ગૃહ મંત્રાલય

વિદેશમાં ફસાયેલા ભારતીયો તેમજ ભારતમાં ફસાયેલા લોકો કે જેઓ તાકીદના કારણોથી વિદેશ પ્રવાસ કરવા માંગે છે તેમને મુસાફરી માટે ગૃહ મંત્રાલયે SOP બહાર પાડ્યા

Posted On: 05 MAY 2020 8:13PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 01.05.2020ના રોજ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત આદેશ અને સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડીને 4 મે 2020ના રોજ અમલથી વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં લૉકડાઉનના પગલાંનો અમલ હોય તે દરમિયાન ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર, સંખ્યાબંધ એવા ભારતીય નાગરિકો છે જેમણે લૉકડાઉનના અમલ પહેલાં રોજગારી, અભ્યાસ/ ઇન્ટર્નશીપ, પર્યટન, વ્યવસાય જેવા વિવિધ હેતુઓથી વિદેશ પ્રવાસ કર્યો હતો અને હવે તેઓ પ્રતિબંધોના કારણે વિદેશમાં ફસાઇ ગયા છે. વિદેશમાં તેમના ખૂબ લાંબા રોકાણના કારણે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તાકીદના ધોરણે ભારત પાછા આવવા માંગે છે. ઉપરોક્ત કિસ્સાઓ ઉપરાંત, એવા પણ અન્ય ભારતીય નાગરિકો છે જેઓ તબીબી ઇમરજન્સી અથવા પરિવારના કોઇ સભ્યના મૃત્ય સહિત વિવિધ કારણોથી ભારતની મુલાકાતે આવ્યા છે. તેમજ એવા ઘણા લોકો છે જેઓ ભારતમાં ફસાઇ ગયા છે અને વિવિધ કારણોથી તાકીદના ધોરણે વિદેશ પ્રવાસ ખેડવા માંગે છે.

પ્રકારે ફસાયેલા લોકો મુસાફરી કરી શકે તેવા હેતુથી, આજે દેશની બહાર ફસાયેલા ભારતીય નાગરિકો અને જેઓ ચોક્કસ કારણથી વિદેશ જવા માંગે છે તેમને મુસાફરીની મંજૂરી માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) ભારત સરકારના વિવિધ મંત્રાલયો/ વિભાગોને અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇશ્યુ કરી તેનું ચુસ્ત પાલન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

MHAનો આદેશ અને SOP જોવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS



(Release ID: 1621328) Visitor Counter : 246