સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને પંજાબમાં કોવિડ-19 વ્યવસ્થાપન માટે તૈયારીઓ અને ચેપનો ફેલાવો રોકવા અંગેના પગલાંની સમીક્ષા કરી

Posted On: 13 MAY 2020 4:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પંજાબના આરોગ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરી બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તૈયારીઓ અને ચેપનો ફેલાવો રોકાવા માટે નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી હતી.

 

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, 13 મે 2020 સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 74,281 કેસ નોંધાયા છે જેમાંથી 24,386 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે આ બીમારીના કારણે કુલ 2,415 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે.

 

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 3,525 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. છેલ્લા 14 દિવસમાં કેસ બમણા થવાનો દર 11 હતો જે છેલ્લા ત્રણ દિવસમાં સુધરીને 12.6 થયો હોવાનું તેમણે નોંધ્યું હતું.

 

તેમણે ઉમેર્યું હતું કે, આ બીમારીના કારણે મૃત્યુ દર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 32.8% નોંધાયો છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, (ગઇકાલ સુધીમાં) કોવિડ-19ના સક્રિય કેસોમાંથી કુલ 2.75% દર્દીઓ ICUમાં, 0.37% વેન્ટિલેટર પર અને 1.89% દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

 

અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 18,56,477 પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે ગઇકાલે 94708 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પંજાબે આયુષમાન ભારત- આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું પરિચાલન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે. ડાયાબિટિસ, હાઇપરટેન્શન અને ત્રણ સામાન્ય કેન્સર (મોં, સ્તન અને કેર્વિક્સ)ની તપાસ માટે તેમજ મોટાપાયે લોકોને વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓનું વિસ્તરણ કરવા માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે.

 

 

 

GP/DS

 



(Release ID: 1623677) Visitor Counter : 210