માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આવતીકાલે દેશમાં તમામ સામુદાયિક રેડિયો પર વાર્તાલાપ કરશે

Posted On: 21 MAY 2020 4:17PM by PIB Ahmedabad

દેશવાસીઓ સુધી પહોંચવાની એક અનન્ય પહેલરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આવતીકાલે એટલે કે 22 મે 2020ના રોજ સાંજે 7 વાગે દેશમાં સામુદાયિક રેડિયો દ્વારા લોકો સાથે જનસંપર્ક કરશે. વાર્તાલાપનું પ્રસારણ દેશમાં તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનો પર એક સાથે કરવામાં આવશે.

વાર્તાલાપનું પ્રસારણ બે ભાગમાં કરવામાં આવશે જેમાંથી એક ભાગ હિન્દીમાં અને બીજો અંગ્રેજીમાં રહેશે. શ્રોતાઓ FM ગોલ્ડ (100.1 MHz) બેન્ડ પર ટ્યૂન કરીને પણ સાંજે 7:30 કલાકે હિન્દીમાં અને 9:10 કલાકે અંગ્રેજીમાં મંત્રીશ્રીનો વાર્તાલાભ સાંભળી શકશે.

કોવિડ સંબંધિત સંદેશાવ્યવહાર માટે દેશમાં તમામ વર્ગો સુધી પહોંચવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે વાર્તાલાપ કરવામાં આવશે. દેશમાં લગભગ 290 સામુદાયિક રેડિયો સ્ટેશનો છે અને તે સાથે મળીને પાયાના લોકો સુધી પહોંચવા માટે એક વિરાટ મંચ પૂરો પાડે છે. વાર્તાલાપનો ઉદ્દેશ્ય ભારતમાં છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાની શક્તિનો ઉપયોગ કરવાનો છે.

કોઇ મંત્રી એક સાથે તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનોના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. વાર્તાલાપ દરમિયાન મંત્રીશ્રી સામુદાયિક રેડિયો સ્ટેશનોમાંથી આવેલા પ્રશ્નોના ઉત્તર પણ આપશે.

 

GP/DS

 


(Release ID: 1625821) Visitor Counter : 269