ચૂંટણી આયોગ

ECIએ મહારાષ્ટ્રમાં વિધાનસભાના સભ્યો (MLA) દ્વારા વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 21 મે 2020ના રોજ યોજવાનો નિર્ણય લીધો

Posted On: 01 MAY 2020 2:16PM by PIB Ahmedabad

મહારાષ્ટ્ર રાજ્યમાં MLA દ્વારા MLCની ખાલી પડેલી નવ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાની શક્યતા સંબંધે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી આયુક્ત શ્રી સુનિલ અરોરા સાથે બેઠકમાં ચૂંટણી આયુક્ત શ્રી અશોક લવાસા અને ચૂંટણી આયુક્ત શ્રી સુશીલ ચંદ્ર વીડિયો કૉલ દ્વારા (USAથી) જોડાયા હતા.

મહારાષ્ટ્રમાં 24 એપ્રિલ 2020ના રોજ MLA દ્વારા MLCની નવ બેઠકો ખાલી પડી છે (બીડાણ A). ECI કોવિડ-19ના કારણે ઉભા થયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને 03 એપ્રિલ 2020ના રોજ અનુચ્છેદ 324 અંતર્ગત આગામી આદેશ સુધી ચૂંટણી મુલતવી રાખવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ચૂંટણી પંચને 30 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવનો પત્ર પ્રાપ્ત થયો હતો જેમાં મુખ્ય સચિવે નોંધ્યું હતું કે, મહામારીને અંકુશમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકારના આકલન અનુસાર MLA દ્વારા MLCની ખાલી પડેલી નવ બેઠકોની ચૂંટણી સલામત માહોલમાં યોજાઇ શકે છે. રાજ્ય સરકારે પંચને ખાતરી આપી છે કે, ચૂંટણી સંપૂર્ણપણે સ્વચ્છતાની સ્થિતિમાં સામાજિક અંતર અને સંબંધિત સત્તાધીશો દ્વારા લાગુ કરવામાં આવેલી અન્ય શરતોનું ચુસ્ત પાલન કરીને યોજવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

લૉકડાઉનના આદેશના કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવનજાવનની મંજૂરી આપતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 29 એપ્રિલ 2020ના રોજના આદેશને ટાંકતા, રાજ્ય સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે, ચૂંટણી સંબંધે તમામ નિર્દેશોનું પાલન કરીને યોજવામાં આવે તેની સુવિધા કરવામાં આવશે અને સુનિશ્ચિત કરવામાં આવશે.

પંચને મહારાષ્ટ્રના આદરણીય રાજ્યપાલનો 30 એપ્રિલ 2020ના રોજનો DO પત્ર પણ મળ્યો હતો જેમાં CECને સંબોધીને રાજ્યમાં ચૂંટણીઓ યોજવાની શક્યતા અંગે તેમને સૂચિત કરવામાં આવ્યા હતા. સંદર્ભે, મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે અને નોંધ્યું હતું કે, બંધારણીય જોગવાઇ અનુસાર તેમણે મહિનામાં એટલે કે, 27 મે 2020 સુધીમાં મહારાષ્ટ્ર વિધાનસભા અથવા મહારાષ્ટ્ર વિધાન પરિષદ બંનેમાંથી કોઇ એકના સભ્ય બનવું આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાયાની સ્થિતિ સમાવવામાં આવી છે અને હાલના તબક્કે સરકાર દ્વારા કેટલીક રાહતો આપવામાં આવી રહી છે તે સાથે સુધારો આવી રહ્યો હોય તેમ દેખાઇ રહ્યું છે. આથી સ્થિતિને અનુલક્ષીને, ચૂંટણી પંચને રાજ્યમાં ચૂંટણી યોજવા સંબંધે કાર્ય પદ્ધતિ પર વિચાર કરવાની વિનંતી કરવામાં આવે છે.

પંચે વિવિધ રાજકીય પક્ષોમહારાષ્ટ્ર વિધાનમંડળ કોંગ્રેસ પક્ષ, શિવ સેના વિધિ મંડળ પક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા પ્રવર્તમાન સ્થિતિઓને કારણે નાછૂટકે પાછી ઠેલાયેલી ચૂંટણી યોજવા સંબંધે પંચને વિનંતી કરવામાં આવી હતી તેની પણ નોંધ લીધી હતી.

ઉપરોક્ત તમામ બાબતની નોંધ લઇને, પંચે આવી પૂર્વવર્તી અણધારી પરિસ્થિતિઓની સમીક્ષા કરી હતી. 1991માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી.વી. નરસિંહારાવ અને 1996માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ.ડી. દેવગૌડા; અને કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રી (જેમકે 1991માં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત; 1997માં બિહારના મુખ્યમંત્રી શ્રી રાબડી દેવી; 1993માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વિજય ભાસ્કર રેડ્ડી; 2017માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ચાર મંત્રી તેમજ 2017માં નાગાલેન્ડના મુખ્યમંત્રી)ના કિસ્સામાં, પંચે બંધારણીય જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે પેટા ચૂંટણીઓ યોજી હતી. પંચે નોંધ્યું હતું કે, ભૂતકાળથી ચાલી આવતી એકધારી પ્રક્રિયા છે.

તમામ બાબતોને ધ્યાનમાં લીધા પછી, પંચે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો અને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં દ્વિવાર્ષિક ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. નિર્ધારિત ચૂંટણીની વિગતો બીડાણ Bમાં આપવામાં આવેલી છે.

પંચે એવો પણ નિર્ણય લીધો છે કે, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત મળેલી સત્તાની રૂએ કેન્દ્રીય ગૃહ સચિવ રાષ્ટ્રીય કારોબારી સમિતિના અધ્યક્ષ હોવાથી, કથિત ચૂંટણી માટે ચૂંટણીની પ્રક્રિયા સરળતાથી હાથ ધરવામાં આવે તે માટે દર્શાવેલ અધિનિયમની જોગવાઇઓ સાથે તેઓ યોગ્ય વરિષ્ઠતાના આધારે કોઇ અધિકારીની નિયુક્તિ કરી શકે છે જેથી સુરક્ષાત્મક પગલાં સાથે ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થઇ શકે.

પંચે મુખ્ય સચિવને પણ નિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાંથી પણ એક અધિકારીની નિયુક્તિ કરવામાં આવે જેથી ચૂંટણીની પ્રક્રિયામાં માટે થતી વ્યવસ્થા દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ સૂચનાઓનું અનુપાલન સુનિશ્ચિત થઇ શકે.

વધુમાં પંચે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને ચૂંટણી માટે અવલોકનકર્તા તરીકે નિયુક્ત કર્યા છે.

પંચે આવતા અઠવાડિયે અન્ય મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીઓની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે.

SBS

બીડાણ A (ખાલી પડેલી જગ્યાની યાદી)

અનુક્રમ નંબર

સભ્યનું નામ

નિવૃત્તિની તારીખ

1.

ગોરહે નીલમ દિવાકર

 

 

 

 

24.04.2020

2.

ટાકલે હેમંત પ્રભાકર

3.

ઠાકુર આનંદ રાજેન્દ્ર

4.

વાઘ સ્મિતા ઉદય

5.

દેશમુખ પૃથ્વીરાજ સયાજીરાવ

6.

પવાસ્કર કિરણ જગન્નાથ

7.

અદસાદ અરુણભાઉ જનાર્દન

8.

રઘુવંશી ચંદ્રકાંત બટેસિંગ

9.

રાઠોડ હરિસિંગ નાસરુ

 

 

 

બીડાણ B (સમયપત્રક)

અનુક્રમ નંબર

ઘટનાક્રમ

તારીખ

  1.  

જાહેરનામું બહાર પાડવું

4 મે 2020 (સોમવાર)

  1.  

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ

11 મે 2020 (સોમવાર)

  1.  

ઉમેદવારીપત્રકોની તપાસ

12 મે 2020 (મંગળવાર)

  1.  

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

14 મે 2020 (ગુરુવાર)

  1.  

ચૂંટણીની તારીખ

21 મે 2020 (ગુરુવાર)

  1.  

ચૂંટણીના કલાકો

સવારે 09:00 થી સાંજે 04:00

  1.  

મત ગણતરી

21 મે 2020 (ગુરુવાર) સાંજે 5:00 કલાકે

  1.  

ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ

26 મે 2020 (મંગળવાર)

 

 

GP/DS



(Release ID: 1620033) Visitor Counter : 284