માનવ સંસાધન વિકાસ મંત્રાલય

શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ કોવિડ-19ને કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને MDM યોજના અંતર્ગત રાંધણ ખર્ચની વાર્ષિક કેન્દ્રીય ફાળવણી 10.99 ટકા વધારીને રૂ. 8100 કરોડ કરવાની જાહેરાત કરી

Posted On: 28 APR 2020 6:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક રાજ્યકક્ષાનાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી સંજય ધોત્રે સાથે તમામ રાજ્યોનાં શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવો સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આદાનપ્રદાન કર્યું હતું. બેઠકમાં 22 રાજ્યોનાં મંત્રીઓ અને 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સામેલ થયા હતા. બેઠકમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રીમતી અનિતા કરવાલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

કેન્દ્રીય મંત્રીએ બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, કોવિડ-19ની વર્તમાન સ્થિતિ કમનસીબ છે, પણ સમય સમજીવિચારને કામ કરવાનો છે તથા વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણકારક પ્રવૃત્તિઓના નવા પ્રયોગોને હાથ ધરીને સ્થિતિને તકમાં પરિવર્તિત કરવાનો છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતા આપણા પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, નોવેલ કોરોનાવાયરસ સામે ભારતની લડાઈ જનઆંદોલન બની ગઈ છે, જેમાં દરેક નાગરિક એમની ભૂમિકા ભજવી રહ્યો છે. પણ વ્યવસાયો હોય, કે ઓફિસો હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે તબીબી ક્ષેત્ર હોય, દરેક કોરોનાવાયરસ પછીની દુનિયામાં પરિવર્તનો સ્વીકારી રહ્યાં છે. મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આપણે રોગ અને સ્થિતિનો સામનો કરવા સક્ષમ બનીશું.

શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, આપણે સંપૂર્ણ પ્રયાસો આપણા 33 કરોડ વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે માટે અને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે કરવું જોઈએ. માટે વિવિધ પ્રયાસો દિક્ષા, સ્વયંમ, સ્વયંપ્રભા, વિદ્યાદાન 2.0, -પાઠશાલા, દૂરદર્શનની એજ્યુકેશનલ ટીવી ચેનલ, ડિશ ટીવી, ટાટા સ્કાય, જિયો, એરટેલ, ડીટીએચ વગેરે જેવા ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મને મજબૂત કરવા થયા છે. મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, ઉપરાંત વૈકલ્પિક શિક્ષણ કેલેન્ડર એનસીઇઆરટીએ જાહેર પણ કર્યું છે, જેમાં તેમની સ્થાનિક સ્થિતિ મુજબ કેલેન્ડરને સ્વીકારી શકે છે એવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આપણે શાળાઓ ખુલવાના કેસમાં સલામતીની માર્ગદર્શિકાઓ તૈયાર કરવી પડશે.

કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે બાળકો માટે મધ્યાહ્ન ભોજન હેઠળ પર્યાપ્ત અનાજ અને પોષક ખાદ્ય પદાર્થ પ્રદાન કરવામાં આવ્યાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે, શાળાઓની રજાઓના ઉનાળાની રજાઓ દરમિયાન મધ્યાહ્ન ભોજન પ્રદાન કરવા મંજૂરી આપવાનો સીમાચિહ્ન નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પર વધારાનો ખર્ચ આશરે રૂ. 1600 કરોડ કરવામાં આવશે. ઉપરાંત મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. 2500 કરોડની કામચલાઉ સહાય આપવામાં આવી છે.

મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને વધારવા મંત્રીએ જાહેરાત કરી હતી કે, કોવિડ-19ને પગલે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ (કઠોળ, શાકભાજી, તેલ, મરીમસાલા અને તેલની ખરીદી માટે) રાંધણનો કેન્દ્રીય વાર્ષિક ખર્ચની ફાળવણી રૂ. 7,300 કરોડથી વધારીને રૂ. 8100 કરોડ કરવામાં આવી છે (10.99 ટકાનો વધારો).

શ્રી પોખરિયાલે જાણકારી આપી હતી કે, સમગ્ર શિક્ષા હેઠળ નિયમો હળવા કરીને ભારત સરકારે રાજ્યોને અગાઉનાં વર્ષની બેલેન્સનો ખર્ચ કરવાની સુવિધા આપી છે, જે આશરે રૂ. 6200 કરોડ છે અને પ્રથમ ત્રિમાસિક ગાળા માટે

રૂ. 4450 કરોડની કામચલાઉ ધોરણે સહાય પણ આપવામાં આવી છે. મંત્રીએ રાજ્યોને રાજ્ય અમલીકરણ સમિતિને તાત્કાલિક સમગ્ર શિક્ષા હેઠળ રકમ હસ્તાંતરિત કરવાની વિનંતી પણ કરી હતી, જેથી એનો ઉપયોગ સુનિશ્ચિત કરવા થઈ શકે છે કે, આગામી હપ્તો આપી શકાશે.

જ્યારે બેઠક દરમિયાન મંત્રીએ એચઆરડી મંત્રાલયની વિનંતી પર સ્ટોરમાં પાઠ્યપુસ્કોની ઉપલબ્ધતાના સંબંધમાં જાણકારી આપી હતી, ત્યારે ગૃહ મંત્રલયે લોકડાઉનના નિયમો બુકસ્ટોર ખોલવાના નિયમો હળવા કરવાનું જણાવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસને જાળવી રાખવા પુસ્તકોનો લાભ લઈ શકે છે.

શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયને માન્યતા મળી છે, પણ જમીનના ભાવે શરૂ થઈ શકી નથી કે ઓછી ક્ષમતાએ ચાલુ થઈ છે, તે રાજ્યોને જમીન ઝડપથી હસ્તાંતરિત કરવાની વિનંતી કરવામાં આવી છે, જેથી રાજ્યનાં બાળકોને એમાંથી લાભ મળી શકે.

મંત્રીએ તમામ રાજ્યોને બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરવા અને સીબીએસઈને તેમના સંબંધિત રાજ્યોમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની સુવિધા આપવાની અપીલ કરી હતી.

શ્રી પોખરિયાલે રાજ્યોના મંત્રીઓ અને અધિકારીઓએ રજૂ કરેલી સમસ્યાઓ અને સૂચનો કાળજીપૂર્વક સાંભળ્યા હતા. રાજ્ય સરકારોએ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કલ્યાણ સુનિશ્ચિત કરવા શક્ય તમામ મદદ પૂરી પાડવા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ રાજ્યોનાં તમામ મંત્રીઓ અને અધિકારીઓનો ફિલ્ડ એજ્યુકેશનમાં તેમના પ્રશંસનીય કાર્ય બદલ આભાર માન્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે, મંત્રાલય મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સાથસહકાર આપશે અને સંયુક્તપણે આપણે લડાઈ લડીશું.

 

 

 

GP/DS(Release ID: 1619067) Visitor Counter : 313