પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન અંગે ઘેરા શોકની લગાણી વ્યક્ત કરી


ઋષિ કપૂરજી ‘ટેલેન્ટનું પાવર હાઉસ’ હતા: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 30 APR 2020 12:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “બહુ પ્રતિભાશાળી, પ્રેમાળ અને ખુશ મિજાજી... ઋષિ કપૂરજી નું આવું વ્યક્તિત્વ હતું. તેઓ ટેલેન્ટનું પાવર હાઉસ હતા. હું તેમની સાથે થયેલી વાતચીતને હંમેશા યાદ રાખીશ, ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત ને પણ યાદ રાખીશ. તેઓ ફિલ્મો અને ભારતની પ્રગતિ વિશે ખૂબ આશાવાદી હતા. હું તેમના નિધનથી વ્યથિત છુ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.”

 

 

GP/DS


(रिलीज़ आईडी: 1619577) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam