પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી


પ્રધાનમંત્રીએ વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી; રૂ. 20 લાખ કરોડનું વિસ્તૃત પેકેજ આપવાનું એલાન કર્યું

કુલ પેકેજ ભારતની જીડીપીના 10 ટકાને સમકક્ષ છે

પ્રધાનમંત્રીએ સ્વનિર્ભર ભારતની અપીલ કરી; આત્મનિર્ભર ભારતના પાંચ આધારસ્તંભો પર ભાર મૂક્યો

તમામ ક્ષેત્રોમાં સાહસિક સુધારાઓ દેશને આત્મનિર્ભરતા તરફ દોરી જશેઃ પ્રધાનમંત્રી

હવે આપણાં સ્થાનિક ઉત્પાદનોનો અપનાવવાનો અને એને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો સમય પાકી ગયો છેઃ પ્રધાનમંત્રી

Posted On: 12 MAY 2020 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ લડાઈમાં આપણે આપણી જાતને  સુરક્ષિત રાખવાની સાથે આગળ પણ વધતા રહેવાનું છે, પ્રગતિ પણ કરવાની છે.

આત્મનિર્ભર ભારત

કોવિડ અગાઉની અને પછીની દુનિયા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીને ભારતની સદી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સુનિશ્ચિત કરતા આગળ વધવાનું છે કે દેશ આત્મનિર્ભર બની જાય.કટોકટીને તકમાં પરિવર્તિત કરવા વિશે વાત કરતા તેમણે પીપીઇ કિટ્સ, એન-95 માસ્કના ઉદાહરણો ટાંક્યા હતા, જેનું ઉત્પાદન ભારતમાં લગભગ નગણ્યમાંથી રોજિંદા ધોરણે 2 લાખના આંકડાને આંબી ગયું છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉદાર અને વૈશ્વિકૃત દુનિયામાં આત્મનિર્ભરતાનો અર્થ બદલાઈ ગયો છે. તેમણે વિશે સ્પષ્ટ સમજણ આપતા કહ્યું હતું કે, જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે, ત્યારે એનો અર્થ સ્વકેન્દ્રિતતાથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે અને ભારતમાં પ્રગતિ સંપૂર્ણ વિશ્વની પ્રગતિનો ભાગ છે અને એમાં પ્રદાન પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને ભરોસો છે કે, ભારત સંપૂર્ણ માનવજાતના વિકાસ માટે ઘણું પ્રદાન કરે છે.

આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ

ધરતીકંપ પછી કચ્છમાં થયેલા નુકશાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા અને સંકલ્પ દ્વારા આખા કચ્છ જિલ્લા કે વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે પ્રકારની નિર્ણાયકતા અને દ્રઢતાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે, સ્વનિર્ભર ભારત પાંચ આધાર ધરાવશે એટલે કે અર્થતંત્ર, જે તબક્કાવાર રીતે નહીં પણ હરણફાળ પ્રગતિ કરશે; બીજો પાયો છે માળખાગત સુવિધાઓ, જેને ભારતની ઓળખ બનાવવી પડશે; ત્રણ, વ્યવસ્થા, જે 21મી સદીની ટેકનોલોજીથી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય; જીવંત વસ્તી, જે  સ્વનિર્ભર ભારત માટે આપણી ઊર્જાનો સ્ત્રોત છે; અને માગ, જેમાં આપણી માગ અને પુરવઠાની મજબૂત સાંકળનો સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવો પડશે. તેમણે માગ વધારવા અને એને પૂર્ણ કરવા પુરવઠાની સાંકળમાં તમામ ભાગીદારોને મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આત્મનિર્ભર ભારત અભિયાન

પ્રધાનમંત્રીએ વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને આત્મનિર્ભર ભારતની અપીલ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, કોવિડ કટોકટી દરમિયાન સરકાર દ્વારા અગાઉની જાહેરાતો અને આરબીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણયો સાથે સંયુક્તપણે પેકેજ રૂ. 20 લાખ કરોડનું છે, જે ભારતની જીડીપીના લગભગ 10 ટકાને સમકક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે, પેકેજ આત્મનિર્ભર ભારત હાંસલ કરવા અતિ જરૂરી પ્રોત્સાહન પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે, પેકેજ જમીન, શ્રમ, નાણાકીય પ્રવાહિતતા અને કાયદા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. વિવિધ વર્ગોને પેકેજ પ્રદાન કરશે, જેમાં કુટિર ઉદ્યોગ, એમએસએમઈ, શ્રમિકો, મધ્યમ વર્ગ, ઉદ્યોગો સામેલ છે. તેમણે જાણકારી આપી હતી કે, પેકેજની રૂપરેખા નાણાં મંત્રી આવતીકાલથી આગામી થોડા દિવસ આપશે.

છેલ્લાં વર્ષમાં જેએએમ (જનધન, આધાર, મોબાઇલ બેંકિંગ) અને અન્ય જેવા સુધારાની સકારાત્મક અસર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાંક સાહસિક સુધારાઓ દેશને આત્મનિર્ભર બનાવવા જરૂરી છે, જેથી કોવિડ જેવી અસરને ભવિષ્યમાં દૂર કરી શકાશે. સુધારાઓમાં કૃષિ, તાર્કિક કરવ્યવસ્થા, સરળ અને સ્પષ્ટ કાયદા, સક્ષમ માનવીય સંસાધન અને મજબૂત નાણાકીય વ્યવસ્થા માટે સપ્લાય ચેઇનના સુધારા સામેલ છે. સુધારા વ્યવસાયોને પ્રોત્સાહન આપશે, રોકાણને આકર્ષશે અને મેક ઇન ઇન્ડિયાને વધારે મજબૂત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું  કે, સ્વનિર્ભરતા દેશને આંતરરાષ્ટ્રીય સ્તરની પુરવઠાની સાંકળમાં આકરી સ્પર્ધા માટે તૈયાર કરશે અને મહત્ત્વપૂર્ણ છે કે, દેશ સ્પર્ધામાં વિજય મેળવે. જ્યારે પેકેજ તૈયાર થઈ રહ્યું છે, ત્યારે બાબતને ધ્યાનમાં લેવામાં વશે. એનાથી વિવિધ ક્ષેત્રોમાં કાર્યદક્ષતાની સાથે ગુણવત્તામાં વધારો પણ સુનિશ્ચિત થશે.

દેશમાં ગરીબો, શ્રમિકો, પરપ્રાંતીય મજૂરો વગેરેના પ્રદાનને મહત્ત્વપૂર્ણ ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પેકેજ સંગઠિત અને અસંગઠિત એમ બંને ક્ષેત્રોના ગરીબો, શ્રમિકો, પરપ્રાંતીય મજૂરો વગેરેને સક્ષમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

તેમણે અવલોકન કર્યું હતું કે, કટોકટીએ આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર અને સ્થાનિક પુરવઠાની સાંકળનું મહત્ત્વ સમજાવ્યું છે. કટોકટી દરમિયાન આપણી તમામ માગ સ્થાનિક ધોરણે પૂરી થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, હવે સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકવાની જરૂર છે અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય લઈ જવામાં મદદ કરવાનો સમય પાકી ગયો છે.

કોવિડ સાથે જીવન

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાંક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, વાયરસ લાંબા સમય માટે આપણી સાથે રહેવાનો છે. પણ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે ક્યાંક આપણા જીવનનું કેન્દ્ર બની જાય . તેમણે લોકોને તેમના લક્ષ્યાંકો માટે કામ કરવા બદલ પ્રશંસા કરી હતી, તેમણે માસ્ક પહેરવા અનેદો ગજ દૂરીજાળવવા જેવી કાળજીઓ રાખવાની સલાહ આપી હતી.

લોકડાઉનના ચોથા તબક્કા અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો ચોથો તબક્કો અત્યાર સુધી જોયેલા તમામ તબક્કાઓથી અલગ હશે. રાજ્યો પાસેથી પ્રાપ્ત થયેલી ભલામણોને આધારે નવા નિયમો બનાવવામાં આવશે અને અંગેની માહિતી 18 મે અગાઉ આપવામાં આવશે.

 

GP/DS

 

 



(Release ID: 1623471) Visitor Counter : 734