વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

દેશ સ્વદેશી ઝડપી ટેસ્ટ અને આરટી-પીસીએસ નિદાન કિટનું ઉત્પાદન મે, 2020ના અંત સુધીમાં શરુ કરીને સ્વનિર્ભર બનશેઃ ડૉ. હર્ષવર્ધન
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ની અસરો ઓછી કરવાના સોલ્યુશનો ઝડપથી વિકસાવવા માટે વિજ્ઞાનીઓની પ્રશંસા કરી

“ઓછામાં ઓછી અડધો ડઝન કેન્ડિડેટ રસીઓને ટેકો આપવામાં આવ્યો છે, જેમાંથી ચાર પ્રગતિના તબક્કામાં છે.” – ડૉ. હર્ષવર્ધન

Posted On: 28 APR 2020 6:36PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ભૂવિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે અહીં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) અને એની સ્વાસ્થ્ય સંસ્થાઓ (એઆઈ) તથા એના સરકારી ક્ષેત્રનાં સાહસો (પીએસયુ) બીઆઇઆરએસી અને બીઆઇબીસીઓએલ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરી હતી, જેથી કોવિડ-19ની વર્તમાન કટોકટીનું સમાધાન થાય, ખાસ કરીને રસી, ઝડપી ટેસ્ટ અને આરટી-પીસીઆર નિદાન કિટને સ્વદેશી રીતે વિકસાવવાની પ્રગતિની સંબંધમાં.

ડીબીટીના સચિવ ડૉ. રેણુ સ્વરૂપે જાણકારી આપી હતી કે, ડીબીટી બહુપાંખીય સંશોધન અભિગમ અપનાવ્યો છે અને તાત્કાલિક પ્રતિસાદ આપવા કાર્યયોજના બનાવી છે તેમજ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા લાંબા ગાળાની તૈયારી કરી છે. કોવિડ-19 માટે કેન્ડિડેટ રસીઓ, ઉપચારો અને ઉચિત પ્રાણી મોડલને વિકસાવવા સંશોધન સહિત બહુપરિમાણીય પ્રયાસો તેમજ યજમાન અને રોગવાહક પર જનીન અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે. ડીબીટી અને એનું સરકારી સાહસનું એકમ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (બીઆઇઆરએસી) કોવિડ-19ના નિયંત્રણ માટે નિદાન, રસીઓ, નવીન ઉપચારો, દવાઓને નવા ઉદ્દેશ સાથે બનાવવા કે અન્ય કોઈ પણ હસ્તક્ષેપ માટે ટેકો આપવા કોવિડ-19 રિસર્ચ કન્સોર્ટિયમ કોલની જાહેરાત કરી છે.

ડીબીટીના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સંભવિત એન્ટિવાયરલ ડ્રગ મોલીક્યુલ્સનો તાગ મેળવવા ડીબીટીની પ્રયોગશાળાઓ/એઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ કમ્પ્યુટેશનલ પદ્ધતિઓ વિશે જાણકારી આપી હતી. અન્ય એક સ્ટ્રેટેજીમાં વાયરસનું સરોગેશન વાયરસના જીવનચક્રમાં એક કે વધારે ગંભીર પગલાંનું પ્રતિનિધિત્વ કરવા વિકસાવવામાં આવે છે તથા પ્રતિરોધનું પરીક્ષણ થાય છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓના શરીરમાંથી કે માનવીય એન્ટિબોડીની લાઇબ્રેરીમાંથી ન્યૂટ્રલાઇઝ થયેલા એન્ટિબોડીને આઇસોલેટ કરવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ડીબીટીની વિવિધ એઆઈ કેન્ડિડેટ રસીઓ વિકસાવવા પર કાર્યરત છે, જે પૂર્વ-નૈદાનિક અભ્યાસોના વિવિધ તબક્કાઓમાં છે, જેનો સંપૂર્ણ ઉદ્દેશ નૈદાનિક પરીક્ષણ અગાઉ વિભાવનાનો પુરાવો અને રોગપ્રતિકારકક્ષમતા તથા સલામતીનું મૂલ્યાંકન પ્રદર્શિત કરવાનો છે. અત્યારે ઓછામાં ઓછા 9 અભ્યાસો પ્રાથમિક તબક્કાઓમાં છે અને એક ડિલવરીના તબક્કામાં છે તથા કેન્ડિડેડ રસીની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે સહાયક વ્યવસ્થા વિકાસના પ્રગતિના તબક્કામાં છે.

જનીન શ્રેણી પર ચર્ચા કરતા ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “ જનીન શ્રેણીના પ્રયાસો મને 26 વર્ષ અગાઉ પોલિયો નાબૂદી માટેના અભિયાનની યાદ અપાવે છે. પોલીયોના આંદોલનનાં ધૂંધળા અંત તરફ દેશની સક્રિય નજર તીવ્ર ફ્લેસિડ પેરાલીસિસના કેસો શોધવા પર કેન્દ્રિત હતી. સમયે પણ પોલિયો વાયરસની સફર પર પૂર્ણવિરામ મૂકવા જનીન શ્રેણીનો ઉપયોગ થયો હતો, જેનાથી પોલિયો નાબૂદીમાં મદદ મળી હતી.”

પ્રેઝન્ટેશન પછી ડૉ. હર્ષવર્ધને વિજ્ઞાનીઓ અને કોવિડ-19ની અસર ઘટાડવા સોલ્યુશનો શોધવાની તેમની નવીન રીતોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ડીબીટીના વિજ્ઞાનીઓના ગંભીર પ્રયાસો દેશને આરટી-પીસીએનું ઉત્પાદન કરવામાં  સ્વનિર્ભર બનાવશે અને આગામી મહિનાના અંત સુધીમાં એન્ટિબોટી ટેસ્ટ કિટ રજૂ કરશે. એનાથી આગામી મહિનાના અંત સુધીમાં દરરોજ એક લાખ પરીક્ષણો હાથ ધરવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનું શક્ય બનશે.” મંત્રીએ તેમના કાર્યને ઝડપી બનાવવા નવી રસીઓ, નવી દવાઓ અને તબીબી ઉપકરણ વિકસાવવા પર કાર્યરત વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ઓછામાં ઓછા અડધો ડઝન ઉમેદવારોમાંથી રસીઓ માટે ચાર ઉમેદવારો વિકાસના તબક્કામાં છે અને નિયમનકારક પ્લેટફોર્મ પર ઝડપી મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.”

ડૉ. હર્ષવર્ધને 150થી વધારે સ્ટાર્ટઅપને સાથસહકાર આપવાના બીઆઇઆરએસીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી, જેમાંથી 20થી વધારે સ્ટાર્ટઅપ કામ કરવા તૈયાર થઈ ગયા છે. તેમણે ડીબીટીના અન્ય એક સરકારી એકમ ભારત ઇમ્યુનોલોજિકલ્સ એન્ડ બાયોલોજિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (બીઆઇબીસીઓએલ) વિકસાવેલા હેન્ડ સેનેટાઇઝરને પણ જાહેર કર્યું હતું, જે વિવિધ જૈવિક, ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉત્પાદનોમાં સંકળાયેલ છે. અત્યારે વિટામિન સી અને ઝીંકની ગોળીઓની ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરે છે, જે કોવિડ-19 માટે સોલ્યુશન પ્રદાન કરે છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “ સેનિટાઇઝરની દરેક સિંગલ બોટલના વાણિજ્યિક વેચાણમાંથી એક રૂપિયો પીએમ કેર્સ ફંડમાં જશે.”

બેઠકમાં ડીબીટીના સચિવ ડૉ. રેણુ સ્વરૂપ, ડીબીટી-એઆઈના ડાયરેક્ટર્સ, વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ વિજ્ઞાનીઓ અને બીઆઇઆરએસી અને બીઆઇબીસીઓએલમાંથી વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

 

GP/DS(Release ID: 1619071) Visitor Counter : 60