સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષવર્ધન: કોવિડ-19 સામે લડવા માટે શારીરિક અંતર અને વર્તણૂકમાં શિષ્ટાચાર સૌથી ઉત્તમ ‘સામાજિક રસી’ છે; “દર્દીઓનો સાજા થવાનો દર વધીને 37.5% થયો છે અને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે”
Posted On:
17 MAY 2020 5:58PM by PIB Ahmedabad
દેશ અત્યારે લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે ત્યારે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “છેલ્લા 14 દિવસમાં કેસો બમણા થવાનો દર 11.5 હતો જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં તે સુધરીને 13.6 થયો છે.” તેમણે ઉમેર્યું હતું કે, કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને 3.1% થયો છે જ્યારે સાજા થવાનો દર 37.5% થયો છે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, (ગઇકાલ સુધીમાં) કોવિડ-19ના કુલ સક્રિય કેસોમાંથી 3.1% દર્દી ICUમાં, 0.45% દર્દી વેન્ટિલેટર પર અને 2.7% દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. 17 મે 2020ના રોજની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 90,927 થઇ ગઇ છે જ્યારે સાજા થયેલા દર્દીની સંખ્યા 34,109 થઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 2,872 દર્દી મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના વધુ 4,987 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારત અત્યારે નવી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, વારંવાર સાબુથી ઓછામાં ઓછી વીસ સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો; જાહેર જગ્યાએ ન થુંકવું; કાર્યસ્થળ અને ટેબલટોપ જેવી વારંવાર સ્પર્શમાં આવતી સપાટીનું સેનિટાઇઝેશન કરવું;
હંમેશા જાહેર સ્થળે ફેસ કવર પહેરવું જેથી પોતાની જાત ઉપરાંત અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત થાય અને શ્વસન સંબંધિત યોગ્ય સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવું આ બધાનું પાલન આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, શારીરિક અંતર આપણા માટે સૌથી અસરકારક સામાજિક રસી છે અને આથી, કોઇપણ અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં આવીએ ત્યારે ‘દો ગજ કી દૂરી’ એટલે કે બે મીટરનું અંતર જળવાઇ રહે અને વર્ચ્યુઅલ મિલનનું આયોજન કરીને પ્રત્યક્ષ સંપર્ક થાય તેવા સામાજિક મેળાવડાનું આયોજન સિમિત કરવામાં આવે તે સલાહભર્યું છે.
GP/DS
(Release ID: 1624774)
Visitor Counter : 245
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam