સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 02 MAY 2020 4:36PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના વ્યવહારુ ઉપયોગ અંગે ગઇકાલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વધારાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા અગાઉ બહાર પાડવામાં આવેલીવ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના વ્યવહારુ ઉપયોગના અનુસંધાનમાં છે. વિગતવાર માર્ગદર્શિકા લિંક પર ઉપબલ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/AdditionalguidelinesonrationaluseofPersonalProtectiveEquipmentsettingapproachforHealthfunctionariesworkinginnonCOVIDareas.pdf

દેશમાં અત્યાર સુધીમાં 9950 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1061 કેસ સાજા થઇ ગયા છે. જે 26.65% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 37,336 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2293 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS


(Release ID: 1620439) Visitor Counter : 247