રેલવે મંત્રાલય

ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં 11 મે 2020 સુધી (1000) 468 "શ્રમિક સ્પેશ્યલ" ટ્રેનો ચલાવવામાં આવશે.


મુસાફરો ને વિના મૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા આપવામાં આવી રહી છે

જે રાજ્યો મુસાફરોને મોકલી રહ્યાં છે અને જે રાજ્યોમાં તેઓ જઈ રહ્યાં છે તે બંને ની વચ્ચે સહમતી સધાયા પછી જ રેલવે દ્વારા ટ્રેનો ચલાવવામાં આવી રહી છે

સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે
આશરે 1200 મુસાફરો આ "શ્રમિક સ્પેશ્યલ" ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે

Posted On: 11 MAY 2020 11:29AM by PIB Ahmedabad

સ્થળાંતર કરનારા શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય અટવાયેલા લોકોની વિશેષ ટ્રેનો દ્વારા જુદા જુદા સ્થળો પર હેરફર કરવાના સંદર્ભમાં ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આદેશના પગલે, ભારતીય રેલવે "શ્રમિક સ્પેશ્યલ" ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું હતું.

 

સમગ્ર દેશમાં 11 મે 2020ના રોજ જુદા જુદા રાજ્યોમાંથી કુલ 468 "શ્રમિક ટ્રેનો" ચલાવવામાં આવી છે કે જેમાં 363 ટ્રેનો પોતાના ગંતવ્ય સુધી પહોંચી ગઈ છે અને 105 ટ્રેનો માર્ગમાં છે.

 

363 ટ્રેનો ને જુદા જુદા રાજ્યોમાં પહોંચાડવામાં આવી છે જેવા કે આંધ્ર પ્રદેશ (1 ટ્રેન), બિહાર (100 ટ્રેનો), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (22 ટ્રેનો), મધ્ય પ્રદેશ (30 ટ્રેનો), મહારાષ્ટ્ર (3 ટ્રેનો), ઓડિશા (25 ટ્રેનો), રાજસ્થાન (4 ટ્રેનો), તેલંગાણા (2 ટ્રેનો), ઉત્તર પ્રદેશ (172 ટ્રેનો), પશ્ચિમ બંગાળ (2 ટ્રેનો), તમિલનાડુ (1 ટ્રેન).

 

ટ્રેનો દ્વારા શ્રમિકોને જુદા જુદા સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે જેમ કે તિરૂચિરાપલ્લી, તિતલાગઢ, બરૂઆની, ખાંડવા, જગન્નાથ પુર, ખૂર્દા રોડ, પ્રયાગરાજ, છાપરા, બલિયા, ગયા, પુરનીયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનઉ, જૌનપુર, હતિયા, બસ્તી, કટિહાર, દાનાપુર, મુઝફ્ફર પુર, સહરસા વગેરે.

 

શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરીને વધુમાં વધુ 1200 મુસાફરો યાત્રા કરી શકે છે. ટ્રેનમાં ચઢતા પહેલા મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. યાત્રા દરમિયાન મુસાફરોને વિના મૂલ્યે ભોજન અને પાણી આપવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1622964) Visitor Counter : 213