મંત્રીમંડળ
મંત્રીમંડળે પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને અનાજની ફાળવણી માટે ‘આત્મનિર્ભર ભારત પેકેજ’ને મંજૂરી આપી
Posted On:
20 MAY 2020 2:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કેન્દ્ર સરકારનાં ભંડારમાંથી અંદાજે 8 કરોડ પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને બે મહિના માટે (મે અને જૂન, 2020) માટે નિઃશુલ્ક દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજની ફાળવણી કરવાના નિર્ણયને કાર્યોત્તર મંજૂરી આપી છે.
આ પ્રકારની કામગીરીમાં અંદાજે રૂ. 2,982.27 કરોડની ખાદ્ય સહાય સંકળાયેલી હશે. આંતર-રાજ્ય પરિવહન તથા ચાર્જીસ અને ડિલરના માર્જિન/ડિલરના વધારાનાં માર્જિન માટે ખર્ચ આશરે રૂ. 127.25 કરોડ થશે, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરશે. એ મુજબ, ભારત સરકારની કુલ સહાય આશરે રૂ. 3,109.52 કરોડ થાય છે.
આ ફાળવણીથી કોવિડ-19ના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને પડતી હાડમારીમાં ઘટાડો થશે.
GP/DS
(Release ID: 1625351)
Visitor Counter : 304
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam