માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કોવિડ-19 ના પગલે જાહેર થયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર પર યુજીસીની માર્ગદર્શિકાઓ


કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં માર્ગદર્શિકા જાહેર કરાઈ

Posted On: 29 APR 2020 8:16PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળા અને એના પરિણામે દેશભરમાં લાગુ લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક નુકસાન ટાળવા અને ઉચિત પગલાં લેવા પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા અને ભલામણો કરવા નિષ્ણાતોની એક સમિતિ રચી હતી.

નિષ્ણાતોની સમિતિ યુજીસીના પૂર્વ સભ્ય અને હરિયાણાના મહેન્દ્રગઢમાં સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણા, મહેન્દ્રગઢના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આર સી કુહાડનાં નેતૃત્વમાં રચાઈ હતી, જેમાં અન્ય સભ્યો પણ સામેલ હતા.

યુજીસીની બેઠક 27.04.2020ના રોજ યોજાઈ હતી, જેમાં સમિતિના અહેવાલને સ્વીકારવામાં આવ્યો હતો તથા પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર પર માર્ગદર્શિકાઓને મંજૂર કરવામાં આવી હતી.

કોવિડ-19 રોગચાળા અને એના પરિણામે દેશભરમાં લાગુ લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર પર યુજીસીની માર્ગદર્શિકાઓ કેન્દ્રીય એચઆરડી મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકની હાજરીમાં આજે જાહેર કરવામાં આવી હતી. પ્રસંગે એમએચઆરડીના ઉચ્ચ શિક્ષણના સચિવ શ્રી અમિત ખરે તથા મંત્રાલય અને યુજીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આજે યુજીસીએ જાહેર કરેલી માર્ગદર્શિકાઓમાં મુખ્ય ભલામણો નીચે મુજબ છે

1. ઇન્ટરમીડિયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓઃ વર્તમાન અને અગાઉના સેમિસ્ટરનાં આંતરિક મૂલ્યાંકનને આધારે ગ્રેડ આપવામાં આવશે. જે રાજ્યોમાં કોવિ-19ની સ્થિતિ સામાન્ય છે, રાજ્યોમાં જુલાઈ મહિનામાં પરીક્ષાઓ લેવાશે.

2. ટર્મિનલ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ: પરીક્ષાઓ જુલાઈ મહિનામાં યોજાશે.

3. દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19 સેલ ઊભો કરવામાં આવશે, જે શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાઓના સંબંધમાં વિદ્યાર્થીઓને સમસ્યાઓનું સમાધાન મેળવવા સક્ષમ બનાવશે.

4.યુજીસીમાં ઝડપથી નિર્ણયો લેવા કોવિડ-19 સેલ બનાવવામાં આવશે.

માર્ગદર્શિકાની મુખ્ય બાબતો નીચે મુજબ છે:

માર્ગદર્શિકા એક પ્રકારે સલાહ છે.

યુનિવર્સિટી કોવિડ-19 રોગચાળા સાથે સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લઈને પોતાની રીતે યોજના બનાવી શકે છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સુનિશ્ચિત કરવું.

પરીક્ષાઓ

યુનિવર્સિટીઓ ટૂંકા સમયગાળામાં પ્રક્રિયાને પૂર્ણ કરવા વૈકલ્પિક વ્યવસ્થા અને સરળ પદ્ધતિઓ અને પરીક્ષાની જુદી પદ્ધતિઓ અપનાવી શકે છે.

યુનિવર્સિટીઓ પરીક્ષાઓની અસરકારક અને નવીન પદ્ધતિઓ અપનાવીને એનો સમયગાળો 3 કલાકથી ઘટાડીને 2 કલાક કરી શકે છે.

યુનિવર્સિટીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તથા તેમની પાસે ઉપલબ્ધ સપોર્ટ સિસ્ટમને ધ્યાનમાં રાખીને તથા તમામ વિદ્યાર્થીઓને ઉચિત તક આપીને તેમના વટહુકમો/નિયમો અને નિયમનો, પરીક્ષાની યોજના મુજબ ઓફલાઇન/ઓનલાઇન ટર્મનિલ/ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર/વાર્ષિક પરીક્ષાઓ યોજી શકે છે.

શૈક્ષણિક કેલેન્ડરમાં સૂચવ્યા મુજબ યુનિવર્સિટીઓ પીજી/યુજી અભ્યાસક્રમો/કાર્યક્રમો માટે ટર્મિનલ સેમિસ્ટર/વાર્ષિક પરીક્ષાઓ હાથ ધરી શકે છે. યુનિવર્સિટીઓ પરીક્ષાના સમય પર ઉચિત વિચારણા કરી શકે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ યોજી શકાશે.

યુનિવર્સિટીઓ ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર/વાર્ષિક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે તેમની તૈયારીના સ્તરનું વિસ્તૃત મૂલ્યાંકન કરીને, વિદ્યાર્થીઓનાં રહેઠાણની સ્થિતિ, કોવિડ-19 રોગચાળાની વિવિધ વિસ્તારો/રાજ્યમાં સ્થિતિ અને અન્ય પરીબળોનો વિચાર કરીને પરીક્ષાઓ યોજી શકે છે.

સોશિયલ ડિસ્ટન્સિંગની સલામતી જાળવવા અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જાળવવા કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સ્થિતિ સાધારણ જણાય તો વિદ્યાર્થીઓનું ગ્રેડિંગ આપી શકાશે, જેમાં યુનિવર્સિટીએ આંતરિક મૂલ્યાંકન માટે અપનાવેલી પેટર્નને આધારે 50 ટકા ગુણ અને બાકીના 50 ટકા ગુણ અગાઉનાં સેમિસ્ટરના પર્ફોર્મન્સને આધારે (જો ઉપલબ્ધ હોય તો) સામેલ હશે. વિદ્યાર્થીઓની પ્રગતિ માટે આંતરિક મૂલ્યાંકન સતત ચાલતી મૂલ્યાંકન પ્રક્રિયા બની શકે છે, જેને પ્રીલિમ્સ, મિડ-સેમિસ્ટર, આંતરિક મૂલ્યાંકન કે કોઈ પણ નામ આપવામાં આવે છે.

અગાઉના સેમિસ્ટરના માર્ક કે અગાઉનાં વર્ષના માર્ક ઉપલબ્ધ હોય એવી સ્થિતિમાં, ખાસ કરીને પરીક્ષાની વાર્ષિક પેટર્નનાં પ્રથમ વર્ષમાં 100 ટકા મૂલ્યાંકન આંતરિક મૂલ્યાંકનને આધારે થઈ શકશે.

જો વિદ્યાર્થી ગ્રેડ સુધારવા ઇચ્છે, તો આગામી સેમિસ્ટર દરમિયાન થોડા વિષયો માટે વિશેષ પરીક્ષાઓમાં બેસી શકે છે.

જ્યારે ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર પરીક્ષાઓ માટેની જોગવાઈ કોવિડ-19 રોગચાળાને લઈને હાલના શૈક્ષણિક સત્ર (2019-20) માટે છે, ત્યારે તમામ હિતધારકોની સલામતી અને તેમનું સ્વાસ્થ્ય જાળવવું તથા પરીક્ષાઓની પવિત્રતા અને ગુણવત્તા જાળવવી જરૂરી છે.

લોકડાઉનના સમયગાળામાં તમામ વિદ્યાર્થીઓ/સંશોધક વિદ્યાર્થીઓની હાજરી ગણી શકાશે.

યુજી/પીજીના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ/ડિઝર્ટેશનની સુવિધા આપવા ઉચિત પદ્ધતિ અપનાવવામાં આવશે. યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રયોગશાળા આધારિત પરીક્ષણો કે ફિલ્ડ/સર્વે-આધારિત એસાઇન્મેન્ટને બદલે સમીક્ષા-આધારિત/સેકન્ડરી ડેટા-આધારિત પ્રોજેક્ટ કે સોફ્ટવેર-સંચાલિત પ્રોજેક્ટ ફાળવવા વિચાર કરી શકે છે.

યુનિવર્સિટીઓ સ્કાયપ કે અન્ય મીટિંગ એપ્સ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ કે વાઇવા-વૉસ પરીક્ષાઓ યોજી શકે છે તથા ઇન્ટરમીડિયેટ સેમિસ્ટરોના કેસમાં આગામી સેમિસ્ટરો દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ હાથ ધરી શકાશે.

યુનિવર્સિટીઓ ગૂગલ, સ્કાયપ, માઇક્રોસોફ્ટની ટેકનોલોજીઓ કે અન્ય કોઈ વિશ્વસનિય અને પારસ્પરિક રીતે અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પીએચ.ડી અને એમ. ફિલ વાઇવા-વૉસ પરીક્ષાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરી શકે છે.

એમ. ફિલ કે પીએચ.ડીના વિદ્યાર્થીઓને મહિનાનું એક્ષ્ટેન્શન.

દરેક યુનિવર્સિટી કોવિડ-19 રોગચાળા દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત વિદ્યાર્થીની ફરિયાદો દૂર કરવા એક સેલ સ્થાપિત કરશે અને વિદ્યાર્થીઓને જાણકારી આપશે.

યુજીસી કોવિડ-19 રોગચાળા દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત વિદ્યાર્થીની ફરિયાદો પર નજર રાખવા હેલ્ફ લાઇન સ્થાપિત કરશે.

શૈક્ષણિક કામગીરીનું કેલેન્ડર

નીચેનું કેલેન્ડર શૈક્ષણિક સત્ર 2019-20 માટે સૂચવવામાં આવ્યું છેઃ

શૈક્ષણિક કેલેન્ડર એક પ્રકારની ભલામણ છે. પોતાના સ્તરની વિસ્તૃત મૂલ્યાંકન તૈયારી કર્યા પછી, વિદ્યાર્થીઓનાં રહેવાસની સ્થિતિ, તેમના શહેર/વિસ્તાર/રાજ્યમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ તથા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ એને અપનાવી શકે છે.

બેકી સેમિસ્ટરની શરૂઆત

01.01.2020

વર્ગોની મોકૂફી

16.03.2020

ઓનલાઇન લર્નિંગ / ડિસ્ટન્સ લર્નિંગ / સોશિયલ મીડિયા (વ્હોટ્સએપ/યુટ્યુબ) / ઇમેલ / વીડિયો કોન્ફરન્સિંગ / મોબાઇલ એપ્સ / ડીટીએચ પર સ્વયંપ્રભા ચેનલો વગેરે જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા શિક્ષણ-અભ્યાસને જાળવી રાખવો

16.03.2020થી 31.05.2020

 

ડિઝર્ટેશન / પ્રોજેક્ટ વર્ક / ઇન્ટર્નશિપ રિપોર્ટ્સને અંતિમ સ્વરૂપ આપવું / -લેબ્સ / અભ્યાસક્રમ પૂર્ણ કરવો / આંતરિક મૂલ્યાંકન / અસાઇન્મેન્ટવિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની પ્રક્રિયા વગેરે

01.06.2020થી  15.06.2020

ઉનાળાનું વેકેશન #

16.06.2020થી 30.06.2020

પરીક્ષાઓનું આયોજન:

ટર્મિનલ સેમિસ્ટર  / વર્ષ

ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર / વર્ષ

 

01.07.2020થી 15.07.2020

16.07.2020થી 31.07.2020

મૂલ્યાંકન અને પરિણામની જાહેરાત:

ટર્મિનલ સેમિસ્ટર  / વર્ષ

ઇન્ટરમીડિયેટ સેમિસ્ટર / વર્ષ

 

31.07.2020

14.08.2020

 

 #- જો સ્થિતિસંજોગોની માગ હોય, તો યુનિવર્સિટીઓ ઉનાળાનું વેકેશન 01-06-2020થી 30-06-2020 સુધી 30 દિવસ માટે હોઈ શકે છે. વિવિધ માધ્યમો થકી શિક્ષણ-અભ્યાસ 15-05-2020 સુધી યોજાઈ શકશે તથા પછી ડિઝર્ટેશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા 16-05-2020થી 31-05-2020 સુધી પૂર્ણ થઈ શકશે.

2.            જૂનાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર 2020-21 01.08.2020થી શરૂ થઈ શકે છે અને નવા વિદ્યાર્થીઓ માટે 01.09.2020થી શરૂ થઈ શકે છે.

શૈક્ષણિક સત્ર 2020-2021 માટે નીચેનું કેલેન્ડર એક પ્રકારે સૂચન છે.

પ્રવેશ પ્રક્રિયા

01.08.2020થી 31.08.2020

વર્ગોની શરૂઆત

બીજા/ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ

નવી બેચ (પ્રથમ સેમિસ્ટર/વર્ષ)

 

01.08.2020

01.09.2020

પરીક્ષાઓનો ગાળો

01.01.2021થી 25.01.2021

બેકી સેમિસ્ટર માટે વર્ગોની શરૂઆત

27.01.2021

વર્ગો બંધ થવા

25.05.2021

પરીક્ષાઓનું આયોજન

26.05.2021થી 25.06.2021

ઉનાળાનું વેકેશન

01.07.2021થી 30.07.2021

આગામી શૈક્ષણિક સત્રની શરૂઆત

02.08.2021

 

કેટલીક સાધારણ માર્ગદર્શિકાઓ

1. યુનિવર્સિટી 6 દિવસની અઠવાડિયાની પેટર્નને અનુસરી કરી શકે છે.

2.વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્રયોગશાળાઓ દ્વારા પ્રયોગશાળાના એસાઇન્મેન્ટ/વ્યવહારિક અનુભવ વિશે જાણકારી આપવામાં આવશે, પ્રયોગશાળાની કામગીરીના રેકોર્ડેડ વિઝ્યુઅલ વહેંચવામાં આવશે અને ઉદ્દેશ માટે ડિજિટલ સંસાધનો પ્રદાન કરવામાં આવશે.

3.એમએચઆરડી વિજ્ઞાન/ઇજનેરી/ટેકનોલોજી પ્રવાહના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્રયોગશાળાઓ માટે સુવિધા આપવા લિન્ક પ્રદાન કરશે, જે પ્રકારના ઉદ્દેશ માટે અનુકૂળ હોઈ શકે છે.

4.વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા વિકસાવવામાં આવશે તથા શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તાલીમ આપવી પડશે.

5.યુનિવર્સિટીઓને -કન્ટેન્ટ/-લેબ પ્રયોગો તૈયાર કરવા પડશે અને તેમની વેબસાઇટ પર અપલોડ કરવા પડશે.

6.માર્ગદર્શક-વિદ્યાર્થી સલાહની વ્યવસ્થાને મજબૂત કરવી પડશે.

7.જ્યારે યુનિવર્સિટીનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ લોકડાઉનને કારણે યુનિવર્સિટીથી દૂર હતા સમયગાળા માટે તેમણે પ્રવાસ/રોકાણની વિગતો મેળવવા માટે સંચાલકો ફોર્મ તૈયાર કરી શકે છે.

8.આઇસીટી અને ઓનલાઇન ટીચિંગના માધ્યમોના ઉપયોગ માટે ફેકલ્ડીને પર્યાપ્ત ટ્રેનિંગ આપવી પડશે, જેથી તેઓ ઓનલાઇન શિક્ષણ દ્વારા 25 ટકા અભ્યાસક્રમ પૂર્ણ કરશે અને બાકીનો 75 ટકા અભ્યાસક્રમ વર્ગોમાં મેળવશે.

નોંધ

વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાના શ્રેષ્ઠ હિતમાં ખાસ સ્થિતિ()ના સંબંધમાં ફેરફાર કરીને/વધારો કરીને/સુધારો કરીને/સંશોધન કરીને પારદર્શક રીતે માર્ગદર્શિકાની સ્વીકારી શકે છે અને એનો અમલ કરી શકે છે.

જો કાયેદસર રીતે માન્ય હોય, તો યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાની વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવી શકે છે.

જે સ્થળ પર સરકારે (કેન્દ્ર/રાજ્ય) મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા પર નિયંત્રણો લાદી દીધા હોય એવા સ્થળે સ્થિતિ શૈક્ષણિક સંસ્થાઓ સ્થિતિસંજોગો મુજબ યોજના બનાવી શકે છે.

કોઈ પણ કેસમાં ભલામણો ઉચિત સરકારી/સક્ષમ સત્તામંડળ દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકા/સૂચનાઓ પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો લગાવશે નહીં.

અહેવાલ યુજીસીના પૂર્વ સભ્ય અને હરિયાણાની મહેન્દ્રગઢની સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આર સી કુહાડના નેતૃત્વમાં રચાયેલી નિષ્ણાતોની સમિતિએ શૈક્ષણિક પ્રક્રિયા ખોરંભે પડી જાય અને વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા અને યોગ્ય પગલાં લેવા સુપરત કર્યો હતો.

કોવિડ-19 અને પરિણામે જાહેર થયેલા લોકડાઉનની દ્રષ્ટિએ યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ અને શૈક્ષણિક કામગીરીઓ માટેના કેલેન્ડરની વિગતવાર જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

 

 

 

 

GP/DS


(Release ID: 1619561)