PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
02 MAY 2020 6:29PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 2.5.2020
Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 9950 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1061 કેસ સાજા થઇ ગયા છે. જે 26.65% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 37,336 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2293 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના વ્યવહારુ ઉપયોગ અંગે ગઇકાલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વધારાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
લૉકડાઉનને 4 મે, 2020થી વધુ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું
દેશમાં કોવિડ-19 સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને પગલે વિસ્તૃત સમીક્ષા કર્યા પછી અને લૉકડાઉનના પગલાંને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં ગૃહ મંત્રાલય (MHA)એ આજે આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત આદેશ બહાર પાડ્યો હતો, જેમાં 4 મે, 2020 પછી વધુ 2 અઠવાડિયા માટે લૉકડાઉનનો ગાળો લંબાવવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આ સમયગાળામાં વિવિધ કામગીરીઓનું નિયમન કરવા દેશમાં વિવિધ જિલ્લાઓની આ રોગચાળાના જોખમને આધારે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેને આધારે આ જિલ્લાઓને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. આ માર્ગદર્શિકામાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓમાં નોંધપાત્ર છૂટછાટો આપવામાં આવી છે.
બે અઠવાડિયા સુધી અમલી લૉકડાઉન દરમિયાન ઓરેન્જ ઝોનમાં માણસો અને વાહનોની અવરજવર અંગે સ્પષ્ટતા
ઓરેન્જ ઝોન વિસ્તારમાં, સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત, આંતર જિલ્લા અને જિલ્લાની અંદરના વિસ્તારમાં બસોના આવનજાવન પર પ્રતિબંધ ચાલુ કરવામાં આવ્યો છે. અન્ય બે પ્રવૃત્તિઓને કેટલાક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આવી છે:
- ટેક્સી અને કેબ ચાલકોને મંજૂરી આપવામાં આવી છે જેમાં એક ડ્રાઇવર સાથે માત્ર બે મુસાફરો બેસી શકશે.
- માત્ર મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ માટે લોકો અને વાહનો આંતર જિલ્લામાં અવરજવર કરી શકશે પરંતુ ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત મહત્તમ બે મુસાફરો બેસી શકશે.
મુસાફર ટ્રેન સેવાઓ રદ કરવાની મુદત લંબાવવામાં આવી
કોવિડ-19નાં કારણે લાગુ માપદંડોનો અમલ ચાલુ રાખવામાં આવતા, ભારતીય રેલવેની તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવાની મુદત 17 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વિવિધ સ્થળે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના પરિવહનની કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વિશેષ શ્રમિક ટ્રેનોમાં કરવાની રહેશે. વર્તમાન સમયમાં, માલની હેરફેર કરતી અને પાર્સલ ટ્રેનોનું પરિચાલન યથાવત રહેશે.
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાની ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં જરૂરી સુધારા અને મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ પર અને આ ટેક્નોલોજીના ઉપયોગનો સ્વીકાર અને એના થકી શિક્ષણ પ્રદાન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં ઓનલાઇન ક્લાસીસ, એજ્યુકેશન પોર્ટલ અને સમર્પિત એજ્યુકેશન ચેનલો પર વર્ગ મુજબ પ્રસારણ સામેલ છે. આ બેઠકમાં નવા રાષ્ટ્રીય શૈક્ષણિક માળખા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની સાતત્યપૂર્ણ સુલભતા, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620311
ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં CAT દ્વારા કેસોની સુનાવણી માટે નવી માર્ગદર્શિકા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620335
શ્રી પિયૂષ ગોયલે દુનિયાના વિવિધ દેશોમાં વિદેશી મિશનને જણાવ્યું કે, જ્યાં સુધી સમજૂતીમાં પારસ્પરિક હિતો જળવાઈ રહેશે, ત્યાં સુધી ભારત રસ ધરાવતા દેશો સાથે એકબીજાને લાભદાયક જોડાણ કરવા તૈયાર છે
કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત રસ ધરાવતા દેશો સાથે પારસ્પરિક લાભદાયક જોડાણ કરવા તૈયાર છે, જેમાં આ પ્રકારની સમજૂતી બંને પક્ષોના હિતો જાળવી રાખે એ જરૂરી છે. નવી દિલ્હીમાં વિદેશી મિશનો સાથે ચર્ચા દરમિયાન તેમણે ભારત સાથે વેપારવાણિજ્ય અને વ્યવસાય કરવાની યોજના બનાવતા અને રસ ધરાવતા દેશોને આવકાર આપ્યો હતો. તેમણે સલાહ આપી હતી કે, અત્યારે દ્વિપક્ષીય (અથવા બહુપક્ષીય) સમજૂતીઓ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. તેમણે કોરોનાવાયરસ રોગચાળાના પ્રસાર સામે જોડાણનો પ્રયાસ કરવા અન્ય દેશોને અપીલ કરી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620184
ડૉ. હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં AES માટેની તૈયારીની સમીક્ષા કરી
ડૉ. હર્ષવર્ધને એક્યુટ એન્સીફેલાઈટીસ સિન્ડ્રોમ (AES) કેસોના વ્યવસ્થાપન અને ફેલાવાથી રોકવા માટે બિહાર રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટેની આજે ખાતરી આપી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620307
સલામતી અને પરિચાલન કાર્યક્ષમતા સુધારવા માટે, લૉકડાઉન દરમિયાન ભારતીય રેલવેના બેકએન્ડ યોદ્ધાઓએ ઘણા સમયથી પડતર મેન્ટેનન્સના મોટા કાર્યો પાર પાડ્યા
ભારતીય રેલવેના બેકએન્ડ યોદ્ધાઓએ યાર્ડનું રિમોડેલિંગ, સીઝર્સ ક્રોસ કવર રીન્યૂ કરવા, પુલોનું રિપેરિંગ વગેરે સંખ્યાબંધ લાંબા સમયથી પડતર રહેલા મેન્ટેનન્સના કાર્યો આ લૉકડાઉનના સમયમાં પાર પાડ્યા છે. પાર્સલ ટ્રેનો અને માલવાહક ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમગ્ર દેશમાં સમયસર પહોંચાડવા ઉપરાંત ભારતીય રેલવેએ કોવિડ-19ના કારણે મુસાફર સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી આ અવકાશ દરમિયાન પડતર કાર્યો પૂરા કર્યા છે.
સરહદે લડતા યોદ્ધાઓએ કોરોના યોદ્ધાઓને સલામ કરી અને કોરોના સામેની લડાઇમાં સહકાર આપવાનું પ્રણ લીધું
દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતની સાથે સૈન્યના વડા એમ.એમ. નરવાણે, નૌસેનાના વડા એડમીરલ કરમબીરસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ સાથે મળીને મીડિયાને સંબોધન કર્યું હતું અને આગામી સમયમાં આ લડાઇમાં સરહદી યોદ્ધાઓ તરફથી પૂરતો સહકાર મળતો રહેશે તેવું પ્રણ લીધું હતું.
ભારતીય કોસ્ટગાર્ડ કોવિડ-19 યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરાવામાં રાષ્ટ્ર સાથે જોડાયું
'કોવિડ-19 યોદ્ધાઓનો ભારત આભાર વ્યક્ત કરે છે' પહેલમાં ભારતી કોસ્ટગાર્ડ પણ સક્રિય રીતે જોડાયું છે અને તેમના જહાજો પર રોશની કરી છે તેમજ કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો પર પુષ્પવર્ષામાં પણ તે જોડાયું છે. 03 મે 2020ના રોજ સમગ્ર દેશનો દરિયાકાંઠો આવરી લેતા અલગ અલગ 25 સ્થળે રોશની કરેલા જહાજોથી કોરોના-19 યોદ્ધાઓના પ્રયાસોની પ્રશંસા કરશે જેમાં અંતરિયાળ સ્થળો અને આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુ જેવા દૂરના સ્થળો પણ આપવી લેવામાં આવશે. વધુમાં ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો કોવિડ-19ની પાંચ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચા સાથે ટેલીફોન પર ચર્ચા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચા સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ કોવડ-19 મહામારીનો સામનો કરવા માટે પોત પોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા.
દેશભરમાં લોકોને આવશ્યક અને તબીબી માલસામાન પહોંચાડવા માટે લાઇફલાઇન ઉડાન અંતર્ગત 422 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 422 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 244 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા કુલ 4,13,538 કિલોમીટર હવાઇ અંતર કાપીને 790.22 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે.
સરકારે કોરોના વાયરસ મહામારીથી ઉભા થયેલા સંજોગો વચ્ચે 49 ગૌણ વન્ય પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધાર્યા
આજીવિકા માટે વન્ય પેદાશો એકત્ર કરતા આદિવાસીઓ માટે સરકારે 49 ગૌણ વન્ય પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માં વધારો જાહેર કર્યો છે.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢ: ફસાયેલા વિસ્થાપિત શ્રમિકો, વિદ્યાર્થીઓ, પર્યકરો વગેરેને નોંધણી કરાવવા માટે ચંદીગઢ વહીવટીતંત્ર દ્વારા પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ચંદીગઢ વહીવટીતંત્રની વેબસાઇટ http://Chandigarh.gov.in પરથી અથવા http://admser.chd.nic.in/migrant લિંક પરથી ઍક્સેસ કરી શકાય છે. ફસાયેલા લોકો મૂળભૂત વિગતો સાથે ફોર્મ ભરીને તેમના મોબાઇલ પર આવેલા ઓટીપી સાથે ફોર્મ જમા પણ કરાવી શકે છે. વૈકલ્પિક રીતે, જે લોકો પોતાની રીતે આ પ્રક્રિયા કરી શકવા સમર્થ નથી તેમની સુવિધા માટે, વહીવટીતંત્રના કોલ સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-180-2067 પર પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જ્યાં ટેલીફોનની મદદથી દરરોજ (સવારે 8 થી રાત્રે 8 દરમિયાન) લોકો પોતાની વિગતો આપી શકે છે. PMGKAY ઠળ 50,500 પરિવારોમાં અત્યાર સુધીમાં ઘઉં અને દાળનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રકારે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં યોગ્યતા ધરાવતી 80% વસ્તીમાં વિતરણ કાર્ય પૂરું થયું છે.
- પંજાબ: કોવિડ-19 મહામારીને વધુ નિયંત્રણમાં લેવાના પ્રયાસરૂપે, પંજાબ સરકારે ઇઝરાયલ પાસેથી ટેકનિકલ સહયોગ માંગ્યો છે. આ સંદર્ભે “ઇન્વેસ્ટ પંજાબ” દ્વારા ભારતમાં આવેલા ઇઝરાયલના દૂતાવાસ સાથે વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષરૂપે ઇઝરાયલના કોવિડ-19ના વ્યવસ્થાપન પાછળ ટેકનોલોજિકલ આધુનિકતા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. પંજાબ સરકારે પેટ્રોલ પંપોના મેનેજરો/ ઓપરેટરોને ચોક્કસ સમય દરમિયાન માત્ર આવશ્યક સ્ટાફને જ નિયુક્ત કરવાની અને સ્ટાફને એકત્રિત થતો ટાળવાના હેતુથી પાળી પ્રમાણે કામ પર બોલાવવની સલાહ આપી છે.
- હરિયાણા: હરિયાણા સરકારે શહેરી સ્થાનિક સંગઠનો અને આરોગ્ય વિભાગ સાથે મળીને રાજ્યની તમામ 87 મ્યુનિસિપાલિટીમાં કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન દરેક નાગરિક સુધી આવશ્યક સેવાઓ અને ચીજો પૂરી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તમામ મ્યુનિસિપાલિટી ઘરે ઘરે ફરીને 100 ટકા કચરો પાડવાનું કામ સુનિશ્ચિત કરે છે અને આ પ્રવૃત્તિમાં સંકળાયેલો સ્ટાપ સામાજિક અંતરના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. હરિયાણામાં ઔદ્યોગિક એકમોને તેમની કામગીરી ફરી શરૂ કરવા અને કોવિડ-19 મહામારીના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઘટી જવાથી તેમને થઇ રહેલી આર્થિક તંગીના સમયમાં કર્મચારીઓને જાળવી રાખવા માટે મદદ કરવાના આશય સાથે, હરિયાણા સરકારે “હરિયાણા MSME રિવાઇવલ ઇન્ટરેસ્ટ બેનિફિટ સ્કીમ” તૈયાર કરી છે. આનાથી MSME એકમોને આર્થિક સહાય પૂરી પાડવામાં મદદ મળશે જેથી તેઓ કાયમી/ કોન્ડ્રાક્ટર આધારિત સ્ટાફ અને કામદારોને પગાર ચુકવી શકે અને તેમના આવશ્યક ખર્ચાઓને પણ પહોંચી શકે.
- હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ મધુ યસ્તિયાદીકાશય (ઉકાળો) નામની માલિકી હક ધરાવતી આયુર્વેદિક દવા શરૂ કરી છે જે રાજ્યના આયુર્વેદિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ દવા કોરોના મહામારીના સમયમાં લોકોની રોગ પ્રતિકારકશક્તિ વધારવાનું કામ કરે છે. આ આયુર્વેદિક ઉત્પાદનથી પ્રતિકારકતા વધશે અને આ દવા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ કોરોના યોદ્ધાઓ, વરિષ્ઠ નાગરિકો અને રાજ્યમાં કોરોનાથી બચી ગયેલા તમામ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવશે. તમામ નાયબ આયુક્તો, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ્સ અને રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સક્રિય કેસોની શોધવાના અભિયાનની જેમ અન્ય રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં આવી રહેલા લોકોની તબીબી તપાસ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે અને આ લોકોને હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે.
- કેરળ: રાજ્યમાં દારૂની દુકાનો હજુ ન ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કારણ કે જો દુકાનો ખોલવામાં આવે તો લોકો લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને દારૂની દુકાનો પર વધુ ભીડ કરે તેવી શક્યતા છે. ગ્રીન ઝોનમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે નહીં. રાજ્યમાં કોવિડ ઝોન કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર ફરી નિર્ધારિત કરવામાં આવશે. વિસ્થાપિત શ્રમિકોને કેરળથી તેમના વતન જવા માટે વધુ 5 નોન-સ્ટોપ મેલ ટ્રેન રાંચી, ભૂવનેશ્વર અને પટણા માટે આજે રવાના થશે. અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે વધુ 3 કેરેલિયનના મૃત્તુ થયા વિદેશમાં કુલ 70 કેરેલિયનના મોત નીપજ્યાં. કુલ 497 કેસોની પુષ્ટિ થઇ જેમાંથી સક્રિય કેસો 102 છે.
- તામિલનાડુ: તામિલનાડુમાં ચેન્નઇમાં ગઇકાલે 176 નવા કેસો નોંધાતા હજુ પણ રાજ્યનું સૌથી વધુ હોટસ્પોટ છે જ્યારે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 2,526 થઇ. રાજ્ય સરકારે ચેન્નઇ પર ધ્યાન વિશેષ પ્રયાસો હાથ ધરવા માટે IAS અધિકારી જે. રાધાક્રિશ્નનને વિશેષ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા. ચેન્નઇની MMCમાં બ્લડ કેન્સરની સારવાર લઇ રહેલા દર્દીનો કોવિડ-19નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો. ચેન્નઇમાંથી એકત્ર કરવામાં આવેલા મેટ્રોના પાણીમાં વાયરસ RNA વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યા. ચેન્નઇમાં 1082 કેસ સાથે કુલ 1183 સક્રિય કેસો છે.
- કર્ણાટક: આજે અત્યાર સુધીમાં વધુ 9 કેસો પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ જેમાં તુમકુર અને વિજયપુરામાં બે- બે કેસ અને બેલાગાવી, બેંગલુરુ, ચિક્કાબલ્લાપુરસ, બીદર, બાગલકોટમાં એક-એક કેસ નોંધાયો છે. આજે ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં છે જેમાં દેવનાગરી, બીદર અને બેંગલુરુમાં એક-એક મૃત્યુ થયું છે. કુલ 255 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસ 598, 255 દર્દીને રજા આપવામાં આવી છે જ્યારે કુલ 25 દર્દીનાં મૃત્યુ થયા છે.
- આંધ્રપ્રદેશ: રાજ્યમાં કોવિડના પરીક્ષણ માટે વધુ બે લેબનો ઉમેરો થયો જેમાંથી એક શ્રીકુલમમાં અને એક પ્રકાશમ જિલ્લામાં છે. કુલ લેબની સંખ્યા હવે વધીને 10 થઇ. ફસાયેલા માછીમારો જેઓ ગુજરાતથી આંધ્ર પહોંચ્યા છે તેમનું પરીક્ષણ કરવામાં આવશે અને જેમનો રીપોર્ટ નેગેટિવ આવે તેમને જ ઘરે જવા દેવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં 62 નવા કેસ નોંધાયા છે જ્યારે 38ને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસ વધીને 1525 થયા છે જ્યારે સક્રિય કેસ 1051 છે, કુલ 441 દર્દી સાજા થયા છે. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લામાં કુર્નૂલ (436), ગુંતૂર (308), ક્રિશ્ના (258), નેલ્લોર (90), ચિત્તૂર (80) છે.
- તેલંગાણા: રાજ્ય સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉગારવા માટે કેન્દ્ર પાસેથી સીધી આર્થિક સહાયની માંગણી કરી છે કારણ કે આ ઉદ્યોગોને સૌથી વધુ વિપરિત અસર પડી છે. લૉકડાઉનના પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપવામાં આવી રહી હોવાથી વિવિધ ઉદ્યોગો ધીમે ધીમે ખુલી રહ્યા છે તેવા સંજોગોમાં શ્રમિકોના તેમના વતન તરફ પ્રયાણના કારણે, રાજ્ય સરકાર વિકટ સ્થિતિમાં મુકાઇ ગઇ છે. કુલ પોઝિટીવ કેસની સંખ્યા હવે 1044 થઇ જેમાંથી 552 કેસ સક્રિય છે જ્યારે 464 દર્દી સાજા થયા છે અને 28ના મોત નીપજ્યાં છે.
- અરુણાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે, કોવિડ-19 સામે લડવા માટે રાજ્યમાં 1 ટન PPE, VTM કીટ્સ અને દવાઓનો જથ્થો એર ઇન્ડિયાના કાર્ગો વિમાનમાં દિલ્હીથી ગુવાહાટી આવી ગયો છે.
- આસામ: કોવિડ-19 મહામારીના ઉપદ્રવ દરમિયાન પોતાના જીવના જોખમે મીડિયા કવરેજ આપનારા મીડિયાનો મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલે આભાર વ્યક્ત કર્યો હતો.
- મણીપૂર: CRPF ફિલ્ડ બટાલિયન દ્વારા અત્યાર સુધીમાં 15,840 લોકોને સુરક્ષાત્મક ચીજો (હાથમોજાં, માસ્કર અને PPE)નું વિતરણ કરવામાં આવ્યું છે; સેનિટાઇઝર, સાબુ અને અન્ય સફાઇની ચીજો 9187 લોકોને તેમજ ખાદ્યચીજો, રેશન અને મસાલાની કીટ્સ 8430 લોકોને આપવામાં આવી ચે.
- મેઘાલય: ભારતીય વાયુ સેનાનું હેલિકોપ્ટર આવતીકાલે સવાલે 10:30 કલાકે કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સિવિલ હોસ્પિટલની ઉપર પુષ્પવર્ષા કરશે.
- મિઝોરમઃ મુખ્યમંત્રીએ કોવિડ-19 કટોકટી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમલી કરવામાં આવેલા પગલાંઓ વધુ અસરકારક બનાવવા માટે મંત્રી પરિષદ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
- નાગાલેન્ડઃ આરોગ્ય મંત્રીએ મોકોકચુંગ ખાતે આવેલી જિલ્લા હોસ્પિટલમાં કોવિડ-19 નમૂનાઓનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે ટ્રુનેટ મશીનનું ઉદ્ઘાટન કર્યુ હતું.
- સિક્કીમઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દૂરસ્થ વિસ્તારોને જોડવામાં મદદ કરવા અને તેના પદ્ધતિસર વિકાસ કરવા માટે રાજ્ય તેનું પોતાનું સ્વતંત્ર BSNL નિયંત્રણ કેન્દ્ર પ્રાપ્ત કરશે.
- ત્રિપૂરાઃ રાજ્યમાં કોવિડ-19ના અત્યાર સુધી નોંધાયેલા કુલ 4 કેસો છે, જેમાંથી 2 લોકોને રજા આપવામાં આવી છે અને 2 કેસો સક્રિય છે.
- મહારાષ્ટ્રઃ માત્ર મુંબઇમાં 741 કેસો સાથે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1,003 નવા કેસો નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કારણે એક જ દિવસમાં સૌથી વધારે 26 લોકોના મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક વધીને 485 પર પહોંચી ગયો છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 11,506 ઉપર પહોંચી ગઇ છે. મુંબઇમાં નોંધાયેલા કેસોની કુલ સંખ્યા 7,625 છે. મહારાષ્ટ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગરીબોની વીમા યોજના જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના (MJPJAY) હેઠળ હવે રેશન કાર્ડ અને રાજ્યમાં અધિનિવાસનું પ્રમાણપત્ર ધરાવતાં તમામ લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યની 900 સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 1000 જેટલા રોગોની સારવાર માટે પ્રતિ વર્ષ રૂ.1.5 લાખનું વીમા કવચ પુરું પાડવામાં આવે છે.
- ગુજરાતઃ ગુજરાતમાં વધુ 302 પોઝિટીવ કેસ નોંધાતા કોવિડ-19ના કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,721 પર પહોંચી ગઇ છે. આમાંથી 735 લોકો સાજા થયા છે, જ્યારે 236 લોકોના મરણ નીપજ્યાં છે. વધી રહેલા કેસોની સંખ્યાના કારણે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિત 9 જિલ્લાઓ રેડ ઝોનમાં આવી ગયા છે.
- રાજસ્થાનઃ શનિવારે સવારે સમગ્ર રાજ્યમાંથી 12 નવા પોઝિટીવ કેસો નોંધાતા રાજસ્થાનમાં કોરોનાના કેસોની સંખ્યા 2,678 પર પહોંચી ગઇ છે. આમાંથી 1,116 લોકો સાજા થયા છે, જ્યારે જીવલેણ રોગની સામે 65 લોકો પોતાની જીંદગીનો જંગ હારી ગયા છે.
- મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં નવા 90 કેસ નોંધાતાં રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 2,729 પર પહોંચી ગઇ છે. આમાંથી 524 લોકો સાજા થયા છે, જ્યારે 145 લોકોના મરણ નીપજ્યાં છે.
- છત્તીસગઢઃ છત્તીસગઢમાં હાલમાં કોવિડ-19ના માત્ર 7 સક્રિય કેસો છે. અત્યાર સુધી નોંધાયેલા 43 કેસોમાંથી 36 લોકો સાજા થઇ ગયા છે.
- ગોવાઃ ગોવામાં અત્યાર સુધી માત્ર 7 કેસો નોંધાયા છે, જેમાંથી હાલમાં રાજ્યમાં એક પણ સક્રિય કેસ નથી.
Fact Check on #Covid19





(Release ID: 1620503)
Visitor Counter : 402
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam