પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 સંબંધે જૂથ નિરપેક્ષ ચળવળ સંપર્ક સમૂહની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 04 MAY 2020 10:00PM by PIB Ahmedabad

અધ્યક્ષ મહોદય,

મહામહિમો,

હું વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવનો આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલા તો હું, સૌ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માગું છું કે, જેમણે દુનિયાભરમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે પોતાના આપ્તજનો ગુમાવ્યા છે.

આજે, સમગ્ર માનવજાત દાયકાઓના સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં જૂથ નિરપેક્ષ ચળવળ વૈશ્વિક ચળવળ વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જૂથ નિરપેક્ષ ચળવળ મોટાભાગે દુનિયાનો નૈતિક અવાજ રહી છે. તેની ભૂમિકા યથાવત જાળવી રાખવા માટે, જૂથ નિરપેક્ષ ચળવળને આવશ્યકરૂપે સૌની સહિયારી બનાવી રાખવી પડશે.

 

મહામહિમો,

માનવ વસ્તીનો છઠ્ઠો ભાગ ભારતમાં વસે છે. અમે એક વિકાસશીલ દેશ અને મુક્ત સમાજ છીએ. સંકટની ઘડીમાં અમે બતાવ્યું છે કે, કેવી રીતે લોકશાહી, શિસ્તપાલન અને દૃઢ સંકલ્પ એક સાથે મળીને વાસ્તવિક જન આંદોલનો આરંભ કરે છે.

ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જુએ છે. જે પ્રકારે અમે અમારા નાગરિકોની દરકાર લઇએ છીએ, તેવી રીતે અમે અન્ય દેશો તરફ પણ મદદનો હાથ લંબાવી રહ્યા છીએ. કોવિડ-19નો સામનો કરવા માટે અમે અમારા નીકટના પડોશી દેશો સાથે તાલમેલને પ્રોત્સાહન આપ્યું છે. તેમજ, અમે ઘણા અન્ય દેશો સાથે ભારતની તબીબી તજજ્ઞતા શેર કરવા માટે ઑનલાઇન તાલીમનું આયોજન કરી રહ્યા છીએ. ભારત ખાસ કરીને સસ્તી દવાઓ દવાઓ માટે દુનિયાની ફાર્મસી તરીકે ઓળખાય છે.

અમારી પોતાની આવશ્યકતાઓ હોવા છતાં, અમે જૂથ નિરપેક્ષ ચળવળના 59 સભ્ય દેશો સહિત આપણા 123 ભાગીદાર દેશોને તબીબી પૂરવઠો મોકલવાનું સુનિશ્ચિત કર્યું છે.

અમે ઉપચાર અને રસી વિકસાવવા માટે વૈશ્વિક પ્રયાસોમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છીએ. ભારતમાં જડીબુટ્ટીઓ પર આધારિત દુનિયાની પ્રાચીનતમ પરંપરાગત ઔષધી પ્રણાલી સ્થાપિત છે. અમે લોકોની કુદરતી પ્રતિકારક ક્ષમતા વધારવામાં તેમને મદદરૂપ થવા માટે સરળ આયુર્વેદિક ઘરેલું ઉપચારો મુક્ત ભાવે તેમને જણાવીએ છીએ.

 

મહામહિમો,

અત્યારે કોવિડ-19 સામે વૈશ્વિક લડાઇ ચાલી રહી છે ત્યારે, આવી સ્થિતિમાં કેટલાક લોકો અન્ય ઘાતક વાયરસોને ફેલાવવામાં વ્યસ્ત છે, જેમકે આતંકવાદ.

જેમકે, ખોટા સામાચારો અને મિશ્રિત વીડિયો, સમાજો તેમજ દેશમાં ભાગલા પાડવા માટે ફેલાવી રહ્યા છે. પરંતુ આજે, હું માત્ર સકારાત્મક વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છુ.

આપણે એક આંદોલનના રૂપમાં એકજૂથ થઇને આરોગ્ય સંકટનો સામનો કરવામાં વિશ્વની મદદ કરી શકીએ છીએ.

મહામહિમો,

કોવિડ-19માં અમે વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની મર્યાદાઓ દર્શાવી દીધી છે. કોવિડ પછીના વિશ્વમાં, આપણને નિષ્પક્ષતા, સમાનતા અને માનવતા પર આધારિત એક નવા સ્વરૂપથી વૈશ્વિકરણની આવશ્યકતા ઉભી થશે.

આપણને એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જરૂરિયાત છે, જે આજના વિશ્વનું વધુ પ્રતિનિધિત્વ કરી શકે. આપણે માત્ર આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું બ્લકે, માનવ કલ્યાણને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારત લાંબા સમયથી આવી પહેલોનું સમર્થક રહ્યું છે.

જે પ્રકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર માનવજાતિના શારીરિક અને માનસિક કલ્યાણને બહેતર બનાવે છે. જે પ્રકારે, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપણા ગ્રહને જળવાયુ પરિવર્તનની સમસ્યાથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. જે પ્રકારે, આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક ગઠબંધન જળવાયુ અને આપત્તિ જોખમો સામે આપણું રક્ષણ કરે છે.

અને દેશ સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે. પરંતુ ભારતે અમારા વિસ્તારમાં અને તેનાથી આગળ આપત્તિ વ્યવસ્થાપ અભ્યાસનું આયોજન કરવાની દિશામાં પહેલ કરી છે.

મહામહિમો,

જૂથ નિરપેક્ષ ચળવળે વિકાસશીલ દેશોમાં સ્વાસ્થ્ય- ક્ષમતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વ આરોગ્ય સંગઠનને આહ્વાન કરવું જોઇએ. આપણે સ્વાસ્થ્ય ઉત્પાદનો અને ટેકનોલોજી સુધી દરેકની એકસમાન, પરવડે તેવી અને સમયસર પહોંચ સુનિશ્ચિત કરવી જોઇએ.

આપણે, અનુભવો, ઉત્કૃષ્ટ પદ્ધતિઓ, સંકટ વ્યવસ્થાપન, પ્રોટોકોલ્સ, રીસર્ચ અને સંશોધનોને એકત્ર કરવા માટે જૂથ નિરપેક્ષ ચળવળના તમામ સભ્ય દેશો માટે એક મંચ તૈયાર કરવો જોઇએ.

મહામહિમો,

આપણી ચળવળની સ્થાપનાની ભાવના અનુસાર, આવો આપણે સૌ એકજૂથ થઇએ, એકબીજાથી વિખુટાં પડીએ. જો આપણે સૌ એકજૂથ થઇશું તો આપણમાંથી દરેક દેશ મહામારીથી સુરક્ષિત રહી શકે છે. આવો આપણે સૌ એક સહિયારી અને સહયોગપૂર્ણ વૈશ્વિક પ્રતિક્રિયા માટે સહભાગીઓની જેમ કામ કરીએ.

આભાર.

આભાર, મહામહિમો.

 

 

 

 

GP/DS



(Release ID: 1621202) Visitor Counter : 199