ગૃહ મંત્રાલય

લૉકડાઉનને 4 મે, 2020થી વધુ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું

Posted On: 01 MAY 2020 6:33PM by PIB Ahmedabad

1. દેશમાં કોવિડ-19 સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને પગલે વિસ્તૃત સમીક્ષા કર્યા પછી અને લૉકડાઉનના પગલાંને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં ગૃહ મંત્રાલય (MHA) આજે આપત્તિ નિવારણ ધારા, 2005 અંતર્ગત આદેશ બહાર પાડ્યો હતો, જેમાં 4 મે, 2020 પછી વધુ 2 અઠવાડિયા માટે લૉકડાઉનનો ગાળો લંબાવવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે પણ સમયગાળામાં વિવિધ કામગીરીઓનું નિયમન કરવા દેશમાં વિવિધ જિલ્લાઓની રોગચાળાના જોખમને આધારે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેને આધારે જિલ્લાઓને રેડ (લાલહોટસ્પોટ), ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. માર્ગદર્શિકામાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓમાં નોંધપાત્ર છૂટછાટો આપવામાં આવી છે.

 

2. રેડ (લાલ), ગ્રીન (લીલો) અને ઓરેન્જ (નારંગી) તરીકે જિલ્લાઓના વર્ગીકરણ માટે માપદંડને 30 એપ્રિલ, 2020ના રોજ પત્રમાં વિગતવાર જણાવવામાં આવ્યો છે, જેને ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) જાહેર કર્યો હતો. જિલ્લાઓના ગ્રીન ઝોન એક પણ કેસ નહીં ધરાવે અથવા જિલ્લાઓમાં છેલ્લાં 21 દિવસમાં કોઈ કેસની પુષ્ટિ નહીં થઈ હોય. રેડ ઝોન તરીકે જિલ્લાઓને વર્ગીકૃત કરવા માટે સક્રિય કેસોની કુલ સંખ્યા, પુષ્ટિ થયેલા કેસો બમણા થવાનો દર, જિલ્લાઓમાંથી પરીક્ષણ અને સર્વેક્ષણના તારણો તથા રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. જે જિલ્લાઓ રેડ કે ગ્રીન નથી એવા જિલ્લાઓને ઓરેન્જ ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જરૂરિયાત મુજબ, દર અઠવાડિયે કે વહેલાસર, એમઓએચએફડબલ્યુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી)ને જિલ્લાઓનું રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વર્ગીકરણ આપશે. જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) રેડ અને ઓરેન્જ ઝોન તરીકે વધારાનાં જિલ્લાઓ તરીકે સામેલ કરી શકે છે, ત્યારે એમઓએચએફડબલ્યુએ રેડ કે ઓરેન્જ ઝોનની યાદીમાં સામેલ જિલ્લાઓના વર્ગીકરણને ઘટાડીને એમને અનુક્રમે ઓરેન્જ કે ગ્રીન ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર નહીં કરી શકે.

 

3. દેશમાં અનેક જિલ્લાઓ પોતાની સરહદોની અંદર એક કે વધારે મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસી) ધરાવે છે. જોવા મળ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનોની અંદર વસ્તીની ઊંચી ગીચતા ધરાવવાને કારણે અને પરિણામે લોકો એકબીજામાં વધારે હળતામળતા હોવાથી એની હદની અંદર કોવિડ-19ના કેસ અન્ય જિલ્લાઓની સરખામણીમાં વધારે છે. એટલે નવી માર્ગદર્શિકામાં જાણકારી આપવામાં આવી છે કે, પ્રકારનાં જિલ્લાઓને બે ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવશે એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસી)ની હદ હેઠળના વિસ્તાર માટેનો એક ઝોન અને બીજો, મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસી)ની બહારનો વિસ્તાર. જો છેલ્લાં 21 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસી)ની હદની બહાર કોઈ કેસ જોવા મળે, તો પ્રકારનાં રેડ કે ઓરેન્જ જિલ્લા તરીકે વર્ગીકૃત જિલ્લાને સંપૂર્ણ વર્ગીકરણમાં એક સ્ટેજ ઘટાડીને વર્ગીકૃત કરવાની છૂટ આપવામાં આવશે. એટલે જો જિલ્લાને અગાઉ રેડ ડિસ્ટ્રિક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હશે તો એને ઓરેન્જ અને ઓરેન્જ ડિસ્ટ્રિક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્ય હશે, તો એને ગ્રીન તરીકે વર્ગીકૃત કરી શકાશે. વર્ગીકરણ જિલ્લાના એરિયામાં આર્થિક અને અન્ય પ્રવૃત્તિઓ વધારે હાથ ધરવા સક્ષમ બનાવશે, જ્યાં કોવિડ-19ના કેસો પ્રમાણમાં ઓછા છે, ત્યારે એરિયા કોવિડ-19 કેસોમાંથી મુક્ત જળવાઈ રહે માટે ઉચિત સાવચેતીઓ રાખવાનું જાળવી રાખવામાં આવશે. વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન(ન્સ) ધરાવતા જિલ્લાઓના સંબંધમાં કરવામાં આવી છે.

 

4. કોવિડ-19ના પ્રસારને ધ્યાનમાં રાખીને તથા રેડ અને ઓરેન્જ ઝોનમાં આવતા દેશનાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોને નિયંત્રિત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. એરિયા કે ઝોન એવા છે, જ્યાં ઇન્ફેક્શનના પ્રસારનું નોંધપાત્ર જોખમ છે. નિયંત્રણ ધરાવતા વિસ્તારોને સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો પરિભાષિત કરશે, જે માટે કુલ સક્રિય કેસોની સંખ્યા, રોગના ભૌગોલિક પ્રસાર તથા અતિક્રમણની દ્રષ્ટિએ સારી રીતે અંકિત પરિમિતિની જરૂરિયાત જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્ર નિયંત્રણમાં હોય એવા ઝોનના રહેવાસીઓ વચ્ચે આરોગ્ય સેતુ એપના 100 ટકા કવરેજને સુનિશ્ચિત કરશે. નિયંત્રણ ધરાવતા ઝોનમાં રહેવાસીઓની હિલચાલ પર નજર રાખવાની આચારસંહિતા સઘન બનાવવામાં આવશે, જેમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ઘેરઘેર સર્વેક્ષણ, વ્યક્તિઓના જોખમના મૂલ્યાંકનને આધારે ઘર/સંસ્થામાં ક્વારેન્ટાઇન તથા નૈદાનિક વ્યવસ્થાપન જેવી બાબતો સામેલ છે. પરિમિતિ કે પરિઘનું કડક નિયંત્રણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે, જેથી ઝોનની અંદર અને બહાર અવરજવર થાય, સિવાય કે તબીબી કટોકટી. ઝોનની અંદર આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને સેવાઓ માટે છૂટછાટો મળશે. સિવાય નિયંત્રણ ધરાવતા ઝોનની અંદર અન્ય કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી નથી.

 

5. નવી માર્ગદર્શિકા અંતર્ગત દેશમાં કોઈ પણ ઝોનમાં અમુક ચોક્કસ પ્રકારની કામગીરી બંધ રહેશે. પ્રકારની કામગીરી કે પ્રવૃત્તિમાં હવાઈ, રેલવે, મેટ્રો અને રોડ દ્વારા રાજ્યો વચ્ચેની અવરજવર; શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક અને તાલીમ/કોચિંગ સંસ્થાઓ; હોસ્પિટાલિટી સેવાઓ, જેમાં હોટેલ્સ અને રેસ્ટોરાં સામેલ છે; મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થાય એવા સિનેમા હોલ, મોલ, જિમ્નેશિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે સામેલ છે; સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને અન્ય પ્રકારના મેળાવડા; અને ધાર્મિક સ્થાનો/જનતા માટે પ્રાર્થનાસ્થળો સામેલ છે. જોકે એર, રેલવે અને રોડ દ્વારા વ્યક્તિઓની અવરજવરને પસંદગીના કાર્યો માટે મંજૂરી આપવામાં આવશે, જેમાં ગૃહ મંત્રાલયની મંજૂરી પ્રાપ્ત અવરજવર સામેલ છે.

 

6. નવી માર્ગદર્શિકામાં લોકોની સુખાકારી અને સલામતી માટે ચોક્કસ માપદંડોનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આથી, તમામ બિન-આવશ્યક ચીજવસ્તુઓ માટે સાંજના 7 થી સવારે 7 વાગ્યા દરમિયાન લોકોની અવરજવર પર ચુસ્ત ચુસ્ત પ્રતિબંધ રહેશે. સ્થાનિક સત્તામંડળોએ યોગ્ય કાયદાની જોગવાઇઓ જેમકે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ પ્રતિબંધનો આદેશ [કર્ફ્યૂ] જેવા આદેશો બહાર પાડવાના રહેશે અને તેનું ચુસ્ત પાલન કરાવવાનું રહેશે. તમામ ઝોનમાં, 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, અન્ય-બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઘરમાં રહેશે, સિવાય કે તેમના આરોગ્યને અનુલક્ષીને આવશ્યક હોય તો બહાર આવી શકે છે. આઉટ પેશન ડિપાર્ટમેન્ટ (OPD) અને તબીબી ક્લિનિક્સને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સામાજિક અંતર અને અન્ય સુરક્ષાની સાવચેતીઓના પાલન સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે; જોકે, નિયંત્રિત ઝોનમાં તેમને મંજૂરી આપવામાં આવી નથી.

 

7. રેડ ઝોનમાં, નિયંત્રિત ઝોનની બહાર, સમગ્ર દેશમાં પ્રતિબંધિત છે તે ઉપરાંત કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવૃત્તિઓમાં: સાઇકલ અને ઓટો રીક્ષા ચલાવવી, ટેક્સી ચલાવવી અને કેબની હેરફેર, આંતર જિલ્લા અને આંતર રાજ્ય બસોનું આવનજાવન અને વાળંદની દુકાનો, સ્પા તેમજ સલૂન સામેલ છે.

 

8. રેડ ઝોનમાં પ્રતિબંધો સાથે કેટલીક અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. માત્ર મંજૂરી આપેલી પ્રવૃત્તિઓ માટે લોકો અને વાહનોની અવરજવર થઇ શકશે જેમાં ફોર-વ્હીલરમાં મહત્તમ 2 વ્યક્તિ (ડ્રાઇવર ઉપરાંત) અને ટુ વ્હીલરમાં માત્ર એક વ્યક્તિને સવારી કરવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક સંસ્થાઓ જેમકે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ), એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ (EOU), ઔદ્યોગિક એસ્ટેટ્સ અને ઔદ્યોગિક ટાઉનશિપને મર્યાદિત ઍક્સેસ સાથે મંજૂરી આપવામાં આવી છે. અન્ય મંજૂરી આપવામાં આવેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં દવાઓ, ફાર્માસ્યુટિકલ, તબીબી ઉપકરણો અને તેનો કાચો માલ તેમજ મધ્યસ્થીઓ સહિત આવશ્યક ચીજોના એકમો; જેમાં સતત પ્રક્રિયાની જરૂર હોય તેવા ઉત્પાદન એકમો અને તેની પૂરવઠા સાંકળ; IT હાર્ડવેરના ઉત્પાદન એકમો; તબક્કાવાર પાળી અને સામાજિક અંતરના પાલન સાથે શણ ઉદ્યોગ; અને પેકેજિંગ સામગ્રીના ઉત્પાદન એકમો સામેલ છે. શહેરી વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ તેની મૂળ જગ્યાએ બાંધકામ પૂરતી સિમિત રાખવામાં આવી છે (જ્યાં શ્રમિકો સાઇટ પર ઉપલબ્ધ હોય અને તેને બહારથી લાવવાની જરૂર હોય) અને નવીનીકરણીય ઉર્જા પરિયોજનાના બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં મોલ, બજાર અને બજારના કોમ્પ્લેક્સમાં બિન-આવશ્યક ચીજોની દુકાનોને મંજૂરી આપવામાં આવી નથી. જોકે, એકલદોકલ (એકજ) દુકાન, આસપાસની દુકાનો (કોલોની), રહેણાક વિસ્તારોમાં આવેલી દુકાનોને આવશ્યક અથવા બિન આવશ્યક શ્રેણીની ભિન્નતા રાખ્યા વગર ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. રેડ ઝોનમાં -કોમર્સ પ્રવૃત્તિઓને માત્ર આવશ્યક સામાન માટે મંજૂરી આપવામાં આવી છે. ખાનગી ઓફિસો જરૂરિયાત અનુસાર 33% સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે, જ્યારે બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ સ્થિતિમાં રહેશે. તમામ સરકારી કચેરીઓ નાયબ સચિવ અને તેનાથી ઉપરના સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરશે અને બાકીનો સ્ટાફ જરૂરિયાત અનુસાર 33% સુધી રહેશે. જોકે, સંરક્ષણ અને સુરક્ષા સેવાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પોલીસ, જેલ, હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને સંબંધિત સેવાઓ, રાષ્ટ્રીય ઇન્ફોર્મેટિક્સ કેન્દ્ર (NIC), કસ્ટમ્સ, ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI), નેશનલ કેડેટ કોર્પ્સ (NCC), નહેરુ યુવક કેન્દ્ર (NYK) અને મ્યુનિસિપલ સેવાઓ કોઇપણ પ્રતિબંધો વગર સંપૂર્ણપણે કાર્યરત રહેશે; જાહેર સેવાઓ લોકોને મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને હેતુ માટે જરૂરી સ્ટાફ તૈનાત કરવામાં આવશે.

 

9. રેડ ઝોનમાં મોટી સંખ્યામાં અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં MNREGA કાર્યો, ખાદ્ય પ્રસંસ્કરણ એકમો અને ઇંટો બનાવવા સહિત તમામ ઔદ્યોગિક અને બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે; ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં, માલસામાનના પ્રકારની ભિન્નતા રાખ્યા વગર તમામ સામાનની દુકાનો શોપિંગ મોલ સિવાય ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે, વાવણી, લણણી, ખરીદી અને કૃષિ પૂરવઠા સાંકળમાં માર્કેટિંગને મંજૂરી આપવામાં આવી છે. જમીનની અંતરના વિસ્તારોમાં અને સમુદ્ર વિસ્તારોમાં માછીમારી સહિત તમામ પશુપાલન પ્રવૃત્તિઓને સંપૂર્ણ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વાવેતર સંબંધિત તમામ પ્રવૃત્તિઓ, તેના પ્રસંસ્કરણ અને માર્કેટિંગ સહિત, તમામને મંજૂરી આપવામાં આવી છે. તમામ આરોગ્ય સેવાઓ (આયુષ સહિત) કાર્યરત રહેશે જેમાં તબીબી વ્યક્તિઓ અને દર્દીઓનું એર એમ્બ્યુલન્સ દ્વારા પરિવહનની પ્રવૃત્તિ પણ સામેલ છે. આર્થિક ક્ષેત્રનો મોટો હિસ્સો કાર્યરત રહેશે જેમાં બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC), વીમા અને કેપિટલ માર્કેટની પ્રવૃત્તિઓ અને ક્રેડિટ સહકારી સોસાયટીઓ સામેલ છે. બાળ ગૃહો, વૃદ્ધાશ્રમો, નિરાધાર અને વિધવા મહિલાઓના ગૃહો વગેરેની કામગીરી; અને આંગણવાડીની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે. જાહેર ઉપયોગીતા જેમકે, વીજળી, પાણી, સફાઇ, કચરાનું વ્યવસ્થાપન, ટેલિકમ્યુનિકેશન, અને ઇન્ટરનેટ સેવાઓની કામગીરી ચાલુ રહેશે અને કુરિયર તેમજ પોસ્ટલ સેવાઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 

10. રેડ ઝોનમાં આવતી મોટાભાગની વ્યાપારી અને ખાનગી સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે. આમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, IT અને IT સક્ષમ સેવાઓ, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ અને ગોદામની સેવાઓ, ખાનગી સિક્યુરિટી અને સુવિધા વ્યવસ્થાપન સેવાઓ, અને સ્વરોજગાર વ્યક્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ- અગાઉ ઉલ્લેખ કર્યો તેમ વાળંદ સિવાય- વગેરેને મંજૂરી આપવામાં આવી છે. દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને તેના કાચામાલ તેમજ મધ્યસ્થીઓ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો; જેમાં એકધારી પ્રક્રિયા કરવાની જરૂર હોય તેવા ઉત્પાદન એકમો અને તેમની પૂરવઠા સાંકળ; તબક્કાવાર પાળી અને સામાજિક અંતરના પાલન સાથે શણ ઉદ્યોગ; IT હાર્ડવેરના ઉત્પાદન એકમો અને પેકેજિંગ સામગ્રીના ઉત્પાદન એકમોને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

 

11. રેડ ઝોનમાં જે પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે તે ઉપરાંત ઓરેન્જ ઝોનમાં ટેક્સી અને કેબ એગ્રીગેટરને 1 ડ્રાઈવર અને માત્ર બે પેસેન્જર સાથે મંજૂરી આપવામાં આવી છે. વ્યક્તિઓ અને વાહનોની આંતર-જીલ્લા હેરફેરને માત્ર મંજૂરી મળી હોય તેવી પ્રવૃત્તિઓ માટે છૂટ આપવામાં આવશે. ચાર પૈડા ધરાવતાં વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત વધુમાં વધુ બે પેસેન્જર બેસી શકશે. ટુ વ્હીલર માં પાછળ વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવી છે.

 

12. જે મર્યાદિત પ્રવૃત્તિઓને લૉકડાઉન દરમ્યાન સમગ્ર દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી છે તે સિવાયની તમામ પ્રવૃત્તિઓ ગ્રીન ઝોનમાં થઈ શકશે. આમ છતાં માત્ર 50ટકા બેઠક વ્યવસ્થા સાથે બસ ચલાવી શકાશે અને બસ ડેપો પણ 50 ટકા ક્ષમતાથી કામ કરી શકશે.

 

  1. તમામ માલસામાનની હેરફેરને મંજૂરી આપવામાં આવી છે. કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પડોશી દેશો સાથે થયેલી સમજૂતી મુજબ એક થી બીજા દેશમાં જતા માલ સામાનને રોકી શકશે નહી. આવી હેરફેર માટે કોઈ અલાયદા પાસની જરૂર પડશે નહી. લૉકડાઉન દરમ્યાન માલ સામાન તથા સર્વિસીસનો પુરવઠો જળવાઈ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

 

14. જે પ્રવૃત્તિઓને ચોકકસપણે પ્રતિબંધિત જાહેર કરવામાં આવી ના હોય તેવી તમામ પ્રવૃત્તિઓ થઈ શકશે. અથવા તો વિવિધ ઝોનમાં નિયંત્રણ સાથે અપાયેલી છૂટ મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરી શકાશે. આમ છતાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમણે પરિસ્થિતિના કરેલા મૂલ્યાંકન મુજબ અને કોરોના વાયરસનો પ્રસાર આગળ ધપતો અટકાવવાના મુખ્ય હેતુથી મંજૂરી અપાયેલી પ્રવૃત્તિઓમાંથી માત્ર પસંદગીની પ્રવૃત્તિઓને જરૂર જણાય તો કેટલાંક નિયંત્રણો સાથે છૂટ આપી શકશે.

 

15. તા. 3 મે સુધીમાં જે પ્રવૃત્તિઓ માટે મંજૂરી અપાઈ ચૂકી છે તેવી પ્રવૃત્તિઓ માટે કોઈ અલાયદી અથવા નવેસરથી મંજૂરી લેવાની રહેશે નહી. ગૃહ મંત્રાલયે લાગુ કરેલા નિયમો મુજબ વિદેશી નાગરિકોની હેરફેર માટે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકથી બીજા રાજ્યમાં મજૂરોની હેરફેર માટે, ભારતીય સાગર ખેડૂઓ માટે દરિયો ખેડવા જવા અને આવવા અંગે તથા સ્ટાન્ડર્ડ હિજરતી શ્રમીકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય માટે રેલવે તથા રોડ માર્ગે પરિવહનના જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ્સ લાગુ કર્યા છે તે અમલમાં રહેશે.

 

16. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લૉકડાઉનની માર્ગરેખાઓનુ પાલન કરવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005 હેઠળ જારી કરવામાં આવેલી માર્ગરેખાઓને કોઈ પણ સ્વરૂપે હળવી કરી શકશે નહી

 

GP/DS



(Release ID: 1620181) Visitor Counter : 534