આયુષ
ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ દ્વારા આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ કાર્યક્રમો પ્રારંભ
Posted On:
30 APR 2020 7:32PM by PIB Ahmedabad
આયુષ મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA), અને દિલ્હી પોલિસે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલિસ માટે આયુરક્ષા કાર્યક્રમો પ્રારંભ કર્યો છે. આયુરક્ષા નામના આ સંયુક્ત કાર્યક્રમને આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ અને સમયાંતરે પૂરવાર થયેલા આયુર્વેદના રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.
આ પગલાંમાં આયુષ મંત્રાલય મારફતે બહાર પાડવામાં આવેલી માર્ગરેખાનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનની ભલામણ કરવામાં આવી છે તેમાં ચ્યવનપ્રાસ (કે જેમાં આમળા મુખ્ય સામગ્રી છે), અનુ તૈલા અને સનશામીની વટી (ગુડુચીમાંથી તૈયાર કરેલી), સામગ્રી કે જેમાં સાદી વનસ્પતિનો ઉપયોગ થાય છે અને તે સમયાંતરે પૂરવાર થઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂરવાર થયેલી છે.
આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ વયસ્થાપના (એન્ટી-એજીંગ વનસ્પતિ) તરીકે ગિલોયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં એક વધારાની થેરાપી તરીકે આયુષ ઔષધો આપવાની યોજના ઉપર મંત્રાલય કામ કરી રહ્યું છે. તેમણે ફ્રન્ટલાઈન વૉરિયર્સ તરીકે દિલ્હી પોલિસના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
દિલ્હી પોલિસ કમિશ્નર શ્રી એસ એન શ્રીવાસ્તવે દિલ્હી પોલિસના આરોગ્યના પ્રોત્સાહન માટે આયુષ મંત્રાલય અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરળ આયુર્વેદિક વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ આદિકાળથી વૈજ્ઞાનિક પધ્ધતિ તરીકે પૂરવાર થયેલી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ અને દિલ્હી પોલિસે અત્યાર સુધીમાં આ સૌથી મોટો પ્રયાસ હાથ ધરીને અન્ય લોકો અપનાવી શકે તેવું રોલ મોડેલ પૂરૂં પાડ્યું છે.
દિલ્હી પોલિસ, એક એવી દરખાસ્ત સાથે બહાર આવી છે કે જેમાં દિલ્હી પોલિસના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઈન વૉરિયર્સ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક પગલાં લેવામાં આવશે. આ દરખાસ્તનો તબકકાવાર અમલ કરવામાં આવશે. એનસીટી દિલ્હીના 15 જીલ્લાઓના આશરે 80000થી વધુ પોલિસ કર્મચારીઓને આ વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર હેઠળ ત્રણ મુખ્ય કોઓર્ડિનેટર નોમિનેટ કર્યા છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના 15 નોડલ ઓફિસર દિલ્હી રાજ્યના નિર્ધારિત 15 જીલ્લાઓમાં દિલ્હી પોલિસના 15 નોડલ ઓફિસરો સાથે સંકલન કરીને કામગીરી બજાવશે.
- તબક્કો-1: તમામ ક્વોરેન્ટાઈન્ડ પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે.
- તબક્કો-2: કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે.
- તબક્કો-3: ક્વોરેન્ટાઈન ઝોનમાં ડેપ્યુટ કરાયેલા પોલિસ ઓફિસરો અને અધિકારીઓને આવરી લેવાશે.
- તબક્કો-4: ફીલ્ડમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામ કરતા તમામ પોલિસમેનને આવરી લેવાશે.
ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદે ડાયાબિટીસ, તાણ, હાયપર ટેન્શન જેવી કો-મોર્બીડ સ્થિતિ ધરાવતા પોલિસ અધિકારીઓ/ ઓફિસરોની ઓળખ કરી છે. આ લોકોને મહામારીની અસર થવાની વધુ સંભાવના છે. આ ઓફિસરો /અધિકારીઓને વધારાનો સહયોગ અને સંભાળ પૂરી પાડવામાં આવશે. તમામ ઓફિસરો/ અધિકારીઓ જે આ દવા લઈ રહ્યા છે તેમનો ડીજીટલ સ્વરૂપે હેલ્થ રેકર્ડ જાળવવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી છે અને આયુષ મંત્રાલયે વિકસાવેલી ડીજીટલ આરોગ્ય સંજીવનીનો ઉપયોગ કરવામાં આવશે.
દવાઓના વિતરણ માટે ખાસ કીટસ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ફોર્મ્યુલેશન્સ, ઉપયોગની પધ્ધતિ અને આયુષ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા હિંદી અને અંગ્રેજી ભાષામાં પૂરી પાડવામાં આવશે. આ ઔષધો આયુષ મંત્રાલય હેઠળની ગવર્નમેન્ટ ફાર્મસી (IMPCL) માંથી મેળવવામાં આવશે.
એવું પણ આયોજન કરવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ જીલ્લા હેડ ક્વાર્ટર્સમાં એક કીઓસ્ક મૂકવામાં આવશે, જેમાં આહાર અને જીવનશૈલીને લગતી સંપૂર્ણ માહિતી તથા આયુર્વેદિક ફોર્મ્યુલેશનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થતા ઉપયોગ અંગે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદના કન્સલ્ટન્ટ દ્વારા શરૂઆતના 15 દિવસ દરમ્યાન વિગતો આપવામાં આવશે.
તંદુરસ્તીને પ્રોત્સાહન અને જીવનશૈલીમાં ફેરફાર તથા રોગ પ્રતિકારક ઔષધોના ઉપયોગ વડે રોગ થતા અટકાવવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.
GP/DS
(Release ID: 1619772)
Visitor Counter : 374