પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ મહામહિમ ચાર્લ્સ મિશેલ વચ્ચે ફોન પર ચર્ચા થઈ

Posted On: 07 MAY 2020 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાત કરી હતી.

બંને નેતાઓએ ભારત અને યુરોપિયન યુનિયનમાં કોવિડ-19 રોગચાળાને લઈને પ્રવર્તમાન સ્થિતિ અને માટે લેવામાં આવેલી રહેલા પગલાં વિશે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે રોગચાળાના સમયમાં પારસ્પરિક સાથસહકાર આપવાની પ્રશંસા કરી હતી, જેમાં આવશ્યક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પુરવઠાની સુનિશ્ચિતતા સામેલ છે.

બંને નેતાઓએ કોવિડ-19ને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન કરવા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંકલન કરવાના મહત્ત્વને ઓળખ્યું હતું.

બંને નેતાઓએ ભારત-ઇયુ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી. તેમણે સંમતિ વ્યક્ત કરી હતી કે, તેમના અધિકારીઓ ભારત-યુરોપિયન યુનિયનના આગામી શિખર સંમેલનના મહત્ત્વપૂર્ણ એજન્ડાને તૈયાર કરવા ખભેખભો મિલાવીને કામ કરશે.

બંને નેતાઓ કટોકટી અને કોવિડ-પછીના સંદર્ભમાં બદલાતા પાસાઓ પર સતત સંપર્કમાં રહેશે એવી સંમતિ વ્યક્ત કરી હતી.

 

 

GP/DS



(Release ID: 1621926) Visitor Counter : 188