કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી (PP) ડો. જિતેન્દ્ર સિંહે કોવિડ-19 રોગચાળાને પગલે વિક્ષેપ વિના આઇએએસ અધિકારીઓની તાલીમનો કાર્યક્રમ ઓનલાઇન જાળવવા માટે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ની પ્રશંસા કરી

Posted On: 28 APR 2020 5:14PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ઉત્તર પૂર્વ રિજનના વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો), રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય, પર્સનલ, સરકારી ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)ના ડાયરેક્ટર અને ફેકલ્ટી સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી તથા અકાદમી દ્વારા તબક્કામાં સંચાલન કેવી રીતે થયું વિશે જાણકારી આપવામાં આવી હતી. મંત્રીને ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી કે, અકાદમીની કામગીરીના વિવિધ પાસાઓ માટે એસઓપી કેવી રીતે બનાવવામાં આવી હતી, જેમાં આઇએએસ અધિકારીઓનાં તાલીમાર્થીઓની પ્રથમ તબક્કાની તાલીમ સામેલ છે. વર્ગો ઓનલાઇન હાથ ધરવામાં આવ્યાં છે, જે તેમને તેમના સંબંધિત રૂમોમાં સુલભ થયા છે. રીતે ભોજન હોસ્ટેલમાં પહોંચતું થાય છે તથા વાસણો અને રૂમની સાફસફાઈ તાલીમાર્થી અધિકારીઓ પોતે કરે છે. કોવિડ-19 સંબંધિત ઇનપુટ વિવિધ વ્યવસ્થા દ્વારા આપવામાં આવ્યાં છે, જેમાં ફિલ્મોનું પ્રદર્શન, ઓનલાઇન ચર્ચા, એસાઇન્મેન્ટ અને માળખાગત જાણકારી સામેલ છે.

એલબીએસએનએએના ડાયરેક્ટરે આદરણીય મંત્રીને રોગચાળાને પગલે અકાદમીએ લીધેલા પગલાં વિશે સંક્ષિપ્ત જાણકારી આપી હતી, જેમાં સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કોવિડ-19ની અસરને ઓછી કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓનું ડોક્યુમેન્ટિંગ કરવાની પહેલ, ઓનલાઇન પદ્ધતિ/મૂલ્યાંકન/સમીક્ષાઓ દ્વારા પ્રથમ તબક્કાની તાલીમની પૂર્ણતા, આઇટી માળખું અને કોવિડ-19 માટે અપગ્રેડેશન, કોવિડ-19 માટે તબીબી માળખાગત સુવિધા અને અપગ્રેડેશન, સિવિલ સર્વિસીસ એસોસિએશન ટૂ રીચ ટૂ સપોર્ટ નેશનલ ડિઝાસ્ટર્સ (CARUNA), તિબેટિયન સમુદાય, સીપીડબલ્યુડી સુધી પહોંચ વગેરે સામેલ છે.

અકાદમીએ ટેકનોલોજીનો નવીન ઉપયોગ કરીને અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને એની તાલીમ પદ્ધતિને નવેસરથી બનાવી છે તથા તાલીમાર્થી અધિકારીઓએ આપેલા તમામ ઇનપુટ અને એસાઇન્મેન્ટને એની પોતાની જ્ઞાન પોર્ટલ દ્વારા વહેંચી છે. પ્રયાસોમાં મદદરૂપ થવા સંસ્થાએ ઇન્ટરનેટ રેડિયો સુવિધા પણ શરૂ કરી છે.

તાલીમાર્થી અધિકારીઓને વિવિધ ક્લબ અને સોસયાટીઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવા અને સ્પર્ધા યોજવા પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. સોસાયટી ફોર સોશિયલ સર્વિસીસ સ્વયં-સહાય જૂથો દ્વારા બનાવેલા ફેસ માસ્ક મેળવવામાં તથા એનું વિતરણ તાલીમાર્થી અધિકારીઓ અને સ્ટાફને કરવામાં સંકળાયેલા છે તેમજ જિલ્લા વહીવટીતંત્ર સાથે અકાદમીમાં અને એની આસપાસ વસતાં પરિવારો વચ્ચે અનાજનું વિતરણ કરવાની કામગીરીમાં પણ સામેલ થયા છે. સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દેશભરમાંથી કોવિડ-19 મેનેજમેન્ટની શ્રેષ્ઠ પદ્ધતિઓનું સંકલન કરે છે અને અકાદમીની ફેકલ્ટીનાં વિવિધ સભ્યો CARUNA નામનાં સિવિલ સર્વિસીસ એસોસિએશનની પહેલમાં સંકળાયેલા છે.

અકાદમીના તમામ વિભાગો સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા વગેરે સાથે સંબંધિત પોતાની એસઓપી ધરાવે છે. અકાદમીમાં કાર્યરત આઉટસોર્સ વર્કર્સ સહિત તમામ સ્ટાફને અકાદમીના ફેકલ્ટી દ્વારા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ તાલીમ આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તમામ આચારસંહિતા અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું સુસંગતા સાથે પાલન થાય છે.

ડો. જિતેન્દ્ર સિંહે અકાદમીએ લીધેલા પગલાની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, કોવિડ-19 કટોકટીની અસરને ઘટાડવા પ્રકારનાં ઘણા ઉદાર પ્રયાસોની જરૂર પડશે.

 

 

GP/DS



(Release ID: 1619055) Visitor Counter : 149