વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલય દ્વારા નવી વેબસાઇટ (shipmin.gov.in) શરૂ કરવામાં આવી

Posted On: 30 APR 2020 4:44PM by PIB Ahmedabad

જહાજ મંત્રાલય દ્વારા તેમની નવી વેબસાઇટ shipmin.gov.in તૈયાર કરવામાં આવી છે અને 30 એપ્રિલ 2020ના રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવી વેબસાઇટ ઓપન સોર્સ ટેકનોલોજી આધારિત છે અને NIC ક્લાઉડ મેઘરાજ પર તેને રાખવામાં આવી છે. વેબસાઇટ ભારત સરકારના વહીવટી સુધારા અને લોક ફરિયાદ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ભારત સરકારની વેબસાઇટ્સની માર્ગદર્શિકા (GIGW)ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. નવી વેબસાઇટ ખૂબ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને ડાયનેમિક હોમપેજ ધરાવે છે. વેબસાઇટમાં ઉત્તમ વીડિયો અપલોડિંગ સુવિધા સાથે સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન છે.

 

GP/DS(Release ID: 1619608) Visitor Counter : 39