ગૃહ મંત્રાલય

દેશભરમાં વિવિધ સ્થળો પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના અહેવાલો મળ્યાં


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા તમામ પગલાઓનો કડક અમલ કરવો જોઈએ; સ્થાનિક વહીવટીતંત્રોએ માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા જરૂરી તમામ પગલાં લેવા જોઈએઃ MHA

Posted On: 21 MAY 2020 7:44PM by PIB Ahmedabad

કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા માટે સરકારની માર્ગદર્શિકાઓમાં ઉલ્લેખિત તમામ પગલાઓનું કડક પાલન આવશ્યક છે. જોકે દેશમાં વિવિધ સ્થળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકામાં સૂચિત જોગવાઈઓના ઉલ્લંઘન થયું હોવાના રિપોર્ટ મળ્યાં છે. રિપોર્ટને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રો લખ્યાં છે અને ભાર મૂક્યો છે કે, મંત્રાલયની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવું પડશે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ સત્તામંડળોએ માર્ગદર્શિકાનું પાલન થાય એવી સુનિશ્ચિતતા કરવા જરૂરી પગલાં લેવા જોઈએ.

અત્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ ઝોનનું વર્ગીકરણ કરવાનો અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓનો નિર્ણય લેવાનો અથવા નિયંત્રણો દૂર કરવાનો અધિકાર આપ્યો છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુસંગત હોવા જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લખેલા પત્રોમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) જાહેર કરેલી માર્ગદર્શિકાઓનું કડક પાલન કરીને નિયંત્રિત ઝોનનું ઉચિત વર્ગીકરણ કરવા પર ભાર મૂક્યો છે તેમજ વિવિધ ઝોનની અંદર નિયંત્રણના પગલાંઓનો અસરકારક રીતે અમલ કરવા જણાવ્યું છે, જે કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પણ પ્રકારનું વિચલન ધ્યાનમાં આવે તો કડક પગલાં લેવા જોઈએ.

પત્રમાં રાત્રે કરફ્યૂનું કડક પાલન કરવાનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે એનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઇન્ફેક્શનના પ્રસારનાં જોખમમાં ઘટાડો સુનિશ્ચિત થશે. મુજબ, આદેશોનું કડક પાલન સ્થાનિક સત્તામંડળો દ્વારા સુનિશ્ચિત કરવું પડશે. એમાં ભાર પણ મૂકવામાં આવ્યો છે કે, કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનાઓનો અમલ કરાવવાની ફરજ તમામ જિલ્લા અને સ્થાનિક વહીવટીતંત્રની છે. વળી વહીવટીતંત્રોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકો માસ્ક પહેરે, કાર્યસ્થળે, પરિવહનમાં અને જાહેર સ્થળોમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગનું પાલન કરે, સ્વચ્છતા અને સાફસફાઈ જાળવે.

 સત્તાવાર પત્ર જોવા અહીં ક્લિક કરો

 

GP/DS



(Release ID: 1625878) Visitor Counter : 257