ભારે ઉદ્યોગ મંત્રાલય

ઓટોમોબાઇલ ક્ષેત્રના માંધાતાઓએ કોવિડ મહામારીનો સામનો કરવામાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી


આ ક્ષેત્રને ફરી બેઠું કરવા, રોજગારી અને સંસાધનોમાં ગતિશીલતા લાવવા સંબંધે ગહન ચર્ચા થઇ: શ્રી પ્રકાશ જાવડેકર

Posted On: 30 APR 2020 4:32PM by PIB Ahmedabad

ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગોના પસંદગીના CEOના સમૂહ સાથે બેઠક યોજી ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર પર કોવિડ-19ની સંભવિત અસરો વિશે જાણકારી મેળવી હતી અને વિપરિત અસરોને ઘટાડવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો વિશે ઉદ્યોગના અગ્રણીઓ પાસેથી સૂચનો સાંભળ્યા હતા.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં ક્ષેત્રને બેઠું કરવાથી માંડીને રોજગારી અને સંસાધનોમાં ગતિશીલતા લાવવા જેવા સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ચર્ચામાં માત્ર માંગણીઓ રજૂ કરવામાં હોતી આવી પરંતુ ખૂબ નક્કર સૂચનો પણ મળ્યા હતા.

શ્રી જાવડેકરે જણાવ્યું કે, કામદારો ફરી કામે જોડાય તે પહેલા બેચ અનુસાર પરીક્ષણ, ઑનલાઇન નોંધણી, ત્યારબાદ વેચાણ કેન્દ્રોનું સેનિટાઇઝેશન, બે કામદારો વચ્ચે ભૌતિક વિભાજકની વ્યવસ્થા સહિત સંખ્યાબંધ ખૂબ સારા સૂચનો બેઠકમાં મળ્યા હતા.

ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ મૂલ્ય સાંકળ ફરી શરૂ કરવા સંબંધિત કેટલાક સૂચનો સાથે મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો; ડીલરશીપને સહાય; રોજગારી સહાયના હસ્તક્ષેપ; માંગમાં વૃદ્ધિ અને આર્થિક સહાય માટે જરૂરિયાતના સંદર્ભમાં મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગને ખાતરી આપી હતી કે, તેઓ તમામ સૂચનો અને તેમની માંગણી અંગે સંબંધિત મંત્રાલયો જેમકે, પરિવહન મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય અને અન્ય સંબંધિત મંત્રાલય સાથે ચર્ચા કરશે.

ઉદ્યોગના માંધાતાઓએ કોવિડ મહામારીનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ભારે ઉદ્યોગ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતે કોવિડના વ્યવસ્થાપનમાં ખરેખર ખૂબ સારું કામ કર્યું છે અને આપણે સંખ્યાબંધ લોકોના અમૂલ્ય જીવનને બચાવી શક્યા છીએ, હવે આપણે આજીવિકા બાબતે વધુ નક્કર પગલાં લેવાના છે.”

ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો રાજ્યમંત્રી શ્રી અર્જૂન મેઘવાલ અને ભારે ઉદ્યોગ સચિવ શ્રી અરૂણ ગોયલ પણ ચર્ચામાં સહભાગી બન્યા હતા.

બેઠકમાં OEM અને ઓટો કોમ્પોનન્ટ ક્ષેત્ર એમ બંને તરફથી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. SIAMના પ્રમુખ શ્રી રાજન વઢેરા, ACMAના પ્રમુખ શ્રી દીપક જૈને ઉદ્યોગની ટીમમાં સહ-નેતૃત્વ કર્યું હતું. બેઠકમાં ભાગ લેનારા અન્ય વરિષ્ઠ CEOમાં શ્રી આર. સી. ભાર્ગવ, શ્રી પવન મુંજાલ, શ્રી વિક્રમ કિર્લોસ્કર અને ડૉ. પવન ગોયંકા પણ હતા.

 

 

GP/DS



(Release ID: 1619599) Visitor Counter : 211