મોરેશિયસના લુઇસ બંદરે પહોંચ્યું
મિશન સાગરના ભાગરૂપે ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 23 મે 2020ના રોજ મોરેશિયસના લુઇસ બંદરે પહોંચ્યું હતું. ભારત સરકાર પોતાના મિત્ર રાષ્ટ્રોને કોવિડ-19 મહામારી સામે લડવા માટે મદદ પહોંચાડી રહી છે અને આ કામગીરીના ભાગરૂપે ભારતીય નૌસેનાનું જહાજ કેસરી મોરેશિયસના લોકો માટે કોવિડ સંબંધિત આવશ્યક દવાઓનો જથ્થો અને આયુર્વેદિક દવાઓના વિશેષ જથ્થા સાથે લુઇસ બંદરે પહોંચ્યું હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626465
જાન અને જહાન માટે વન ધન: શાહપુરના કાતકરી આદિજાતીની કહાની
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1626550
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબ: દેશમાં પંજાબમાં સૌથી વધુ 90% દર્દીઓ સાજા થવાનો દર હોવા છતાં કોઇપણ પ્રકારે સંતોષ લાગણી નકારતા, પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ લોકો સ્થાનિક ફ્લાઇટ્સ, ટ્રેનો અને બસોના માધ્યમથી આવી રહ્યા છે અને તેમણે ફરજિયાત 14 દિવસ ક્વૉરેન્ટાઇનમાં રહેવું પડશે. આ લોકો રાજ્યમાં પ્રવેશે ત્યારે તમામ જિલ્લાના પ્રવેશ સ્થળોએ તેમજ રેલવે સ્ટેશનો અને હવાઇમથકો પર તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જેમનામાં કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળે તેમને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં મોકલવામાં આવશે જ્યારે અન્ય લોકોને બે અઠવાડિયા ફરજિયાત હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે.
- હરિયાણા: શાળા શિક્ષણ વિભાગે કોવિડ-19 દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવેલી ફી સંબંધે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. ખાનગી શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ માસિક ધોરણે વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી લે અને બિલ્ડિંગ ફંડ, મેન્ટેનન્સ ફંડ, એન્ટ્રન્સ ફંડ, કોમ્પ્યૂટર ફી વગેરે જેવા અન્ય તમામ પ્રકારના ફંડ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવામાં આવે. તમામ ખાનગી શાળાઓને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, લૉકડાઉનના સમય દરમિયાન ટ્યુશન ફી, ટ્રાન્સપોર્ટેશન ફીમાં વધારો કરવામાં આવે નહીં તેમજ શાળાનો ગણવેશ તેમજ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવો નહીં.
- હિમાચલ પ્રદેશ: નોવલ કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં તેમજ રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખતા, હિમાચલ પ્રદેશમાં ખાનગી શાળાઓને માત્ર ટ્યુશન ફી લેવાની મંજૂરી આપવામાં આવી છે.
- કેરળ: રાજ્યમાં આજે કોવિડ-19નો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે: 53 વર્ષીય મહિલા કેન્સરની દર્દી છે જે તાજેતરમાં દુબઇથી આવી હતી તેનું આજે બપોર પછી કોઝીકોડ MC હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ચેન્નઇથી આવેલા એક 17 વર્ષીય છોકરાને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો તેનું આજે કન્નૂરમાં પરીયરમ MC ખાતે મૃત્યુ થયું હતું; જોકે, હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મૃત્યુ મગજમાં ચેપના કારણે થયું હતું. બે કેરળવાસીઓ અબુધાબીમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હોવાથી અખાતી દેશોમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 105 વ્યક્તિનાં મરણ નીપજ્યાં છે. આરોગ્ય મંત્રી કે.કે. શૈલેજાએ ચેતવણી આપી હતી કે, દરરોજ કોવિડના વધુને વધુ કેસો નોંધાઇ રહ્યા હોવાથી, જેઓ દેખરેખ હેઠળ છે તેમણે ક્વૉરેન્ટાઇનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું નહીં. તેમણે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં ફસાયેલા કેરળવાસીઓને પરત લાવવા માટે રાજ્યમાં એક વિશેષ યોજના ઘડવામાં આવી છે. સતત કેસમાં વૃદ્ધિ સાથે કેરળમાં ગઇકાલે કોવિડ-19ના કુલ 62 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે કુલ પાંચ વ્યક્તિ મૃત્યુ પામી છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 25 થઇ છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇ કમ્યુનિટી ફેલાવો નથી; ચેન્નઇમાં અતિ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોઝિટીવ કેસોમાં વધારો થયો છે. નાણા વિભાગના અનુમાનોને ટાંકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યને લૉકડાઉનના કારણે અંદાજે રૂપિયા 35,000 કરોડની મહેસૂલ ખાધ ભોગવવી પડશે. રાજ્યમાં ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા: 15,512, કુલ સક્રિય કેસ: 7915, મૃત્યુ: 103, સાજા થતા રજા આપવામાં આવી: 7491, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 5865.
- કર્ણાટક: રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોવિડના વધુ 97 કેસ પોઝિટીવવ નોંધાયા છે અને 26 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે; ચિક્કાબલ્લાપુરામાં 26, ઉડુપીમાં 18, હસનમાં 14, માંડ્યામાં 15, દેવનાગેરેમાં 4, કાબુર્ગી અને યદાગીરી બંનેમાં છ, ઉત્તર કન્નડામાં 3, તુમકુરમાં 2 જ્યારે વિજયપુરા, કોડાગુ અને ધરવાડમાં એક એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 2056 થઇ છે. સક્રિય કેસ: 1378, સાજા થયા: 634, મૃત્યુ: 42. રાજ્યમાં આજે લૉકડાઉનનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો હતો અને માત્ર આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવી હતી.
- આંધ્રપ્રદેશ: ‘માનાપલાના- મીસૂચાના’ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સોમવારથી શુક્રવાર સુધી ગવર્નન્સમાં રહેલા લોકો પાસેથી ઇનપુટ લેવાની યોજનામાં છે. પ્રકાસમ જિલ્લામાં સનસ્ટ્રોકના કારણે બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે. સમગ્ર રાજ્યમાં પ્રવર્તમાન હીટવેવની સ્થિતિના કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન, RTCએ નક્કી કર્યું છે કે, ઉનાળામાં તાપમાનનો પારો વિક્રમી પ્રમાણમાં વધતો હોવાથી AC બસોનું પરિચાલન કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પણ સેવાઓ ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 11,357 સેમ્પલનું પરીક્ષણ કર્યા પછી 66 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 29 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે અને એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કુલ કેસ: 2627, સક્રિય કેસ: 764, સાજા થયા: 1807, મૃત્યુ: 56. બહારના રાજ્યોમાંથી પરત ફરેલામાંથી 153 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી અત્યારે 119 કેસ સક્રિય છે.
- તેલંગાણા: 1 મેથી અત્યાર સુધીમાં દક્ષિણ મધ્ય રેલવે દ્વારા 196 શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે જેમાં 2.4 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં પરત ફર્યા છે. જેઓ પોતાના વતન રાજ્યમાં જવા માંગે છે તેવા પરપ્રાંતીય શ્રમિકોની મદદ માટે આગળ આવીને, તેલંગાણા સરકારે શનિવારે એક મોટું ઓપરેશન હાથ ધરીને 46 ટ્રેનોમાં 50,000થી વધુ શ્રમિકોને તેમના ઘરે જવા માટે વ્યવસ્થા કરી આપી હતી. રાજ્યમાં 24 મે સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1813 થઇ છે. ગઇ કાલ સુધીમાં 133 વિસ્થાપિત શ્રમિકો પોઝિટીવ નોંધાયા છે. વિદેશથી આવેલા 4 લોકોને પણ કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
- મહારાષ્ટ્રઃ રાજ્યમાંથી 2,608 નવા કેસ નોંધાયાં હતાં, જેના કારણે કોવિડ-19 પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા 47,190 પર પહોંચી ગઇ છે. અત્યારે સમગ્ર રાજ્યમાં કોવિડ-19ના 32,201 સક્રિય કેસો છે. હોટસ્પોટ મુંબઇમાંથી 1,566 નવા કેસ નોંધાતાં શહેરમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 28,634 ઉપર પહોંચી ગઇ છે.
- ગુજરાતઃ ગુજરાતમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો ચાલુ જ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતના 19 જિલ્લાઓમાં કુલ 396 નવા કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 13,689 ઉપર પહોંચી ગઇ છે. માત્ર અમદાવાદમાં જ 277 નવા કેસો નોંધાયાં હતાં. લૉકડાઉન 4.0 દરમિયાન અંદાજે 25 લાખ લોકોને રોજગારી આપતાં 3 લાખથી વધારે વ્યાવસાયિક સંસ્થાઓ ફરી કાર્યરત થઇ ગઇ છે, જેમને પ્રતિબંધોમાંથી વધારે છૂટછાટ આપવામાં આવી છે.
- રાજસ્થાનઃ રાજ્યમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓના કુલ કેસોની સંખ્યા વધીને 2,829 ઉપર પહોંચી ગઇ છે. કુલ સક્રિય દર્દીઓમાંથી અડધાથી વધુ કેસો જુદા-જુદા રાજ્યોમાંથી પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકો અને ફસાયેલા અન્ય લોકોની છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 6,794 છે. આ દરમિયાન આવતીકાલથી 13 જુદા-જુદા શહેરો માટેની 21 ફ્લાઇટની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.
- મધ્યપ્રદેશઃ રાજ્યમાં 201 નવા કેસો નોંધાતાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 6,371 ઉપર પહોંચી ગઇ છે. સૌથી વધારે 2,933 કેસો ઇન્દોરમાંથી નોંધાયા છે. નક્સલવાદથી પ્રભાવિત બાલાગાટ જિલ્લાએ મનરેગા હેઠળ ગ્રામીણ રોજગારી કાર્ડ ધારકોને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 1.23 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
- છત્તીસગઢઃ રાજ્યમાં વિક્રમજનક 44 નવા કેસો નોંધાતાની સાથે કોવિડ-19ના સક્રિય કેસોની કુલ સંખ્યા 152 પર પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા કુલ લોકોની સંખ્યા 214 પર પહોંચી ગઇ છે.
- ગોવાઃ કોવિડ-19ના ચેપનો નવો એક કેસ નોંધાતાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 55 પર પહોંચી ગઇ છે, જેમાંથી 39 કેસો સક્રિય છે. લગભગ તમામ નવા કેસો રાજ્ય બહારથી ગોવામાં આવી રહેલા લોકોના છે.
- અરૂણાચલ પ્રદેશઃ સામાન્ય વહિવટ વિભાગના સચિવે જણાવ્યું હતુ કે સચિવાલયમાં વારાફરતી માત્ર લઘુતમ ક્ષમતા સાથે કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે. મહિલા કર્મચારીઓને જરૂર જણાય તો બાળ સંભાળની રજા લઇ શકે છે.
- મણીપૂરઃ રાજ્યમાં વધુ ત્રણ વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા. આ તમામ તાજેતરમાં રાજ્યમાં પરત ફરેલા લોકો છે. રાજ્યમાં અત્યારે 28 સક્રિય કેસો છે. ઇમ્ફાલ હવાઇમથક ઉપર નાગરિક ઉડ્ડયન ટ્રાફિકની કામગીરી ફરી શરૂ થતા પહેલાં SOPનો પૂર્વાભ્યાસ યોજવામાં આવ્યો હતો.
- મિઝોરમઃ ઐઝવાલના લેંગપુઇ હવાઇમથક ખાતે થર્મલ અને ઓપ્ટિકલ બાય-સ્પેક્ટ્રમ કૅમેરા લગાવવામાં આવ્યાં હતા. લેંગપુઇ હવાઇમથક ભારતમાં ચોથું અને પૂર્વોત્તર રાજ્યોનું પ્રથમ હવાઇમથક બની ગયું છે, જે મુસાફરોના થર્મલ સ્કેનિંગ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવે છે.
- નાગાલેન્ડઃ કૃષિ વિભાગના અધિકારીઓએ કોવિડ-19 નિવારણ અને કોવિડ-19 સંબંધી કૃષિ જાણકારીઓ અંગે જાગૃતિ ફેલાવવા મોકોચુંગમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
(रिलीज़ आईडी: 1626621)
आगंतुक पटल : 440
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam