મંત્રીમંડળ

મંત્રી મંડળે જમ્મુ અને કાશ્મીર સનદી સેવાઓ (વિકેન્દ્રીકરણ અને ભરતી) કાયદાના સંબંધમાં જમ્મુ અને કાશ્મીર રીઓર્ગેનાઈઝેશન (રાજ્યના કાયદાઓને અનુકૂળ કરવા) સેકન્ડ ઓર્ડર, 2020ની ફાળવણીને મંજૂરી આપી

Posted On: 20 MAY 2020 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે જમ્મુ અને કાશ્મીર રીઓર્ગેનાઈઝેશન એક્ટ, 2019ના સેક્શન 96 અંતર્ગત જાહેર કરવામાં આવેલ જમ્મુ અને કાશ્મીર (રાજ્યના કાયદાઓને અનુકૂળ કરવા) સેકન્ડ ઓર્ડર, 2020 માટે પોતાની પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે. ઓર્ડર દ્વારા જમ્મુ અને કાશ્મીર સનદી સેવાઓ (વિકેન્દ્રીકરણ અને ભરતી) એક્ટ (એક્ટ નંબર XVI ઓફ 2010) અંતર્ગત જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ પ્રકારની નોકરીઓ માટે સ્થાનિક વસવાટની પરિસ્થિતિના અમલીકરણમાં સુધારા કરવામાં આવ્યા છે.

ઓર્ડર જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમામ બેઠકોમાં રોજગાર માટે અમુક ચોક્કસ સ્થાનિક વસવાટના માપદંડ લાગુ કરશે.

GP/DS



(Release ID: 1625357) Visitor Counter : 199