ગૃહ મંત્રાલય

કોવિડ-19ના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને ભારતમાંથી આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી પરથી પ્રતિબંધ હટાવ્યાની તારીખથી 30 દિવસ સુધી કેટલીક કાઉન્સેલર સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે

Posted On: 05 MAY 2020 8:03PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.04.2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશમાં કોવિડ-19 મહામારીના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા પ્રવાસ પરના પ્રતિબંધોના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને 3 મે 2020 સુધી કાઉન્સેલર સેવાઓ વિનામૂલ્યે આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

(https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615496).

 

બાબત પર વિચાર કર્યા પછી, હાલમાં ભારતમાં ફસાયેલા નાગરિકોને વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારીઓ/ વિદેશીઓ માટે નોંધણી અધિકારીઓ દ્વારા વિદેશી નાગરિકોને આપવામાં આવતી નીચે દર્શાવેલી કાઉન્સેલર સેવાઓ પૂરી પાડવાનો સમય લંબાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

 

નિયમિત વીઝા, -વીઝા અથવા રોકાણ શરત ધરાવતા આવા વિદેશી નાગરિકો કે જેના વીઝા 01.02.2020 (મધ્યરાત્રિ)થી ભારત સરકાર દ્વારા ભારતમાંથી મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તે તારીખ સુધીમાં સમાપ્ત થઇ જાય છે તેમનેવિનામૂલ્યધોરણે વીઝાની મુદત લંબાવવામાં આવશે જેના માટે વિદેશીઓએ એક ઑનલાઇન અરજી દાખલ કરવાની રહેશે.

 

આવી મુદતની વૃદ્ધિ ભારતમાંથી મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા પરનો પ્રતિબંધ હટાવ્યા પછી 30 દિવસ સુધી રોકાણની કોઇપણ પ્રકારની પેનલ્ટી લીધા વગર માન્ય ગણવામાં આવશે. આવા વિદેશી નાગરિકો દ્વારા જો વિનંતી કરવામાં આવશે તો, પ્રકારે તેમને જવા દેવાની મંજૂરી આપવામાં આવશે.

 

સત્તાવાર આદેશ જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 

GP/DS


(Release ID: 1621327) Visitor Counter : 246